PM Modi ગુજરાત પ્રવાસ, બે દિવસમાં કરી ચાર સભા, બદલાયા રાજકીય સમીકરણો, સમગ્ર અહેવાલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન ચાર ચૂંટણી જનસભા સંબોધી હતી. માદરે વતન ગુજરાતનો બે દિવસીય ચૂંટણી પ્રચાર કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણે રાજકીય વાતાવરણ બદલ્યું છે. હિંમતનગર, સુરેન્દ્રનગર, આણંદ અને અમરેલી ખાતે જનસભા સંબોધી વડાપ્રધાને ગુજરાતની તમામે તમામ 26 બેઠકો કમળને આપવાની જાણે ખાતરી લીધી અને જનતાએ પણ `ફીર સે મોદી સરકાર` સૂર વ્યક્ત કર્યો. વડાપ્રધાન મોદીએ પ્રથમ દિવસે એક સાથે ત્રણ હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદ ખાતે તો બીજા દિવસે ગુરૂવારે સવારે અમરેલી ખાતે વિશાળ જનસભા સંબોધી. જેમાં ગુજરાતી હોવાનું ગૌરવ વ્યક્ત કર્યુ અને ગુજરાતી સપૂત દેશમાં ડંકો વગાડી રહ્યો છે જેમાં આપ સૌના આશીર્વાદની જરૂર હોવાનો મત વ્યક્ત કર્યો. સાથોસાથ વિકાસથી લઇને રાષ્ટ્રવાદ સહિતના મુદ્દે કોંગ્રેસ અને વિપક્ષીઓ સામે આકરા પ્રહાર કર્યા. પીએમ મોદીએ ચાર સભાઓમાં શું કહ્યું? આવો જાણીએ વિગતે...
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન ચાર ચૂંટણી જનસભા સંબોધી હતી. માદરે વતન ગુજરાતનો બે દિવસીય ચૂંટણી પ્રચાર કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણે રાજકીય વાતાવરણ બદલ્યું છે. હિંમતનગર, સુરેન્દ્રનગર, આણંદ અને અમરેલી ખાતે જનસભા સંબોધી વડાપ્રધાને ગુજરાતની તમામે તમામ 26 બેઠકો કમળને આપવાની જાણે ખાતરી લીધી અને જનતાએ પણ 'ફીર સે મોદી સરકાર' સૂર વ્યક્ત કર્યો. વડાપ્રધાન મોદીએ પ્રથમ દિવસે એક સાથે ત્રણ હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદ ખાતે તો બીજા દિવસે ગુરૂવારે સવારે અમરેલી ખાતે વિશાળ જનસભા સંબોધી. જેમાં ગુજરાતી હોવાનું ગૌરવ વ્યક્ત કર્યુ અને ગુજરાતી સપૂત દેશમાં ડંકો વગાડી રહ્યો છે જેમાં આપ સૌના આશીર્વાદની જરૂર હોવાનો મત વ્યક્ત કર્યો. સાથોસાથ વિકાસથી લઇને રાષ્ટ્રવાદ સહિતના મુદ્દે કોંગ્રેસ અને વિપક્ષીઓ સામે આકરા પ્રહાર કર્યા. પીએમ મોદીએ ચાર સભાઓમાં શું કહ્યું? આવો જાણીએ વિગતે...
હિંમતનગરમાં પીએમ મોદીનો લલકાર:
પીએમ મોદીએ કહ્યું કે,આજે મારી હિંમતનગરની હિંમત જોવી છે. હું અહી ઈઝરાયેલના પ્રધાનને લઈ આવ્યો હતો. એક જમાનો એવો હતો કે ભારતના વડાપ્રધાનને સાંબરકાઠા આવવાની ફુરસત ન હતી. આ એક જ વડાપ્રધાન એવો છે, જે અરવલ્લી-સાંબરકાંઠા-પંચમહાલની ગલીઓ જાણે છે. લોકોના નામ જાણે છે. આ વાતને લઈને તેમણે સભામાં ‘ફીર એક બાર મોદી સરકાર’નો નારો લગાવ્યો હતો. હિંમતનગર અને બોટાદે હંમેશા ગુજરાતને રાજકીય દિશા બતાવવાનું કામ કર્યું છે. કોંગ્રેસ પર નિશાન તાકતા તેમણે કહ્યું કે, નેવાના પાણી મોભે ચઢાવવાની તાકાત આપણામાં છે. દેશને તો હમણા ખબર પડી, પણ તમને તો ખબર છે ને. મારા સમયમાં ગુજરાતનું નુકશાન દિલ્હીવાળાઓએ કર્યું હતું. ગુજરાત સરકાર તોડવા માટે આકાશ-પાતાળ એક કર્યા હતા. એમને એવુ છે કે, આ ગુજ્જુ, આ ચાવાળો, અમારા ખાનદાનને જામીન લેવા પડે તેવું કરી નાંખ્યું. આખો પરિવાર જામીન પર છે. 5 વર્ષમાં તમારી છાતી ફૂલે તેવુ કામ અમે કર્યું છે. સરદાર અને મહાત્મા ગાઁધીની આ જ પરંપરા છે. ગુજરાત મારી પડખે ઉભુ છે, તે મારી મોટી તાકાત છે. (વધુ વાંચો)