શરમ કરો ગુજરાતીઓ, તમે કોરોનાના દર્દીને અંતિમ સંસ્કાર માટે 8 ફૂટ જમીન પણ ન આપી શક્યા
આપણે બીમારીથી લડવાનું છે, બીમારથી નહિ... કોઈને પણ ફોન લગાવો એટલે આવતી કોલરટ્યુટનમાં સૌથી પહેલુ વાક્ય આ જ હોય છે. કોરોના મહામારીમાં કોરોનાના દર્દી સાથે અછૂત જેવો વહેવાર ન કરવાની વારંવાર સરકાર તથા તબીબો દ્વારા સલાહ આપવામા આવે છે. તેમ છતાં લોકો લાગણી ભૂલી જાય છે. ગુજરાતમા એક મૃતદેહ છેલ્લાં 23 કલાકથી અંતિમ સંસ્કાર ઝંખી રહ્યું છે, પણ મોત બાદ પણ મલાજો લોકો સાચવી શક્યા નથી. લાગે છે કે, ગુજરાતીઓની માનવતા મરી પરવારી છે. ભરૂચમાં કોરોના પોઝિટિવ દર્દીના મૃતદેહના અંતિમ સંસ્કાર માટેનો વિવાદ એક દિવસ બાદ પણ શમ્યો નથી. પહેલા બે શહેરોના લોકોએ મૃતદેહને અંતિમ સંસ્કાર કરવા ના પાડી દીધી, જેથી પોલીસ તંત્ર દ્વારા જ્યારે નદી કિનારે દફનવિધિ કરવાનું નક્કી કર્યું તો ત્યાં પણ લોકો પહોંચી ગયા અને વિરોધ કર્યો. આમ, 23 કલાક બાદ પણ અંતિમવિધિ પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.
ભરત ચૂડાસમા/ભરૂચ :આપણે બીમારીથી લડવાનું છે, બીમારથી નહિ... કોઈને પણ ફોન લગાવો એટલે આવતી કોલરટ્યુટનમાં સૌથી પહેલુ વાક્ય આ જ હોય છે. કોરોના મહામારીમાં કોરોનાના દર્દી સાથે અછૂત જેવો વહેવાર ન કરવાની વારંવાર સરકાર તથા તબીબો દ્વારા સલાહ આપવામા આવે છે. તેમ છતાં લોકો લાગણી ભૂલી જાય છે. ગુજરાતમા એક મૃતદેહ છેલ્લાં 23 કલાકથી અંતિમ સંસ્કાર ઝંખી રહ્યું છે, પણ મોત બાદ પણ મલાજો લોકો સાચવી શક્યા નથી. લાગે છે કે, ગુજરાતીઓની માનવતા મરી પરવારી છે. ભરૂચમાં કોરોના પોઝિટિવ દર્દીના મૃતદેહના અંતિમ સંસ્કાર માટેનો વિવાદ એક દિવસ બાદ પણ શમ્યો નથી. પહેલા બે શહેરોના લોકોએ મૃતદેહને અંતિમ સંસ્કાર કરવા ના પાડી દીધી, જેથી પોલીસ તંત્ર દ્વારા જ્યારે નદી કિનારે દફનવિધિ કરવાનું નક્કી કર્યું તો ત્યાં પણ લોકો પહોંચી ગયા અને વિરોધ કર્યો. આમ, 23 કલાક બાદ પણ અંતિમવિધિ પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.
ભરૂચ-અંકલેશ્વરમાં સ્થાનિકોએ કોરોના દર્દીના અંતિમ સંસ્કાર ન કરવા દીધા, લોકોએ અછૂત જેવો વ્યવહાર કર્યો
બન્યું એમ હતું કે, અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ગઈકાલે બપોરે એક નિવૃત્ત પોલીસ કર્મચારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વૃદ્ધના મોત બાદ તેઓના અંતિમ સંસ્કાર માટે તેઓને ભરૂચ ખાતેના દશાશ્વમેઘ ઘાટ પાસે લઈ જવાયા હતા. પરંતુ સ્થાનિકોએ કોરોનાગ્રસ્ત દર્દીના અંતિમ સંસ્કાર અહીં કરવાની મનાઈ ફરમાવી હતી. સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સમજાવવા છતા પણ તેઓ અહી અંતિમ સંસ્કાર કરવા માન્યા ન હતા. જોકે, સ્થિતિ વધુ વણસે નહિ તે માટે મૃતદેહને અંકલેશ્વરના રામકુંડ સ્મશાન ગૃહમાં લઈ જવાયો હતો. પરંતુ ત્યાં પણ સ્થાનિક લોકોએ અંતિમક્રિયાનો વિરોધ દર્શાવ્યો હતો. કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીને અહી અંતિમ સંસ્કાર નહિ કરવા દેવાય તેવો લોકોનો મત હતો. બે શહેરોમાં વિરોધ બાદ આખરે મૃતદેહને કોવિડ-19 હોસ્પિટલમાં પરત મોકલી દેવાયો હતો. આજે બીજા દિવસે પણ લોકો ન માનતા તંત્ર અવઢવમાં મૂકાયું હતું. જોકે, બાદમાં નર્મદા નદી કાંઠે અંતિમક્રિયા કરવાનો નિર્ણય કર્યો હતો. જેના બાદ આજે બીજા અન્ય એક કોરોનાના દર્દીના મૃતદેહ સાથે લઈને પોલીસ નદી કાંઠે પહોંચી હતી.
મોરબીમાં કોરોનાને ડામવા અનાજના વેપારીઓનો નિર્ણય, દુકાનો 8 થી 3 ખુલ્લી રખાશે
પરંતુ આજે જ્યારે મૃતકની દફનવિધિ માટે નર્મદા નદી કિનારે ખોદકામ માટે તંત્ર દ્વારા જે.સી.બી.મંગાવવામાં આવ્યું, તો સ્થાનિકો લોકોએ તેનો પણ વિરોધ નોંધાવ્યો. જેસીબી સામે ઊભા રહીને લોકોએ વિરોધ કર્યો. ત્યાં હાજર ડીવાયએસપી વાઘેલાએ સ્થાનિક લોકોને ચોખ્ખું કહી દીધું હતું કે, હું તમને વિનંતી નથી કરતો. પરંતુ વોર્નિંગ આપું છું કે અહીંથી હવે જતા રહો.તંત્રના કામમાં અવરોધો ઊભા કરશો તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. જોકે, સ્થાનિકોનો વિરોધ હજુ પણ યથાવત છે.
શુ ગુજરાતીઓની માનવતા મરી પરવારી છે કે, કોરોનાના દર્દી સાથે આવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. એક કમનસીબના મોત બાદ પણ તેનો મલાજો કોઈ સાચવવા તૈયાર નથી. ગુજરાતીઓ એટલી હદે લાગણીહિન થઈ ગયા છે કે, કોરોનાના દર્દીના અંતિમ સંસ્કાર ન થાય તે માટે સ્મશાનગૃહને તાળુ મારી દે છે અને ધુમાડાથી કોરોના ફેલાય તેવી વાહિયાત દલીલ કરી રહ્યાં છે.
અંતિમ સંસ્કાર ન કરવા દેવાની દલીલ કરતા આ લોકો ટોળા કરીને વિરોધ કરવા ભેગા થયા, પણ શું તેઓ અંતિમ સંસ્કાર ન કરવા દેવા એટલા મક્કમ હતા કે, સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ભૂલી ગયા. મહિલાઓ માસ્ક પહેરીને ટોળેટોળા કરીને ઉભી રહી. પણ કોઈએ પાછળ વળીને બે મૃતદેહો પર નજર ન કરી, જેઓ 24 કલાકથી અંતિમ સંસ્કાર ઝંખી રહ્યા છે. શુ હશે તેઓના પરિવારજનોની વેદના એ તો જરા સમજો.
આમ, હાલ નર્મદા નદીના કાંઠે કોરોનાના બે દર્દીના મૃતદેહો પડ્યા છે, રાહ જોઈ રહ્યા છે કે ટોળામાંથી એક તો આગળ આવીને માનવતા દાખવે. પણ તેઓને કોણ સમજાવે કે કોરોનાકાળમાં આ લોકો માનવતા ભૂલી ગયા છે....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર