રાજેન્દ્ર ઠક્કર, કચ્છ : કચ્છમાં ભૂકંપ આવ્યા પછી 6 આફ્ટર શોક આવ્યાં. ઇન્ડીયન સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટએ આ માહિતી આપી. કચ્છના ભચાઉમાં રવિવારે રાતે 8.13 વાગ્યે 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.  ત્યારબાદ 6 આફ્ટર શોક આવ્યા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5.3 ની તિવ્રતા ધરતીકંપથી ધણધણ્યું ગુજરાત, ન ઘરમાં રહેવાય ન બહાર નિકળાય


પહેલો આફ્ટરશોક રાતે 8:19 વાગ્યે 3.1ની તીવ્રતાનો, બીજો આફ્ટરશોક 8:39 વાગ્યે 2.9ની તીવ્રતાનો, ત્રીજો આફ્ટર શોક 8:51 વાગ્યે 2.2ની તીવ્રતાનો, ચોથો આફ્ટરશોક 8:56 વાગ્યે 2.5ની તીવ્રતાનો, જ્યારે પાંચમો આફ્ટરશોક 10:02 વાગ્યે 3.7ની તીવ્રતાનો, અને છઠ્ઠો આફ્ટરશોક 10:04 વાગ્યે 2.5ની તીવ્રતાનો આવ્યો હતો. 


5.3ની તીવ્રતાના ભૂકંપથી ધણધણી ઉઠ્યું હતું ગુજરાત
સમગ્ર ગુજરાતમાં રવિવારે રાતે ભૂકંપનાં આંચકા અનુભવાયા. 5.3ની તીવ્રતાનો ધરતીકંપ અનુભવાયો. અમદાવાદ, વડોદરા, સુરત સહિતનાં મોટા ભાગનાં મહાનગરોમાં ધરતીકંપનો અનુભવ થયો.  તીવ્રતા અનુસાર કોરોનાના સંકટ વચ્ચે ધરતીકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે કોરોનાના સંકટનાં કારણે લોકો એકત્ર થઇ શકે તેમ નથી તો બીજી તરફ ધરતીકંપ આવવાનાં કારણે હાઇરાઇઝ બિલ્ડિંગમાં રહેવું પણ હિતાવહ નથી. જેનાં કારણે હાલ લોકોમાં ભારે અવઢવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 


આ VIDEO પણ ખાસ જુઓ...


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube