વિદ્યુત સહાયકની રદ થયેલી પરીક્ષા સંદર્ભે ઉર્જા વિભાગનો મોટો ખુલાસો, કરી સત્તાવાર જાહેરાત

 છેલ્લા કેટલાક સમયથી સરકારી નોકરીઓની ભરતીઓ મામલે મોટો વિવાદ થઈ રહ્યો છે. તાજેતરમાં રાજ્યમાં ગૌણ સેવાની ભરતી પરીક્ષાના પેપર લિકને કારણે મોટી સમસ્યા ઉભી થઈ હતી. હવે ફરીથી એકવાર સ્થિતિ ઉભી થઈ છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે સરકારી કંપની PGVCl, DGVCl, MGVCL માટે 150 એન્જિનિયરો અને 700થી વધુ કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પરીક્ષા રદ કરવા માટેનું કારણ આપ્યાં વગર જ માત્ર એક મેસેજ આપીને ભરતી રદ કરવામાં આવી છે. હવે વિદ્યુત સહાયકની રદ થયેલી પરીક્ષા સંદર્ભે ઉર્જા વિભાગે મોટો ખુલાસો કરીને સત્તાવાર જાહેરાત કરી છે. 
વિદ્યુત સહાયકની રદ થયેલી પરીક્ષા સંદર્ભે ઉર્જા વિભાગનો મોટો ખુલાસો, કરી સત્તાવાર જાહેરાત

હિતલ પારેખ, ગાંધીનગર : છેલ્લા કેટલાક સમયથી સરકારી નોકરીઓની ભરતીઓ મામલે મોટો વિવાદ થઈ રહ્યો છે. તાજેતરમાં રાજ્યમાં ગૌણ સેવાની ભરતી પરીક્ષાના પેપર લિકને કારણે મોટી સમસ્યા ઉભી થઈ હતી. હવે ફરીથી એકવાર સ્થિતિ ઉભી થઈ છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે સરકારી કંપની PGVCl, DGVCl, MGVCL માટે 150 એન્જિનિયરો અને 700થી વધુ કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પરીક્ષા રદ કરવા માટેનું કારણ આપ્યાં વગર જ માત્ર એક મેસેજ આપીને ભરતી રદ કરવામાં આવી છે. હવે વિદ્યુત સહાયકની રદ થયેલી પરીક્ષા સંદર્ભે ઉર્જા વિભાગે મોટો ખુલાસો કરીને સત્તાવાર જાહેરાત કરી છે. 

ઉર્જા વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ભરતી માટેની નવી જાહેરાત એક સપ્તાહની અંદર બહાર પડશે. પહેલાં કુલ 850 જગ્યાઓ માટે ભરતી હતી પણ હવે 1500થી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવશે. હવે નવી જાહેરાતમાં EWS (Economically Weaker Section)ના નિયમોનો અમલ નવી જાહેરાતમાં કરવામાં આવશે. આ સિવાય ઇ ડબલ્યુ એસ નો અમલ નવી જાહેરાતમાં કરવામાં આવશે. આ સિવાય એન્જિનિયરિંગ માટે લઘુતમ લાયકાત 55 ટકા કરવામાં આવી છે. વિદ્યુત સહાયકની ભરતીમાં અગાઉ 60% નું ધોરણ હતું પણ હવે 55% નું ધોરણ નિયત કરવામાં આવ્યું છે.

પરીક્ષા રદ કરવા વિશેની વધુ માહિતી www.dgvcl.com વેબસાઈટની પર મળશે. થોડા જ સમયમાં આ અંગેની બીજી જાહેરાત પણ બહાર પાડવામાં આવશે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારે આ ભરતી માટેની લાયકાત નક્કી કરવામાં આવી હતી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે આ ભરતી પરીક્ષા રદ કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news