અમદાવાદ: લોકરક્ષક દળ પેપરલીક મામલે આજે વધુ નવા ખુલાસાની સાથે ચાર આરોપીની આખરે ધરપકડ થઈ છે. જો કોર્ટમાં પુરવાર થાય તો આરોપીઓનો જનમટીપ કેદની સજા થઇ શકે છે. પેપરલીક કૌભાંડમાં આરોપીઓ સામે ઇન્ડીયન પીનલ કોડ 406,409,420,અને 120 બી મુજબ ગુન્હો દાખલ કરવામા આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેપર લીક કૌભાંડમાં ચાર આરોપીઓના નામ સામે આવ્યા હતા. જેમાં ભાજપમાંથી મનહર પટેલ, મુકેશ ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો PSI પી.વી.પટેલની સંડોવણી સામે આવતા તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પી.વી.પટેલની ગાંધીનગરમાં ડ્યૂટી હતી. પી.વી.પટેલ બાયોમેટ્રિક વેરીફિકેશન પર હતો. સાથે જ આરોપી યશપાલસિંહ સોલંકીનું પણ નામ ખૂલ્યું છે. ઉમેદવાર રૂપલ શર્માની પણ સંડોવણી સામે આવી હતી. પોલીસે તાત્કાલિક તમામ સામે FIR દાખલ કરીને સસ્પેન્ડ કરી દીધા છે. સાથે આ ચારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પેપરલીક કૌભાંડમાં આરોપીઓ સામે ઇન્ડીયન પીનલ કોડ 406,409,420,અને 120 બી મુજબ ગુન્હો દાખલ કરવામા આવ્યો છે.


વધુ વાંચો: પેપર લીક કેસમાં રૂપલ શર્મા સાથે કોંગ્રેસના MLAનું નામ આવ્યું સામે, જાણો શું છે મામલો


આરોપીઓ સામે જે કલમ લગાડવામાં આવી છે તેને સમજીએ તો...


કલમ 406: ગુનાહિત વિશ્વાસઘાત માટેની સજા
જો કોઇ વ્યક્તિ ગુનાહિત વિશ્વાસઘાત કરે તો તેમને 3 વર્ષની કેદ, આર્થિક દંડ અથવા બંને પ્રકારની સજા થઇ શકે છે.


કલમ 409: રાજ્ય સેવક અથવા બેંકર વેપારી એજન્ટ દ્વારા ગુનાહિત વિશ્વાસઘાત કરવા બાબતે
જો કોઇ વ્યક્તિ પોતે રાજ્ય સેવકની પદ પરથી ગુનાહિત વિશ્વાસઘાત કરે તો તેને જનમટીપ અથવા તો 10 વર્ષની કે, આર્થિક દંડ અથવા તો બંને થઇ શકે છે.


વધુ વાંચો: ગુજરાત નોંધારૂ નથી, ઉમેદવારોને 10 દિવસમાં વળતર નહીં મળે તો હું પોતે બહાર આવીશ: શંકરસિંહ


કલમ 420: છેતરપીંડી
આરોપી પર આ કલમ પુરવાર થાય તો તેને 7 વર્ષની કેદ અથવા આર્થિક દંજ અથવા બંને થઇ શકે છે.


કલમ 120બી
જો કોઇ ગુનામાં જનમટીપ કે બે વર્ષથી વધારેની સજા થઇ હોય અને દુષ્પેરણ કર્યાનું પુરવાર થયા તો તે મુજબની સજા થઇ શકે છે. અને આ સિવાયના ગુનામાં કાવતરૂ પુરવાર થાય તો ઓછામાં ઓછી 6 મહિનાની સજા થઇ શકે છે.


વધું વાંચો: પેપર લીક કાંડ: NSUI અને કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં વિરોધ, સુરતમાં યોજાયું CMનું બેસણું


આ અંગે જાણીતા ધારાશાસ્ત્રી રાજેન્દ્ર શુક્લાએ કહ્યું કે, જો કેસ પુરવાર થાય અને આરોપીઓ ગુનેગાર ઠેર તો તેમને મહત્તમ જનમટીપની સજા થઇ શકે છે. જો કે આ કેસમાં આરોપીઓ પાસેથી વળતર પણ વસુલ કરવાની કલમ લગાડવાની તેમણે માગ કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યના 9 લાખ યુવાનો જ્યારે પરીક્ષા આપવા માટે આવ્યા હતા ત્યારે તેમને આર્થિક ખર્ચ થયો હયો તે પણ આરોપીઓ પાસેથી વસુલવો જોઇએ.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...