Aamir Khan Birthday Special: આમિર ખાનની આ બ્લોકબસ્ટર ફિલ્મોની સામે બાકી બધુ છે બેકાર, કઈ છે તમારી ફેવરિટ ફિલ્મ ?

Aamir Khan Birthday Special: બોલિવૂડ એક્ટર આમિર ખાને વર્ષ 1988માં ફિલ્મ કયામત સે કયામત તકથી પોતાની બોલિવૂડ સફરની શરૂઆત કરી હતી, ત્યારબાદ તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. આટલા લાંબા સમયમાં તેણે હિન્દી સિનેમાને ઘણી હિટ અને શાનદાર ફિલ્મો આપી છે.

Aamir Khan Birthday Special: આમિર ખાનની આ બ્લોકબસ્ટર ફિલ્મોની સામે બાકી બધુ છે બેકાર, કઈ છે તમારી ફેવરિટ ફિલ્મ ?

Aamir Khan Birthday Special: બોલિવૂડના પરફેક્શનિસ્ટ આમિર ખાન આજે એટલે કે 14 માર્ચે 58 વર્ષનો થઈ ગયો છે. તેની ફિલ્મી કરિયરને પણ 50 વર્ષ થઈ ગયાં છે. 8 વર્ષની ઉંમરમાં ફિલ્મ 'યાદોં કી બારાત'થી શરૂ કરેલી કરિયર આજ દિન સુધી ચાલુ છે. આમિરના પિતા નહોતા ઈચ્છતા કે તે ફિલ્મમાં કામ કરે. કાકા નાસિર હુસેને આમિરની એક્ટિંગ સ્કિલને ઓળખી લીધી હતી અને પોતાની ફિલ્મથી બ્રેક આપ્યો હતો.

1. જો જીતા વોહી સિકંદર
શૈલી - ડ્રામા, રોમાંસ,સ્પોર્ટસ
રીલીઝ ડેટ- 22 મે 1992
જો જીતા વોહી સિકંદર એ 1992 ની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે જેમાં આમિર ખાન, આઈશા ઝુકા અને દીપક તિજોરી અભિનીત છે. આ ફિલ્મનું બજેટ 1.5 કરોડ રૂપિયા હતું અને ફિલ્મે તે સમયે 4 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

2. સરફરોઝ
શૈલી - એક્શન, ડ્રામા
રીલીઝ ડેટ- 13 સપ્ટેમ્બર 1999
સરફરોઝ એક એક્શન ડ્રામા ફિલ્મ છે જે 1999માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં આમિર ખાન સાથે નસુરુદ્દીન શાહ અને સોનાલી બેન્દ્રેએ કામ કર્યું છે. આ ફિલ્મનું બજેટ 8 કરોડ હતું અને આ ફિલ્મે તે સમયે 33 કરોડની કમાણી કરી હતી.

3. લગાન
શૈલી -  ડ્રામા
રીલીઝ ડેટ- 15 જૂન 2001
લગાન એક ઐતિહાસિક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે જે 2001માં રિલીઝ થઈ હતી. ગ્રેસી સિંહે આ ફિલ્મમાં આમિર ખાન સાથે કામ કર્યું હતું. આ ફિલ્મનું બજેટ 25 કરોડ રૂપિયા હતું અને આ ફિલ્મે અત્યાર સુધીમાં 68 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

4. દિલ ચાહતા હૈ
શૈલી -  ડ્રામા
રીલીઝ ડેટ- 10 ઓગસ્ટ 2001
દિલ ચાહતા હૈ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે જે 2001માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં આમિર ખાન સાથે અક્ષય ખન્ના અને સૈફ અલી ખાને કામ કર્યું છે. આ ફિલ્મનું બજેટ 14 કરોડ રૂપિયા હતું અને આ ફિલ્મે અત્યાર સુધીમાં 45 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
 
5. રંગ દે બસંતી
શૈલી -  ડ્રામા
રીલીઝ ડેટ-  26 જાન્યુઆરી 2006
રંગ દે બસંતી એક ડ્રામા ફિલ્મ છે જે 2006માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં આમિર ખાન સાથે કુણાલ કપૂર અને સોહા અલી ખાને કામ કર્યું છે. આ ફિલ્મનું બજેટ 28 કરોડ રૂપિયા હતું અને આ ફિલ્મે અત્યાર સુધીમાં 97 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

No description available.

6. તારે ઝમીન પર
શૈલી -  ડ્રામા
રીલીઝ ડેટ-  21 ડિસેમ્બર 2007
તારે જમીન પર એક ડ્રામા ફિલ્મ છે જે 2007માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં આમિર ખાન સાથે દર્શિલ સફારી અને ટિશ્કા ચોપરાએ કામ કર્યું છે. આ ફિલ્મનું બજેટ 12 કરોડ હતું અને આ ફિલ્મે અત્યાર સુધીમાં 88 કરોડની કમાણી કરી છે.
 
7. ગજની
શૈલી -થ્રિલર
રીલીઝ ડેટ-  25 ડિસેમ્બર 2008
100 કરોડના ક્લબમાં પ્રવેશનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મોમાંની એક, ગજની એક અધૂરી પ્રેમ કથા છે. આ ફિલ્મથી અસીન હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી અને આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર ઉપલબ્ધ છે.
 
8. 3 ઇડિયટ્સ
શૈલી -કોમેડી, ડ્રામા
રીલીઝ ડેટ- 25 ડિસેમ્બર 2009
3 ઈડિયટ્સ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે જે 2009માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં આમિર ખાન સાથે આર માધવન, શરમન જોશી અને કરીના કપૂરે કામ કર્યું હતું. આ ફિલ્મનું બજેટ 55 કરોડ રૂપિયા હતું અને આ ફિલ્મે અત્યાર સુધીમાં 460 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
 
9. પીકે
શૈલી - કોમેડી, ડ્રામા
રીલીઝ ડેટ-  19 ડિસેમ્બર 2014
પીકે એક કોમેડી ડ્રામા ફિલ્મ છે જે 2014માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં આમિર ખાન સાથે અનુષ્કા શર્મા અને સુશાંત સિંહ રાજપૂતે કામ કર્યું છે. આ ફિલ્મનું બજેટ 85 કરોડ રૂપિયા હતું અને ફિલ્મે અત્યાર સુધીમાં 832 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
 
10. દંગલ

શૈલી- બાયોગ્રાફી
રીલીઝ ડેટ- 23 ડિસેમ્બર 2016
દંગલ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે જે 2016માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં આમિર ખાન સાથે સાક્ષી તવર, ફાતિમા સના શેખ, સાયના મલ્હોત્રા અને ઝાયરા વસીમ કામ કરી ચૂકી છે. આ ફિલ્મનું બજેટ 70 કરોડ રૂપિયા હતું અને આ ફિલ્મે અત્યાર સુધીમાં 2100 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news