ઝી બ્યુરો/અમદાવાદ: રખડતા શ્વાનનો આતંકના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા બાદ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં શ્વાનનો આતંકની એક મોટી ઘટના સામે આવી છે. જુહાપુરા વિસ્તારમાં ઘોડિયામાં સૂઈ ગયેલા બાળક પર શ્વાને હુમલો કરીને તેને ખેંચી જવાનો પ્રયત્ન કર્યો છે. જોકે સદ્દનસીબે આ ઘટનામાં સ્થાનિકો દ્વારા બાળકને બચાવી લેવામાં આવ્યું છે. પરંતુ બાળકીના પગ સહિતના ભાગે કૂતરા દ્વારા હુમલો કરીને બચકાં ભરી લેવામાં આવ્યા છે. હાલ બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. હાલ બાળકની સ્થિતિ સારી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'દેશમાં સફાઈ અભિયાન ચાલી રહ્યું છે, કોઈને છોડવામાં નહિ આવે': ભરત બોધરા


આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, જુહાપુરા વિસ્તારમાં 7 મહિનાની બાળકી પર શ્વાને હુમલો કર્યો છે. જેમાં બાળકી ખુબ ખરાબ રીતે ઇજાગ્રસ્ત થઈ છે. બહારથી મજૂરી કામ કરવા માટે આવેલા પરિવારની બાળકી ભોગ બની છે. શ્વાને બાળકીને ઘોડીયામાંથી ખેંચીને તેની પર હુમલો કર્યો હતો. બાળક પર હુમલો કર્યા બાદ માતા પિતાને તેને લઈને સ્થાનિક હોસ્પિટલમાં ગયા હતા અને અંતે તેને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેની સારવાર કરીને ઈન્જેક્શન આપવામાં આવ્યા છે. આવી અનેક ઘટનાઓ બને છે પરંતુ તંત્રની આંખ ઉઘડી રહી નથી. શ્વાનના ત્રાસને લઇ સ્થાનિક કોર્પોરેટરે અનેક રજુઆત કરી છે. પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી નથી. 


ગીર સોમનાથના ઇતિહાસમાં બીજી વખત એમડી ડ્રગ્સ ઝડપાયું, છેડા છેક મુંબઈ સુધી લંબાયા


શું છે વીડિયોમાં?
શ્રમિક પરિવારનું બાળક કે જે ઘોડિયામાં સૂતું હતું તેની સાથે બનેલી આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલાક શ્વાન બાળકને ખેંચીને લઈ જતા દેખાય છે એ સમય દરમિયાન સ્થાનિકોની નજર પડતા બાળકને શ્વાનના મુખમાંથી બચાવી લે છે.


સરકારી નોકરી વાંચ્છુકો માટે ખુશખબર, સરકારે વિવિધ વિભાગોમાં ભરતીના દ્વાર ખોલ્યા


શું હતી સમગ્ર ઘટના?
જુહાપુરા વિસ્તારમાં મકાનના કોટ પાસે બપોરના સમયે છાયડાંમાં શ્રમિક પરિવાર કામ કરી રહ્યો હતો, ત્યારે તેમના બાળક માટે ઘોડિયું બાંધવામાં આવેલું હતું, આ ઘોડિયામાં 7 મહિનાની બાળકી હતું પરંતુ તેની આસપાસ કોઈ નહોતું. આ દરમિયાન ત્યાંથી ચારથી પાંચ કૂતરા આવે છે અને બાળક પર હુમલો કરીને તેને ઘોડિયામાંથી બહાર કાઢી લે છે. પછી અચાનક ત્યાં રમતા લોકોની નજર પડે છે અને બાળકને બચાવવા માટે દોડધામ શરુ થઈ જાય છે. એટલામાં એક જગ્યા પર જ્યાંથી કૂતરા બાળકને મોઢામાં નાખીને લઈ જઈ રહ્યા હતા ત્યાં યુવક દ્વારા બાળકને બચાવી લેવામાં આવી છે. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.


ગોધરાકાંડમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતોને મોટી રાહત, SCએ આપ્યા જામીન