Gujarat corona update: કોરોનાયુક્ત 879, કોરોના મુક્ત 513, સુરતમાં સ્થિતિ સ્ફોટક

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 8 દિવસથી સરેરાશ 700ની આસપાસ કેસ આવવા લાગ્યા છે. આજે 879 નવા કોરોનાના દર્દી નોંધાયા હતા. જો કે સામે પક્ષે 513 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,64,646 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 

Gujarat corona update: કોરોનાયુક્ત 879, કોરોના મુક્ત 513, સુરતમાં સ્થિતિ સ્ફોટક

અમદાવાદ : ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 8 દિવસથી સરેરાશ 700ની આસપાસ કેસ આવવા લાગ્યા છે. આજે 879 નવા કોરોનાના દર્દી નોંધાયા હતા. જો કે સામે પક્ષે 513 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,64,646 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજે કુલ 3,25,442 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 3,22,788 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને 2654 લોકોને ખાનગી અથવા સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આજનાં રાજ્યમાં નોંધાયેલા દર્દીઓની વાત કરીએ તો હાલ કુલ 10661 એક્ટિવ કેસ છે. જ્યારે 67 દર્દીઓ વેન્ટીલેટર પર છે. 10594 સ્ટેબલ છે. 29189 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2047 લોકોનાં મોત નિપજ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં આજના દિવસમાં 13 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશન 3, જુનાગઢ 2, સુરતમાં 2, ખેડામાં 1 અને રાજકોટ કોર્પોરેશન 1 નો સમાવેશ થાય છે. આ પ્રકારે કુલ 13 લોકોનાં મોત નિપજ્યાં છે. 

નવા નોંધાયેલા કેસ
સુરત કોર્પોરેશન 205, અમદાવાદર કોર્પોરેશન 152, વડોદરા કોર્પોરેશન 68, સુરત 46, ભાવનગર કોર્પોરેશન 31, જુનાગઢ 29, મહેસાણા 23, રાજકોટ 23, રાજકોટ કોર્પોરેશન 23, સુરેન્દ્રનગર 21, અમદાવાદ 20, મોરબી 19, ગાંધીનગર 18, અમરેલી 16, ખેડા 16, વલસાડ 16, ભાવનગર 15, ભરૂચ 14, બનાસકાંઠા 13, જુનાગઢ કોર્પોરેશન 13, આણંદ 11, ગાંધીનગર કોર્પોરેશન 11, નવસારી 11, પંચમહાલ 10, દાહોદ 9, કચ્છ 7, વડોદરા 7, ગીર સોમનાથ 6, જામનગર કોર્પોરેશન 6, બોટાદ 5, પાટણ 4, છોટાઉદેપુર 3, સાબરકાંઠા 3, અરવલ્લી 2, તાપી 2 અને મહીસાગરમાં 1 કેસ નોંધાયો હતો. 

ડીસ્ચાર્જની વિગતો
સુરત કોર્પોરેશન 107, અમદાવાદ કોર્પોરેશન 125, વડોદરા કોર્પોરેશન 29, સુરત 31, જુનાગઢ કોર્પોરેશન 13, સુરેન્દ્રનગર 8, અમદાવાદ 8, મોરબી 7, ગાંધીનગર 8, અમરેલી 3, ખેડા 6, વલસાડ 6, ભરૂચ 18, જુનાગઢ કોર્પોરેશન 40, આણંદ 7, ગાંધીનગર કોર્પોરેશન 6, નવસારી 7, પંચમહાલ 3,  દાહોદ 4, કચ્છ 2, વડોદરા 2, જામનગર કોર્પોરેશન 7, બોટાદ 2,  પાટણ 3, છોટાઉદેપુર 1,  સાબરકાંઠા 9, અરવલ્લી 1, તાપી 3, દેવભુમિ દ્વારકા 1, જામનગર 2, નર્મદા 4 અને પોરબંદર 2

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news