લોકડાઉનનું પાલન કરાવવા પોલીસ દ્વારા મનોરંજન પૂરું પાડવા LIVE પરફોર્મન્સ
અમદાવાદના વસ્ત્રાપુર પોલીસે પણ આ પહેલ શરૂ કરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં જઈ લોકોને મનોરંજન પૂરું પાડશે.
મૌલિક ધામેચા, અમદાવાદ: રાજ્યભરમાં કોરોના વાયરસ ની મહામારીને પગલે લોકડાઉનનું કડકપણે પોલીસ પાલન કરાવી રહી છે. ત્યારે પોલીસનો સખ્તાઈ ભર્યો એક ચેહરો તમે જોયો હશે ,પણ લગભગ પોલીસ એન્ટરટેઇનમેન્ટ આપી રહી હોય તેઓ નહીં જોયું હોય પણ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસે પણ આ પહેલ શરૂ કરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં જઈ લોકોને મનોરંજન પૂરું પાડશે.
લાઈવ સીગિંગ કરીને લોકોને એક મનોરંજન પૂરું પાડી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં અનેક મહારાષ્ટ્રના એવા વીડિયો તમે વાયરલ થયેલાં જોયા હશે કે જેમાં પોલીસ સંગીતના સૂર રેલાવી શહેરીજનોને મનોરંજન પૂરું પાડે છે. તેવામાં અમદાવાદીઓ માટે પોલીસનું આ મનોરંજન આહલાદક બનશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર