ગાંધીનગર : ગાંધીનગરના અડાલજ (Adalaj)માં આવેલા ત્રિમંદિરની બાજુમાં આવેલા ક્રિકેટના ગ્રાઉન્ડમાં દ્દારુની મહેફિલ માણતા 14 નબીરાઓની અડાલજ પોલીસે (Police) ધરપકડ કરી છે. તેમની પાસેથી પોલીસે 9 દારૂની બોટલ, 14 મોબાઈલ અને 1 કાર કબજે કરી છે. આરોપી કેવિન પટેલની બહેનના લગ્ન થવાના હોવાથી તેણે મિત્રોને દારૂની પાર્ટી આપી હતી. અડાલજ પોલીસે બાતમીના આધારે રેઇડ પડી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યુત સહાયકની રદ થયેલી પરીક્ષા સંદર્ભે ઉર્જા વિભાગનો મોટો ખુલાસો, કરી સત્તાવાર જાહેરાત


અડાલજ પોલીસને બાતમી મળી હતી કે ત્રિમંદિર રોડ પર સોહમ કોલ્ડ સ્ટોરેજ પાસે આવેલા ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ ચાલી રહી છે. કેટલાક છોકરા અને છોકરીઓ ત્યાં બેઠા છે અને તેમાં કેટલાક લોકો દારૂની મહેફિલ પણ માણે છે. પોલીસે રેઇડ કરીને યુવાનોને ઝડપી લીધા હતા અને તેમની તપાસ કરવામાં આવી હતી. 


ઊંઝામાં 150 કરોડના ખર્ચે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની તૈયારીઓ ધમધોકાર, વિગતો જાણીને આંખો થશે પહોળી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...


પોલીસે પકડેલા નબીરાઓના નામ 


  1. સોહમ દેવેન્દ્રભાઈ પ્રજાપતિ ( ગાંધીનગર)

  2. રૂમિત હરીશભાઈ પટેલ (આંબાવાડી, અમદાવાદ)

  3. અર્પિત પંકજભાઈ શાહ (આંબાવાડી, અમદાવાદ)

  4. મીલન બળવંતભાઈ પટેલ ( ટેલીફોન એક્સચેન્જ, બોપલ )

  5. પાર્થ શૈલેષભાઈ પટેલ (નારણપુરા )

  6. સૌમીલ નરસિંહભાઈ પટેલ (અગ્રવાલ ટાવર, અમદાવાદ)

  7. સંકેત ભરતભાઈ પટેલ (હિમાલીયા મોલ )

  8. ધ્રુવ ચંદ્રકાંત પટેલ (ગુલાબટાવર, થલતેજ )

  9. વિશ્વજીતસિંહ જટુભા રાણા (થલતેજ )

  10. નકુલ પ્રવિણભાઈ પટેલ (બોડકદેવ)

  11. ચિરાગ સુરેશભાઈ પટેલ (ઘાટલોડીયા)

  12. જીગર વિરેન્દ્રભાઈ પટેલ (ઉસ્માનપુરા )

  13. વંદીત અરવિંદભાઈ પટેલ ( નવરંગપુરા)

  14. કેવીન સુનીલભાઈ પટેલ (ઘાટલોડીયા)