પંચમહાલમાં દીપડાના ચાર પરિવારનો વસવાટ, ઉપરાઉપરી 3 હુમલા બાદ દરેક ઘરમાં ગભરાટ
પંચમહાલમાં દીપડાની દહેશત સતત વધતી જઈ રહી છે. જિલ્લાના અંતરિયાળ એવા ઘોઘંબા તાલુકામાં 5 દિવસમાં દીપડાના હુમલા (leopard attack) ના 3 બનાવો ઉપરાઉપરી બનતા હવે મોડે મોડે વન વિભાગ (forest department) હરકતમાં આવ્યું છે. હુમલાખોર દીપડો માનવભક્ષી છે. તે પહેલાં તેને પાંજરે પુરવા અને લોક જાગૃતિ માટે પત્રિકાઓ વહેંચવા સુધીની કવાયત વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :પંચમહાલમાં દીપડાની દહેશત સતત વધતી જઈ રહી છે. જિલ્લાના અંતરિયાળ એવા ઘોઘંબા તાલુકામાં 5 દિવસમાં દીપડાના હુમલા (leopard attack) ના 3 બનાવો ઉપરાઉપરી બનતા હવે મોડે મોડે વન વિભાગ (forest department) હરકતમાં આવ્યું છે. હુમલાખોર દીપડો માનવભક્ષી છે. તે પહેલાં તેને પાંજરે પુરવા અને લોક જાગૃતિ માટે પત્રિકાઓ વહેંચવા સુધીની કવાયત વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સીઆર. પાટીલના ભાઈને કોરોના થયો
છેલ્લા એક સપ્તાહમાં ઘોઘંબા તાલુકાના ચાઠા, વાવકુલ્લી, ધરમ ખેતર જેવા ગામોમાં દીપડાએ દોઢ અને બે વર્ષના બે માસુમ બાળકો અને એક મહિલાને નિશાન બનાવ્યા છે. બાળકો પર હુમલાના કિસ્સામાં તો માસુમોને જડબામાં જકડી ઢસડી જવા સુધીની ઘટના બની હતી. પરંતુ સદનસીબે ત્રણેય કિસ્સાઓમાં ઇજાગ્રસ્તોના જીવ બચી ગયા હતા. સ્થાનિક લોકોએ આ અંગે વન વિભાગને અનેક વખત રજૂઆતો કરી હતી કે, આ વિસ્તારમાં દીપડો પશુઓનું મારણ કરી રહ્યો છે અને સ્થાનિકો પર પણ હુમલાઓ કરી રહ્યો છે. ત્યારે સ્થાનિકો પર થયેલ હુમલાઓ અને રજૂઆતો બાદ વન વિભાગ એક્શનમાં જોવા મળી રહ્યું છે.
સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતા અમદાવાદનો સૌથી મોટો મોલ બંધ કરાવાયો
ઘોઘંબા તાલુકાના સીમળિયા વિસ્તારમાં અંદાજીત 890 હેકટરમાં જંગલ વિસ્તાર પથરાયેલો છે. આ વિસ્તારમાં ગોધરા વન વિભાગના એસીએફ મહેન્દ્રસિંહ સોલંકીના જણાવ્યા મુજબ, દીપડાના ચાર પરિવાર આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. અહીં અગાઉ દીપડા પાલતુ પ્રાણીઓ ઉપર હુમલો કરવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. સ્થાનિકો જંગલ વિસ્તારમાં વસવાટ કરતાં હોવાથી આ બાબતને નજર અંદાજ કરતાં હતાં. પરંતુ છેલ્લા પાંચ દિવસમાં દીપડાએ અંદાજીત સાત કિમી ત્રિજ્યા વિસ્તારમાં બે બાળકો અને એક મહિલા ઉપર હુમલો કરવાની ઘટનાને પગલે સ્થાનિકોની ઉંઘ હરામ થઈ ગઈ છે.
જામનગર ભાજપના કોર્પોરેટર કેતન નાખવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ઉપરાઉપરી માનવ વસ્તીમાં આવી દીપડો હુમલો કરતાં અહીંના રહીશોને દીપડો માનવભક્ષી બન્યો હોવાનો ડર સતાવી રહ્યો છે. જેમાં પણ બાળકોને જ ટાર્ગેટ બનાવી દીપડો હુમલો કરી રહ્યો છે. જોકે બે બનાવ બાદ ત્રીજો બનાવ બનતાં વન વિભાગ સફાળું જાગી ગયું છે. ખુદ નાયબ ડીએફઓ જ રજાનો દિવસ હોવા છતાં ધરમ ખેતર અને ચાઠા ગામે સ્ટાફ સાથે દોડી ગયા હતા. વન વિભાગે બંને ગામમાં બે પાંજરા ગોઠવી દીપડો પાંજરે પુરવા કવાયત શરૂ કરી છે. બીજી તરફ ગામમાં જન જાગૃતિના પ્રયાસો શરૂ કરી પત્રિકાઓ વહેંચણી શરૂ કરી છે. જોકે દીપડાએ ગઈ કાલે બંને ગામમાં દેખા દીધી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં પણ વાવકુલ્લી ગામના ડુંગર ફળિયામાં મહિલા ઘર આંગણે બેઠી હતી, જેના ઉપર હુમલો કરતાં જ બાળકો સહિતના લોકોએ દેકારો મચાવતાં જ દીપડો ઉભી પૂછડીયે ભાગ્યો હતો. જેથી હાલ સ્થાનિકો આખી રાત ઉજાગરા કરી દીપડો ક્યારે પાંજરે પુરાશે એની રાહ જોઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર