ઉદય રંજન, અમદાવાદઃ શહેરમાં  અનલૉક શરૂ થયા બાદ વાહન ચોરીના બનાવમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. આમ તો શહેરમાં ગયા વર્ષની સરખામણીએ વાહન ચોરીના બનાવોમાં ઘટાડો થયો છે. આ વર્ષે કોરોના વાયરસને કારણે લાગુ કરાયેલા લૉકડાઉનમાં સમગ્ર શહેરમાં પોલીસ તૈનાત હતી. આ સમયે ચોરીનું પ્રમાણ ઘટ્યું હતું. પરંતુ જ્યારથી અનલૉકની શરૂઆત થઈ છે ત્યારથી વાહન ચોરી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે. તો વાહન ચોરી બાદ રિકવરી રેટ પણ માત્ર 25થી 30 ટકા જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનલૉક બાદ વાહન ચોર ગેંગ બની બેફામ
અમદાવાદમા અનલૉક બાદ વાહન ચોરી કરતી ગેંગે આતંક મચાવી દીધો છે. છેલ્લા 3 મહિનામા તો વાહન ચોરીનુ પ્રમાણ ખુબ વધી ગયું છે.  એટલું જ નહિ વાહન ચોરીનો ભોગ સામાન્ય વ્યકિતની સાથે પોલીસ જવાન પણ બન્યા છે. તાજેતરમા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પાર્કિગમાંથી વાહન ચોર એક પોલીસ કર્મચારીનું વાહન ચોરીને જતો રહ્યો હતો. જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા.


શહેરમા ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ચોરીનુ પ્રમાણ સતત વધી રહ્યું છે. પરંતુ આકંડાની દ્રષ્ટીએ ગયા વર્ષની તુલનામાં ઓછું હોવાનુ પોલીસ અધીકારીઓ જણાવી તો રહ્યાં છે અને એવુ સ્વીકારી પણ રહ્યાં છે કે લૉકડાઉનના કારણે પોલીસ સતત બંદોબસ્તમા હોવાથી વાહન ચોરી અટકી હતી.


આંકડાઓ પર નજર રાખીએ તો લૉકડાઉનના કારણ વાહન ચોરી 3 મહિના માટે અટકી હતી. પરંતુ અનલોકમા જે રીતે વાહન ચોર બેફામ બન્યા છે તેને જોતા પોલીસની ચિંતા વધી છે. એટલું જ નહિ વાહન ચોરી બાદ રિકવરીમાં પોલીસ નિષ્ફળ રહી છે. પોલીસ 25થી 30 ટકા જ વાહનોને શોધી શકી છે.  જોકે લોકો પોતાના વાહનોની સંભાળ રાખવા પોલીસે અપીલ કરી છે.


મને 'મોડર્ન લાઇફસ્ટાઇલ' પસંદ નથી, સ્યુસાઇડ નોટ લખી બેન્ક મેનેજરની પત્નીનો આપઘાત

વાહન ચોરીથી બચવા પોલીસના સુચનો

-પોતાનું વાહન પે પાર્કિંગ માં પાર્ક કરો


-પાર્કિંગમાં cctv હોય તેનું ધ્યાન રાખો


-નવું વાહન લઈને સમયસર રેજીસ્ટ્રેશન કરવો


મહત્વનુ છે કે વાહન ચોરી કરતી ગેંગે પોલીસની ઉંઘ હરામ કરી દીધી છે. જેથી હવે પોલીસે વાહન ચોરને નિયંત્રણ લાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આ ઉપરાંત વાહનના રિકવરીને લઈને પોલીસે  હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનીકલ એનાલિસિસની મદદથી તપાસ ઝડપી કરી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube