અમદાવાદ : સગીર પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા મોબાઇલની લૂંટ કરી ગિફ્ટ આપ્યો
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : પ્રેમીકાની મોબાઈલની જીદ પુરી કરવા માટે યુવકની હત્યા કરવામા આવી અને પ્રેમી યુવક હત્યારો બની ગયો. બનાવ છે શહેરના ઇસનપુર વિસ્તારમા આવેલ ગુરુજી બ્રિજનો કે જ્યાં યુવકની હત્યા નિપજાવનાર ત્રણ મિત્રોની ધરપકડ કરવામા આવી છે. પોલીસે યુવકની પ્રેમિકા અને તેની સગીર મિત્રની પણ અટકાયત ઇસનપુર પોલીસે કરી છે. ધરપકડ બાદ આરોપીઓની પૂછપરછ માં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઈસનપુર પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીના નામ કૃણાલ દલવાડી, હાર્દિક ઉર્ફે ચીમન અગ્રવાલ, શ્યામ ઉર્ફે લક્કી રાઠોડ. સાથે અન્ય બે સગીરાની અટકાયત કરી છે. ઈસનપુરમાં થયેલી ઉમંગ દરજીની હત્યાના ગુનામા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે આરોપી શ્યામ પાસે તેની સગીર પ્રેમીકાએ મોબાઈલ માંગ્યો હતો. જે મોબાઈલ મેળવવા માટે રસ્તા પર જઈ રહેલા ઉમંગને રોકી તેનો મોબાઈલ લુંટ્યા બાદ ઉમંગ પર તિક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા. જેમાં ઉમંગ દરજી નામના યુવકનુ મોત થયુ અને પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી.
હત્યાના ગુનામાં ઝડપાયેલા આ તમામ આરોપીઓ મિત્રો છે. એક ગૃપ બનીને તેઓ ગુરુજી બ્રિજના છેડે ભેગા થયા હતા. ત્યારે શ્યામની પ્રેમિકાએ તેની પાસે મોબાઈલ ફોન ગિફ્ટમાં માંગ્યો હતો. પણ શ્યામ પાસે પૈસા ન હોવાથી તે પ્રેમ સાબિત કરવા મોબાઈલ લાવવા મથ્યો હતો. બાદમા ઉમંગને રોકી શ્યામ અને હાર્દિક ઉર્ફે ચિમન અગ્રવાલે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. બાદમાં જ્યારે આરોપીને પકડવા માટે પોલીસની ટીમો ફરી રહી હતી ત્યારે અડધું અમદાવાદ ચોર પોલીસ રમ્યા પછી અને બાઇક 120 ની સ્પીડે દોડાવી ફિલ્મી ઠબે આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા.
મહત્વનુ છે કે પ્રેમીકાની સામાન્ય મોબાઈલની જીદ પુરી કરવા માટે પ્રેમી હત્યારો બન્યો અને હવે જેલના સળીયા ગણશે. જોકે સાથે સાથે હત્યામા મદદરૂપ થનાર પ્રેમીકા અને તેના મિત્રો પણ ગુનેગાર છે માટે તેમને પણ સજા ભોગવવી પડશે. જોકે સોથી મોટી વાત એ છે કે મોબાઈલ મેળવ્યા બાદ પણ શ્યામની સ્ટોરી ‘હમારી અધુરી કહાની’ જેવી જ રહી છે. ત્યારે આ પ્રેમ સ્ટોરી પુરી થાય કે ન થાય, ઉમંગના પરિવારે એક જુવાનજોધ પુત્ર ગુમાવ્યો છે જે ક્યારેય પરત નહી આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે