5.3 ની તિવ્રતા ધરતીકંપથી ધણધણ્યું ગુજરાત, ન ઘરમાં રહેવાય ન બહાર નિકળાય
સમગ્ર ગુજરાતમાં ભૂકંપનાં આંચકાઓ અનુભવાયા છે. 5.3ની તિવ્રતાનો ધરતીકંપ અનુભવાયો હોવાનું જણાવાઇરહ્યું છે. જો કે ગુજરાત સિસ્મોગ્રાફી કેન્દ્ર દ્વારા 4.7 ની તિવ્રતાનો ધરતીકંપ આવ્યો હોવાનું જણાવાઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધરતીકંપની તિવ્રતાને મુદ્દે કેન્દ્ર અને રાજ્યનાં સિસ્મોગ્રાફી કેન્દ્રોમાં અલગ અલગ તિવ્રતાની વાત છે.
Trending Photos
અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં ભૂકંપનાં આંચકાઓ અનુભવાયા છે. 5.3ની તિવ્રતાનો ધરતીકંપ અનુભવાયો હોવાનું જણાવાઇરહ્યું છે. જો કે ગુજરાત સિસ્મોગ્રાફી કેન્દ્ર દ્વારા 4.7 ની તિવ્રતાનો ધરતીકંપ આવ્યો હોવાનું જણાવાઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધરતીકંપની તિવ્રતાને મુદ્દે કેન્દ્ર અને રાજ્યનાં સિસ્મોગ્રાફી કેન્દ્રોમાં અલગ અલગ તિવ્રતાની વાત છે.
અમદાવાદ, વડોદરા, સુરત સહિતનાં મોટા ભાગનાં મહાનગરોમાં ધરતીકંપનો અનુભવ થયો છે. તિવ્રતા અનુસાર કોરોનાના સંકટ વચ્ચે ધરતીકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે કોરોનાના સંકટનાં કારણે લોકો એકત્ર થઇ શકે તેમ નથી તો બીજી તરફ ધરતીકંપ આવવાનાં કારણે હાઇરાઇઝ બિલ્ડિંગમાં રહેવું પણ હિતાવહ નથી. જેનાં કારણે હાલ લોકોમાં ભારે અવઢવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
2001ના ભૂકંપના એપીસેન્ટરની બિલકુલ નજીક આજનો ભૂકંપ આવ્યો
આજના ભૂકંપનું એપી સેન્ટર 2001ના વિનાશકારી ભૂકંપની નજીક જ હતું. સિસ્મોલોજી સેન્ટરના વરિષ્ઠ વૈજ્ઞાનિક સંતોષકુમારે ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે આફ્ટરશોક હજુ આવી શકે છે. રાત્રે ૮ અને 13 મિનિટે આવેલો ભૂકંપ ૫.૩ની તીવ્રતાવાળો હતો ત્યારબાદ ચારથી વધુ આફ્ટરશોક અનુભવવામાં આવ્યા છે. આ પ્રકારે આફ્ટરશોક એક અઠવાડિયાથી દસ દિવસ સુધી આવી શકે છે.
ગુજરાતમાં છેલ્લે જૂન ૨૦૧૨ના રોજ ૫.૧ની તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો હતો અને ત્યારબાદ એક સપ્તાહ સુધી આફ્ટરશોક અનુભવાયા હતા. સિનિયર સાયન્ટિસ્ટના જણાવ્યા પ્રમાણે ભૂતકાળના અનુભવો ઉપરથી જાણવા મળે છે કે એકવાર કોઇ મોટો ભૂકંપ આવે તો ત્યારબાદ નજીકના ભવિષ્યમાં બીજો કોઈ મોટો ભૂકંપ નથી આવતો. આમ છતાં ભૂકંપની ભવિષ્યવાણી કરવી શક્ય નથી તેવી વાત પણ તેઓ દ્વારા કરવામાં આવી હતી.
બીજી તરફ ધરતીકંપ આવ્યા બાદ આફ્ટરશોકનાં કારણે પણ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ધરતીકંપનનો અનુભવ સમગ્ર અમદાવાદમાં અનુભવાયો છે. કુદરત હાલ સામાન્ય માણસને કોથળે બાંધીને માર મારી રહી હોય તેવી સ્થિતી થઇ છે. ન તો ઘરમાં રહી શકાય અને ન તો બહાર નિકળી શકાય તેવી સ્થિતીનું સર્જન થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે