ઉદય રંજન/અમદાવાદ: ખાલિસ્તાની આતંકી ગુજરાતમાં પગપેસારો કરે તે પહેલાં જ સાયબર ક્રાઇમ બ્રાન્ચે નેટવર્ક તોડી પાડ્યું. સાયબર ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી 2 આરોપીની ધરપકડ કરી. ટેલિફોન એક્સચેન્જથી ચાલતી દહેશતની પ્રવૃત્તિને સાયબર ક્રાઇમે ખુલી પાડી નાખી. સાયબર ક્રાઇમ બ્રાન્ચે 11 જેટલા સીમ બોક્સ અને 186 સિમ કાર્ડ પકડીને ખાલીસ્તાનના બદઇરાદાનો પર્દાફાશ કર્યો છે. કોણ આ આરોપીઓ અને ખાલિસ્તાન સાથે શું હતું નેટવર્ક?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોહનથાળ V/s ચીકીની જંગમાં લેવાયો મોટો નિર્ણય, હવે આ પ્રસાદ યથાવત રહેશે


સાયબર ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં જોવા મળતા આરોપી રાહુલ દ્વિવેદી અને નરેન્દ્ર કુશવાહ ખાલીસ્તાનના આતંકવાદી સાથે સંડોવાયેલા છે. તાજેતરમાં મોટેરા સ્ટેડિયમમાં રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના PM હાજર રહ્યા હતા અને હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓને મેચ ન જોવા માટે ધમકી ભર્યો પ્રિ રેકોર્ડેડ વોઇસ ક્લિપ વાયરલ કરી હતી. 



ગુજરાતની આ સ્કૂલ મોટા વિવાદમાં! વિદ્યાર્થીઓને બિનહિન્દુ પ્રાર્થના શિખવાડનો આક્ષેપ


જે ખાલીસ્તાન આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુના અવાજની કલીપ હતી. મેચ નહીં જોવા ઘરમાં રહો સુરક્ષિત રહો એવી ધમકી આપી હતી. આ ઉપરાંત પીએમ મોદીને સંબોધીને ઉશ્કેરાટ ભર્યું ભાષણ કરવામાં આવ્યું હતું. પ્રિ રેકોર્ડેડ ક્લિપને લઈ સાયબર ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. ત્યારે ટેકનિકલ એનાલિસિસ આધારે મધ્યપ્રદેશના સતના જિલ્લા અને રીવા જિલ્લામાંથી નકલી ટેલિકોમ એક્સચેન્જ દ્વારા દહેશત ફેલાવનાર ખાલિસ્તાનના બે સાગરીતોની ઝડપીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો.


મુસ્લિમ યુવકના અંગદાનથી 3 જિંદગી બચી : પહેલીવાર અંગો મેળવનારા 3 લોકોએ ખૂલીને વાત બચી


પકડાયેલ આરોપી રાહુલકુમાર દ્વિવેદી મધ્યપ્રદેશ ના સતના જિલ્લાનો છે અને ધોરણ 12 નાપાસ છે, જ્યારે નરેન્દ્ર કુશવાહ ધોરણ 8 નાપાસ છે. આ આરોપીઓ છેલ્લા એક વર્ષથી નકલી ટેલિકોમ એક્સચેન્જ ઉભું કરીને દહેશત ભરેલા પ્રિ રેકોર્ડિંગ કલીપો જુદા જુદા રાજ્યોમાં મોકલતા હતા. તેઓની પાસેથી મળી આવેલ 11 જેટલા સિમ બોક્સ મશીન, 186 સીમકાર્ડ, બે લેપટોપ, 6 મોબાઈલ, 3 વાઇફાઇ રાઉટર, એક કોમ્પ્યુટર સિસ્ટમ સહિતનો 11.75 લાખનો મુદ્દામાલ મળી કબ્જે કરવામાં આવ્યો છે.



પીરાણા ડમ્પ સાઈટનો કચરો હવે AMC માટે બન્યું કંચન, માટીમાંથી કમાવી આપ્યા કરોડો રૂપિયા


આ આરોપીઓ દેશમાં આતંકવાદી પ્રવૃત્તિ આચરવાના હેતુથી ગુનાહિત કાવતરું રચી ધમકી ભરેલા વોઇસ ક્લિપ નાગરિકોને મોકલી હતી. આરોપીની પૂછપરછમાં અત્યાર સુધીમાં 1100થી વધુ સીમકાર્ડ નો ઉપયોગ જુદા જુદા ઓર્ગેનાઇઝ ક્રાઇમને અંજામ આપવા ના ઉદ્દેશથી કરેલ છે..એક કામ બદલ આરોપી ઓને 2.50 લાખથી 3 લાખ રૂપિયા સુધી મળતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.


ગુજરાતના આ શહેરમાં 118 ટ્રાફિક જંકશન પર લગાવાશે ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમ


પકડાયેલ આરોપી સીમ બોક્સ મારફતે હજારો લોકોને એક સાથે પ્રિ રેકોર્ડ વાળા મેસેજ મોકલવા ઉપયોગ કરતા હતા. એક સીમ બોક્ષમાં 40 જેટલા જુદા જુદા રાજ્યના સીમકાર્ડ ફિટ કરવામાં આવતા હોય છે..VOIP સર્વિસનો ઉપયોગ કરી ઇન્ટરનેશનલ કોલ ને રૂટ કરીને લોકલ કોલ માં ટ્રાન્સફર કરવામાં આવતા હતા જેથી ખૂબ ઓછા ખર્ચે ગલ્ફ દેશોમાંથી ભારત કોલ થતા હતા.



ગૌતમ અદાણીના ઘરે ફરી એકવાર વાગશે શરણાઈ, જાણો નાના પુત્ર જીતની સગાઈ કોની સાથે થઈ


આ જ મોડ્સ ઓપરેન્ડી થી આરોપી VOIP સર્વિસ દ્વારા પ્રિ રેકોર્ડડ મેસેજ મોકલી ધમકી આપતા હતા એટલું જ નહીં સોશિયલ મીડિયા પર ટ્વિટ પણ કરવામાં આવતા હતા..જોકે આરોપીઓ પોલીસના હાથે ન ઝડપાય તે માટે સિમ બોક્ષ નો ઉપયોગ કરતા હતા કારણ કે સિમ બોક્ષમાંથી મોકલેલ મેસેજ કે કોલ ટ્રેસ કરી શકાતું નથી. પરંતુ સાયબર ક્રાઇમ ને તે ઓના નેટવર્ક પર્દાફાશ કરીને આરોપી ઝડપી લીધા.


આમિર ખાનની આ બ્લોકબસ્ટર ફિલ્મોની સામે બાકી બધુ છે બેકાર, કઈ છે તમારી ફેવરિટ ફિલ્મ ?


આરોપી ઓ એટલા સાતીર હતા કે પોલીસ પકડી ન શકે માટે ભાડે મકાન રાખ્યું હતું જે મકાનમાં સિમ બોક્સ મશીન સાથેનું ટેલિફોન એક્સચેન્જ ઉભું કર્યું હતું અને ત્યાંથી 100 કિલોમીટર દૂર રહીને આરોપીઓ આ ઓપરેટર કરતા હતા. જોકે સાયબર ક્રાઇમે તેમના ગુનાહિત નેટવર્કને ઝડપી લીધું. આ નેટવર્ક સાથે જોડાયેલા ખાલીસ્તાનના શીખ ફોર જસ્ટિસ સંગઠનને 2019માં આતંકી સંગઠન જાહેર કર્યું હતું. જ્યારે ગુરપતવંતસિંહ પનનુને 2020માં આતંકવાદી જાહેર કરવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમે આ બન્ને આરોપી વિરુદ્ધ UAPA અંતર્ગત ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરી છે.