ગૌરવ પટેલ, અમદાવાદ: 26 માર્ચના રોજ યોજાનારી ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી રસાકસી ભરી બની છે. રાજ્યસભાની 2 બેઠકો જીતવા માટે કોંગ્રેસ પાસે પુરતા મત હતા. જો કે, કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા કોંગ્રેસે બીજી બેઠક જીતવા માટે ના છુટકે અપક્ષનો સહારો લેવો પડશે. અથવા તો એક ઉમેદવારને ફોર્મ પરત ખેચવું પડશે. તો આવો જાણીએ શું થશે સ્થિતિ આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના કહેરને લઈ સરકાર દ્વારા મહત્વના પ્રવાસન સ્થળો કરાયા બંધ


ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ બે ઉમેદવાર અભય ભારદ્વાજ અને રમિલાબેન બારાને મેદાનમાં ઉતાર્યા તે સમયે 12 માર્ચના રોજ કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને રાજીવ શુક્લાનું નામ ચર્ચામાં આવ્યું હતું. જેને લઇને ગુજરાત કોંગ્રેસનો કલહ બહાર આવ્યો હતો. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓએ હાઇકમાન્ડ સામે વિરોધ વ્યક્ત કર્યો અને ભરતસિંહ સોલંકીને ટિકિટ આપવા માટે દબાણ કર્યું હતું.


મોડાસા માર્કેટ યાર્ડ ઘઉંની મબલખ આવકથી ઉભરાયું


હાઇકમાન્ડે ગુજરાત કોંગ્રેસના બળવા માટે તૈયાર થયેલા નેતાઓ અને ધારાસભ્યો સામે નમતુ જોખવું પડ્યું હતું. ના છુટકે હાઇકમાન્ડે ભરતસિંહ સોલંકીનું નામ જાહેર કર્યું હતું. કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકીનું નામ જાહેર થતાંજ ભારતીય જનતા પાર્ટીએ ટ્રમ્પ કાર્ડ રમતા હાંસીયામાં ધકેલાઈ ગયેલા નરહરી અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસના બંને ઉમેદવાર સચેત હતા કે, તેમના ધારાસભ્યો તુટસે અને તેમને રાજસ્થાન ખસેડવાનો સૈદ્ધાતિંક નિર્ણય થઇ ગયો હતો.


ગુજરાતમાં વધુ એક કોરોનાનો શંકાસ્પદ કેસ આવ્યો સામે


કોંગ્રેસ પાસે જીત માટે 73 તેમના ધારાસભ્યો અને એક અપક્ષ જિજ્ઞેશ મેવાણીનો મત હતો. તારીખ 13ના ફોર્મ ભરાયા બાદ રાજસ્થાન જવા ધારાસભ્યો ઉપડે તે પહેલાં જ રાજીનામાનો દોર શરૂ થઇ ગયો હતો અને એક બાદ એક કોંગ્રેસના 5 ધારાસભ્યો સોમાભાઈ ગાંડાભાઈ પટેલ, પ્રવિણ મારુ, પ્રદ્યુમ્મનસિંહ જાડેજા, મંગળ ગાવિત અને જેવી કાકડીયાએ રાજીનામું આપતાં કોંગ્રેસની સ્થિતિ બગડી હતી.


સુરતમાંથી ઝડપાઈ મોબાઈલ સ્નેચિંગ ગેંગ, 1.80 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત


કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અને જીતની શક્યતા પર નજર કરીએતો


આ છે આજની કોંગ્રેસની પરિસ્થિતિ
કુલ બેઠકો- 73 +1(અપક્ષ)
પક્ષાંતર(રાજીનામુ) - 5 ધારાસભ્યો,
કોંગ્રેસ આજે- 73-5 =68+1


રાજ્યસભા ગણિત
ચૂંટણી માટે કુલ બેઠકો - 4
જીત માટે આવશ્યક મત: 4+1 =5
168÷5 =33.6


કોંગ્રેસ - 68
ઉમેદવાર - 2
આવશ્યક: 33.6×2
33.6 =34 +1 =35
35×2 =70


કોંગ્રેસ-68 + અપક્ષ-1 = કોંગ્રેસ: 69


NCP: 1
BTP: 2


NCPના રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલાએ જાહેર કર્યા છે. ત્યારે જો તે મુજબ તેમનો 1 મત કોંગ્રેસને આપવામાં આવશે. આ અંગે ધારાસભ્યને વ્હીપ આપવામાં આવશે. હાલ કોંગ્રેસ આ પરિસ્થિતિ 68+1+1=70


રાજીનામાં આપનાર 5 ધારાસભ્યોને કોંગ્રેસે કર્યાં સસ્પેન્ડ, વિધાનસભા થઈ ખંડિત


બીટીપીના 2 મત પણ મહત્વના છે. જેના પર હાલ કોંગ્રેસની નજર છે. હવે આજે રાજસ્થાનના જયપુર સ્થિત શિવ વિલા પેલેસ ખાતે યોજાયેલી બેઠક પર નજર કરીએ તો બેઠકમાં એક લીટીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ઠરાવામાં સર્વ સત્તા હાઇકમાન્ડને સોપવામાં આવી છે. રાજીવ સાતવે ઉગ્ર સ્વભાવ બતાવતા જાહેર કર્યું હતું કે, ફોર્મ પરત ખેચવુ કે કેમ તથા ચૂંટણી લડવી કે કેમ તે પણ હાઇકમાન્ડ નક્કી કરશે. પાર્ટીએ ટીકીટ આપતી વખતે જ પ્રથમ પ્રેફરન્સ નક્કી કર્યો હતો.


અબડાસાના ધારાસભ્યે પ્રદ્યુમનસિંહ જાડેજાએ આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ...


બેઠકમાં ભરતસિંહના જુથના ધારાસભ્યોએ અલગ રજુઆત કરવા માગ કરી હતી. કોંગ્રેસના આબ્ઝર્વર રજની પાટીલ અને બીકે હરીપ્રસાદે ધારાસભ્યો સમક્ષ વાત મુકી હતી. રાજ્યસભામાં કોઇ અલગ મતની પાર્ટીમાં સીસ્ટમ નથી. રાજ્યસભાના ઉમેદવારની ટીકીટ અને પ્રેફરન્સ હાઇકમાન્ડ નક્કી કરે છે. રાજીવ સાતવે ધારાસભ્યોની બેઠકમાં કડક વલણ અપનાવ્યું હતું. કડક વલણ અપનાવતાં ધારાસભ્યો શાંત પડ્યા હતા. બેઠકનો ઓબ્ઝર્વર રીપોર્ટ હાઇકમાન્ડ સમક્ષ રજુ કરશે. હાઇકમાન્ડ આજે અથવા કાલે નિર્ણય કરશે.


કોરાના સંદર્ભે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારા સામે થશે કાર્યવાહી


બેઠક અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ કે, પ્રભારીની હાજરીમાં નિરીક્ષકો સાથે બેઠક કરવામાં આવી છે. બેઠકમાં ઠરાવ પસાર કરી સર્વ સત્તા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સોપવામાં આવી છે. પ્રભારી અને નિરીક્ષકો સોનિયા ગાંધીને રિપોર્ટ સોંપ્યા બાદ નિર્ણય કરવામાં આવશે. હાલમાં જે સ્થિતિ છે, પાંચ ધારાસભ્યોના રાજીનામાં બાદ BTP અને NCP સાથે ચર્ચા ચાલુ છે અને સમર્થન મળશે. આગળની રણનીતિ કેવી રીતે તૈયાર કરવી તે અંગે પણ અમારી તૈયારી છે. હાઇકમાન્ડ પણ BTP અને NCP સાથે ચર્ચા કરી રહ્યુ છે. ભાજપના સભ્યો જે સંપર્કમાં છે તે અંગે પણ પ્રભારીએ હાઈકમાન્ડને માહિતી આપી છે. કોંગ્રેસનું હાઇકમાન્ડ શરદ પવાર સાથે સંપર્કમાં છે. 


Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...