જામનગર ભાજપના કોર્પોરેટર કેતન નાખવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

જામનગરમાં શાસકપક્ષ ભાજપના નગરસેવકને કોરોના થયો છે. ભાજપના નગરસેવક કેતન નાખવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં નગરસેવક હોમ આઇસોલેટ થયા છે. ભાજપના નગરસેવકના સંપર્કમાં આવનાર લોકો પણ સતર્ક થઈ ગયા છે. તેમના સંપર્કમા આવનાર વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી પણ સેલ્ફ ક્વોરેન્ટાઈન થયા છે. જામનગરમાં નગરસેવકને કોરોના પોઝિટિવની પ્રથમ ઘટના બની છે.

જામનગર ભાજપના કોર્પોરેટર કેતન નાખવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

મુસ્તાક દલ/જામનગર :જામનગરમાં શાસકપક્ષ ભાજપના નગરસેવકને કોરોના થયો છે. ભાજપના નગરસેવક કેતન નાખવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં નગરસેવક હોમ આઇસોલેટ થયા છે. ભાજપના નગરસેવકના સંપર્કમાં આવનાર લોકો પણ સતર્ક થઈ ગયા છે. તેમના સંપર્કમા આવનાર વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી પણ સેલ્ફ ક્વોરેન્ટાઈન થયા છે. જામનગરમાં નગરસેવકને કોરોના પોઝિટિવની પ્રથમ ઘટના બની છે.

સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતા અમદાવાદનો સૌથી મોટો મોલ બંધ કરાવાયો

જામનગરમાં આજે એક પત્રકાર ઇકબાલ અધામ અને તેના પત્ની હીનાબેન અધામનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેના બાદ જામનગર મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર કેતનભાઈ નાખવાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જામનગરમાં કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાનો પ્રથમ કિસ્સો બન્યો છે. કોર્પોરેટ કેતન નાખવાને ઘર પર જ હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. કોર્પોરેટર કેતન નાખવાએ ફેસબુકના માધ્યમથી તેમના સંપર્કમાં આવનાર તમામ લોકોને સેલ્ફ ક્વોરેન્ટાઈન થવાની સલાહ આપી છે. તેમજ કોરોનાનો રિપોર્ટ કરાવવાની અપીલ કરી છે. કોર્પોરેટર કેતન નાખવાના સંપર્કમાં આવવાથી જામનગર વિરોધપક્ષના નેતા અલતાફભાઈ ખફી પણ સેલ્ફ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news