હનીફ ખોખર/જુનાગઢ :જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશીની પૌત્રી "પરી"ની આજે અંતિમયાત્રામાં અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી જવાહર ચાવડા જોડાયા હતા અને શોક વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય લલિત વસોયા, હર્ષદ રીબડીયા, બાબુભાઇ વાજાએ પણ હાજરી આપી હતી અને શોક વ્યક્ત કર્યો હતો. જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશીની પૌત્રી "પરીનું  બે દિવસ પહેલા હૈદરાબાદ પાસે માર્ગ અકસ્માતમાં થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણા : 30 લાખ લિટર પાણીનો છંટકાવ કર્યો, ત્યારે જઈને 9 કલાક બાદ આગ કાબૂમાં આવી


[[{"fid":"216095","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"BhikhaJoshiMLA2.jpg","field_file_image_title_text[und][0][value]":"BhikhaJoshiMLA2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"BhikhaJoshiMLA2.jpg","field_file_image_title_text[und][0][value]":"BhikhaJoshiMLA2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"BhikhaJoshiMLA2.jpg","title":"BhikhaJoshiMLA2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


વાત ગળે નહિ ઉતરે, પણ સો ટકા છે સાચી : જે કામમાં ગુજરાત સરકારને આંટા આવી ગયા, તે એક નાનકડા ગામે કરી બતાવ્યું


પરીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં જુનાગઢના નાગરિકો જોડાયા હતા. આ દુખદ પ્રસંગે જુનાગઢના સંતો-મહંતોની હાજર પણ રહી હતી. બધાએ ભારે હૃદયે નાનકડી પરિને અશ્રુભીની વિદાય આપી હતી. જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પરિવારના કુલ 7 સભ્યો આંધ્રપ્રદેશ ફરવા ગયા હતાં. હૈદરાબાદથી 70 કિલોમીટર દૂર આ અકસ્માત કાર અને ટ્રક વચ્ચે થયો હતો. આ ભીષણ અકસ્માતમાં મનોજ જોશીના પુત્રી અને ભીખાભાઈ જૌશીના પૌત્રી પરી જોશીનું મોત નિપજ્યું છે. તો પરિવારના અન્ય ઈજાગ્રસ્ત સભ્યોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.



ઉલ્લેખનીય છે કે, શનિવારનો ગુજરાતના કોંગ્રેસના બે ધારાસભ્યો માટે ગોઝારો બની ગયો. એક તો કોંગ્રેસના ધારાસભ્ય અને લોકસભા 2019ની ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના દીકરાનું અકસ્માતમાં મોત થયું હતું. તો બીજી તરફ જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પરિવારને નડ્યો. જેમાં તેમની પૌત્રીનું મોત નિપજ્યું હતું.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :