સુરત: માંડવી તાલુકામાં અમલી ડેમના 5 દરવાજા ખુલ્યા, નીચાણવાળા વિસ્તારો પાણી પાણી

જિલ્લાના માંડવી તાલુકામાં આમલી ડેમના ૫ દરવાજા બે ફૂટ ખોલ્યા જયારે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બારડોલીની મીઢોળા બની ગાંડીતુર : નીચાણવારા વિસ્તાર ડૂબ્યા : લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડાયા હતા. સમગ્ર જીલ્લામાં મેઘરાજા એ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા ચાર દિવસથી જીલ્લાના નવ તાલુકામાં ભારે વરસાદ નોધાયો છે અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કીમ અને મીઢોળા નદી ગાંડીતુર બની છે.બારડોલી તાલુકામાંથી પસાર થતી મીઢોળા નદી માં પુર જેવા માહોલ જોવા મળ્યો છે,મીઢોળા નદીના કિનારે આવેલ વિસ્તારમાં નદીના પાણી ઘુસી જતા તમામ લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે.તો બીજી તરફ માંડવી તાલુકાના ડેમોમાં સારી આવક થવા પામી છે .
સુરત: માંડવી તાલુકામાં અમલી ડેમના 5 દરવાજા ખુલ્યા, નીચાણવાળા વિસ્તારો પાણી પાણી

સુરત : જિલ્લાના માંડવી તાલુકામાં આમલી ડેમના ૫ દરવાજા બે ફૂટ ખોલ્યા જયારે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બારડોલીની મીઢોળા બની ગાંડીતુર : નીચાણવારા વિસ્તાર ડૂબ્યા : લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડાયા હતા. સમગ્ર જીલ્લામાં મેઘરાજા એ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા ચાર દિવસથી જીલ્લાના નવ તાલુકામાં ભારે વરસાદ નોધાયો છે અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કીમ અને મીઢોળા નદી ગાંડીતુર બની છે.બારડોલી તાલુકામાંથી પસાર થતી મીઢોળા નદી માં પુર જેવા માહોલ જોવા મળ્યો છે,મીઢોળા નદીના કિનારે આવેલ વિસ્તારમાં નદીના પાણી ઘુસી જતા તમામ લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે.તો બીજી તરફ માંડવી તાલુકાના ડેમોમાં સારી આવક થવા પામી છે .

સુરત જીલ્લાના ,માંડવી તાલુકાના આમલી ડેમના ...ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સવારે બે દરવાજા ૨ ફૂટ ખોલવામાં આવ્યા હતા અને ૨૨૦૦ કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું.જોકે બપોર બાદ પાંચ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા,૯૩૦૦ કયુસેક પાણી ની આવક થઇ હતી અને એટલું જ પાણી છોડવામાં આવ્યું હતું.

આ દ્રશ્ય છે બારડોલી તાલુકાના મીઢોળા નદીના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મીઢોળા નદી ગાંડીતુર બની હતી. બારડોલીના નીચાણવાળા વિસ્તારમાં મીઢોળા નદીના પાણી ફરી વળ્યા હતા. ગઈકાલથી મકાનો પાણીમાં ગરકાવ જોવા મળ્યા હતા. આજે પણ મીઢોળા નદીના પાણીમાં કિનારે આવેલા તમામ વિસ્તાર ડૂબી ગયા હતા. જોકે તમામ લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક તંત્ર સતત મીઢોળા નદીના જળસ્તર પર નજર રાખીને બેઠા છે. જોકે મીઢોળા નદીમાં આવેલા પુરના કારણે અનેક ઘરોને ભારે નુકશાન થયું હતું. ઘરવખરીનો સામાન પલળી જતા લોકોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news