નચિકેત મહેતા/ખેડા: આજે સોમવાર ગોઝારો સાબિત થયો છે. દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ અને અકસ્માતમાં થતા મોતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ખેડા બાયપાસ હાઇ-વે પર સર્જાયેલા અકસ્માતમાં અમદાવાદના 4 યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ખેડા બાયપાસ હાઈ-વે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઊભી રહેલી કન્ટેનર પાછળ ધડાકાભેર બાઈક ઘૂસી જતાં અમદાવાદના ચાર યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. અકસ્માતની જાણ થતાં જ માતર પીએસઆઈ સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઓવર સ્પીડ કારણે બેલેન્સ રાખી ન શકતા અકસ્માત થયો હોવાનું પોલીસે પ્રાથમિક અનુમાન લગાવ્યું છે. આ ઘટનામાં મૃતકોના શબને માતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે લઈ જવામાં આવ્યા છે. આ ઘટના સંદર્ભે માતર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


ગુજરાતમાં હવામાન વિભાગે જાહેર કરી સૌથી મોટી આગાહી; આ વર્ષ સુધી ભારે! આકાશમાંથી અગનગોળા વરસશે, પછી...


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ખેડા બાયપાસ હાઇ-વે પર સોખડા પાટીયા વેસ્ટર્ન હોટલના પાર્કિંગમાં ઉભી રહેલી એક કન્ટેનર પાછળ એક બાઈક ધડાકાભેર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાઈક પર અમદાવાદના ચાર યુવકો સવાર હતા. તમામ યુવકો અમદાવાદના અમરાઈવાડી અને સિટીએમ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.



આ અકસ્માતના કારણે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. હાઈ-વે પર કન્ટેનર પાછળ બાઈક અથડાયા બાદ ચારેય યુવકોના મૃતદેહ રસ્તા પર ખરાબ હાલતમાં પડ્યા હતા. સ્થાનિક લોકોએ ઘટનાની માહિતી માતર પોલીસ સ્ટેશનમાં કરી હતી. અકસ્માત ની જાણ થતાં જ માતર પીએસઆઈ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે આગળની કાર્યવાહી કરતા ઓવર સ્પીડ કારણે બેલેન્સ રાખી ન શકતા અકસ્માત થયો હોવાનું પોલીસે પ્રાથમિક અનુમાન કાઢ્યું હતું.


નોંધનીય છે કે, આ ઘટનામાં ભોગ બનેલા મૃતકોના શબને માતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે લઈ જવામાં આવ્યા છે. માતર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube