અમદાવાદ : શહેરનાં નારોલ વિસ્તારનાં શાહવાડીમાં રહેતા અને છૂટક મજુરી કરતા યુવકની 2 વર્ષની બાળકીનું પૈસાની લેતીદેતીમાં અપહરણ થયું હતું. જો કે બાળકીનાં પિતાની ફરિયાદનાં આધારે પોલીસે ત્વરીત કાર્યવાહી કરતા અપહરણ કરનારા આરોપીઓની ધરપકડ કરી હતી. બાળકીને પણ મુક્ત કરાવીને તેના માતા પિતાને સોંપી હતી. 


અમદાવાદ : સગીર પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા મોબાઇલની લૂંટ કરી ગિફ્ટ આપ્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોપીએ યુવક થકી અન્ય વ્યક્તિને રૂ.4000 ઉઘાર આપ્યા હતા. જે પૈકી 3500 ન ચૂકવતા વ્યાજખોરે ભાન ભુલીને 2 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. નારોલ શાહવાડી પાસે આવેલી ભરવાડવાસની ગલીમાં રહેતા દુર્ગેશસિંહના પાડોશી જયરાજ વાઘેલાને 4000 રૂપિયાની જરૂર હતી. જેથી દુર્ગેશસિંહ પાસે ઉધાર માંગ્યા હતા. જો કે દુર્ગેશ પાસે નહી હોવાથી તેણે પોતાના મિત્ર રખિયાલમાં રહેતા સફાદિન ઉર્ફે સમીર રાય પાસેથી 4000 જયરાજને અપાવ્યા હતા. જો કે જયરાજે થોડા દિવસો બાદ 500 રૂપિયા પરત આપ્યા હતા. પરંતુ બાકીના 3500 રૂપિયા આપવામાં આનાકાની કરવા લાગ્યો હતો. 


Gujarat corona update: કોરોનાયુક્ત 879, કોરોના મુક્ત 513, સુરતમાં સ્થિતિ સ્ફોટક


જેથી સવારે 9 વાગ્યે સમીર દુર્ગેશસિંહના ઘરે પૈસાની ઉઘરાણી માટે આવ્યો હતો. જો કે દુર્ગેશ ઘરે નહી હોવાથી સફાદીન દુર્ગેશની 2 વર્ષની પુત્રી ખુશીને ચોકલેટ અપાવવાના બહાને અપહરણ કરીને ફરાર થઇ ગયો હતો. ત્યાર બાદ દુર્ગેશને ફોન કરીને બાકી નિકળતા 3500 રૂપિયા આપીને પોતાની પુત્રી લઇ જવા માટેની ધમકી આપી હતી. જેથી દુર્ગેશે પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. પોલીસે છટકુ ગોઠવીને સમીરને ફોન કરીને રખિયાલ પેટ્રોલપંપ પાસે પૈસા લઈને આવી જવા જણાવ્યું હતું. પૈસા લેવા આવેલો સમીર પોલીસ છટકામાં આબાદ ઝડપાઇ ગયો હતો. હાલ પોલીસે અપહરણ અને ખંડણી જેવા ગુના દાખલ કરીને તેની ધરપકડ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર