અમરેલી:  જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી વરસાદને લઈને મુખ્ય માર્ગો ઉપર ખાડા પડતા લોકો પરેશાન થઈ ગયા છે. વરસાદને લઈને મોટાભાગના માર્ગો ઉપર ખાડા પડી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જાણે અમરેલી ખાડા નગરી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર: રાજવી પરિવાર દ્વારા પરંપરાગત રીતે નિકળંક મહાદેવને ધ્વજા પૂજન કરાયું


અમરેલી શહેરના લોકો બિસ્માર રસ્તાઓને લઈ પરેશાની ભોગવી રહ્યા છે.વરસાદને લઈ શહેરના મુખ્ય માર્ગો ઉપર ખાડાઓ જોવા મળી રહ્યા છે. વરસાદ આવતાજ શહેરના રસ્તાઓ બિસ્માર બની ગયા છે. શહેરીજનો પોતાના વાહનો લઈને નીકળે છે ત્યારે વાહન કઈ બાજુથી ચલાવવું તે એક પ્રશ્ન બની ગયો છે. સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે રસ્તાઓનું સમારકામ થયા અને મસમોટા ગાબડા પડી ગયા છે તેને તુરંત રીપેર કરવામાં આવે તેવું લોકો કહી રહ્યા છે. 


મોરબી: પેટાચૂંટણી પહેલા તડજોડનું રાજકારણ, કોંગ્રેસની તાલુકા પંચાયત ખતરામાં


અમરેલી શહેરના મુખ્ય માર્ગો એટલા બિસ્માર થઈ ગયા છે કે, શહેરના સેન્ટર પોઈટ વિસ્તામાં, રાજકમલ ચોક, રાજ મહેલ વિસ્તાર, બસ સ્ટેશન રોડ,સિવિલ હોસ્પિટલ રોડ,ચક્કર ગઢ રોડ વિસ્તારમાં રસ્તાઓમા ખાડા પડી ગયા છે. વરસાદના લઈને શહેરના મુખ્ય રસ્તાઓ પર ખાડા પડી જતા વાહનચાલકો તેમજ રાહદારીઓ પરેશાન થઈ ગયા છે. આ રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.  રસ્તા ઉપર મસમોટા ખાડા પડી જતા સ્થાનિકોને અકસ્માત થવાનો પણ ભય લાગે છે. આ રસ્તાઓ વરસાદની સિઝનમાં વરસાદના પાણીને લઇને શહેરના મુખ્ય રસ્તાઓ જાણે ખાડા નગરી બની ગયા છે.


સુરત: માંડવી તાલુકામાં અમલી ડેમના 5 દરવાજા ખુલ્યા, નીચાણવાળા વિસ્તારો પાણી પાણી


અમરેલી શહેરના બિસ્માર રસ્તાઓને લઈ શહેરીજનો ભારે પરેશાન છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે, બિસ્માર રસ્તાઓ તાત્કાલીક  રીપેર કરવામાં આવે. જેથી કરીને શહેરમાં વારંવાર અકસ્માત રસ્તાઓને લઈ ને થાય છે તેમાં ઘટાડો થાય. અમરેલી શહેરના લોકો વરસાદની સિઝનમાં શહેરમાં જવા માટે કયા રસ્તે જવું તે પણ વિચારી રહ્યા છે. શહેરના મોટાભાગના રસ્તાઓ ઉપર ખાડા પડી જતા રસ્તાઓ બિસ્માર બની જતા વાહનચાલકોને પોતાનું વાહન લઇને કઈ જગ્યાએ જવું તે વિચારીને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલી શહેરના બિસ્માર રસ્તાઓમા મોટા ખાડા પડી જતા કોઈ મોટો અકસ્માત સર્જાઈ તે પહેલાં તંત્ર દ્રારા રીપેર થાય તેવું શહેરીજનો કહી રહ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું અમરેલી શહેરના રસ્તાઓ ક્યારે રીપેર થાય અને શહેરીજનોને સુખાકારી મળે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર