આણંદમાં મોદીના કોંગ્રેસ પર પ્રહારઃ અમે સરકારની વિચારધારા બદલી નાખી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસમાં આજે હિંમતનગર અને સુરેન્દ્રનગરમાં જંગી સભાઓ કરીને હવે આણંદ લોકસભા બેઠક વિસ્તારમાં સભા કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તોઓએ મોદીના માસ્ક પહેરીને તેમનું સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આણંદની સભામાં  મિતેષ પટેલ, વડોદરા રંજન ભટ્ટ, છોટાઉદેપુર ગીતા રાઠવા અને ખેડા ના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ મંચ પર હાજર રહ્યા હતા.

આણંદમાં મોદીના કોંગ્રેસ પર પ્રહારઃ અમે સરકારની વિચારધારા બદલી નાખી

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસમાં આજે હિંમતનગર અને સુરેન્દ્રનગરમાં જંગી સભાઓ કરીને હવે આણંદ લોકસભા બેઠક વિસ્તારમાં સભા કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તોઓએ મોદીના માસ્ક પહેરીને તેમનું સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આણંદની સભામાં  મિતેષ પટેલ, વડોદરા રંજન ભટ્ટ, છોટાઉદેપુર ગીતા રાઠવા અને ખેડા ના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ મંચ પર હાજર રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ ભાષણની શરૂઆત કરતા કહ્યું કે, હિંમતનગર અને સુરેન્દ્રનગરમાં મોદી મોદી થઇ કહ્યું છે. તો કોંગ્રેસ વાળાને ઉંઘની ગોળીએ લેવી પડશે. સરકારી ક્ષેત્રે વિશ્વનું આકર્ષણ કરનાર અમૂલની ભૂમી છે. ચરોતરમાં સતત સુખદ અનુભવ થઇ રહ્યો છે.

ગત પાંચ વર્ષોમાં મે સામાન્ય માનવીઓની મૂળભુત જરૂરિયાત પૂરી કરવાની વાત કરી છે. પહેલા કરતા 6 ઘણા વધારે લોકો માટે ઘર બનાવાનું કામ કર્યું છે. દરેક ગામડાઓમાં વિજળી પહોંચડવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. દેશના યુવાનો માટે સાત લાખ કરોડ રૂપિયા કોઇ પણ બેંક ગેરેંટીએ સ્વરોજગારી વિના આપ્યા છે. પાંચ વર્ષ પહેલા તમામ લોકોએ એક વોટ આપીને દિલ્હીની સરકારને બદલીનાખી અને એક ચોકીદારને બેસાડી દીધો હતો. અમે સરકારની વિચારધારા બદલી નાખી છે.

દિલ્હીથી ચાલનારી સરકારને અમે દિલ્હીથી બહાર લાવીને દેશના દરેક ખુણામાં લાવી દીધી છે. સામાન્ય માણસ પર વિશ્વાસ કર્યો છે. પાંચ વર્ષેમાં ભારતનો આત્મ વિશ્વાસ વધ્યો હવેના ભારતને મહાસત્તા બનાવી છે. કોંગ્રેસે તેના મેનીફેસ્ટોમાં રાજદ્રોહ હટાવાની વાતો કરીને કાશ્મીરમાં પથ્થર બાજોને મજબૂત કરવાની વાતો કરી રહી છે. કાશ્મીરમાં કોંગ્રેસને સમર્થન આપનાર એક વ્યક્તિ બોલ્યો, કે જો કોઇએ પાકિસ્તાનને ગાળો આપી તો હું, ભારતને ગાળો આપીશ. આવા વ્યક્તિને વોટ આપવાની ભૂલના કરતા.

મારા માટે સરદાર સાહેબનું અપમાન કરવું એવી રાજનીતિ મારામાં નથી. કોંગ્રેસના નીશાના પર સરદાર સાહેબ બાદ હવે ચોકીદાર છે. છેલ્લા બે દાયકાથી મારા પર આરોપો લગાવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ હવે તમામ સીમાઓ તોડી નાખી છે. કોંગ્રેસે તમામ ઓબીસી સમાજને ચોર કહ્યા છે. મોદી આ અપામાન ક્યારેય સહન નહિ કરે.

હિંમતનગરમાં પીએમ મોદીનો લલકાર, 23મીએ ભલભલાની ગરમી આપણે કાઢી નાંખવાની છે

ગુજરાતની ભૂમી પરથી જાણકારી આપવા માંગુ છું કે, 5-50 લોકો પાર્ટી બનાવીને વિદેશોમાંથી રૂપિયા પડાવી રહ્યા હતા. આ બધા પાછળ કોંગ્રેસનો રાજનૈતિક સ્વાર્થ હતો. વિદેશમાંથી રૂપિયા લાવનારા લોકો માટેનો હિસાબ માગ્યો હતો. તમે હેરાન થઇ જશો કે કોણ ક્યાંથી રૂપિયા લાવી રહ્યા છે. દેશમાં 20 હજાર સંગઠનો એવા બન્યા જેમણે હિસાબ આપ્યો નથી. મે કાયદો એટલો મજબૂત બનાવ્યો કે હવે એમના વિદેશથી રૂપિયા આવવાન બંધ થઇ ગયા. આવા લોકો પાસે મે હિસાબ માંગ્યો હતો.

કોંગ્રેસે દેશમાંથી ભરપૂર મલાઇ ખાધી છે. અમૂલ વાળી નહિ કાગળ વાળી ખાધી છે. કોંગ્રેસ જુઠુાણું તંત્ર ચાલી રહી છે. આ લોકોની એક જ મોડસ ઓપરેન્ટરી છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને કોંગ્રેસ જુઠ્ઠાણ ફોલાવી રહ્યું છે. મોદી ભારતની સેવા કરવા માટે આવ્યા છે. ત્યારે હવે કોંગ્રેસના ભારતનો વિરોધ કરવા લાગ્યા છે. કોંગ્રેસે ખુલીને કીધુ કે દેશનું મધ્યમ વર્ગને સ્વાર્થી કહ્યા છે. દેશ તેમને ક્યારેય માફ નહી કરે.

લોકસભા ચૂંટણી 2019 પીએમ નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરમાં સભા સંબોધી, જુઓ વિડીયો

કોંગ્રેસે કહ્યું ગરીબી એક માનસિકતા
કોંગ્રેસ મને જ ગાળો આપે છે એવું નથી કોંગ્રેસે ગરીબીનું એ કહીને અપમાન કર્યું કે, ગરીબી એક માનસિક અવસ્થા છે. કોંગ્રેસની સરકાર દેશના હિન્દુઓને આંતક સાથે જોડી રહી છે. કોંગ્રેસ મધ્યમ વર્ગને સેલ્ફીસ કહીને મધ્યમ વર્ગનું પણ અપમાન કર્યું છે. આવા લોકોને માફ ના કરવું જોઇએ. 

વિદેશમાંથી રૂપિયા લાવનારાઓ પાસે મે હિસાબ માંગ્યો: પીએમ મોદી 
ગુજરાતની ભૂમી પરથી જાણકારી આપવા માંગુ છું કે, 5-50 લોકો પાર્ટી બનાવીને વિદેશોમાંથી રૂપિયા પડાવી રહ્યા હતા. આ બધા પાછળ કોંગ્રેસનો રાજનૈતિક સ્વાર્થ હતો. વિદેશમાંથી રૂપિયા લાવનારા લોકો માટેનો હિસાબ માગ્યો હતો. તમે હેરાન થઇ જશો કે કોણ ક્યાંથી રૂપિયા લાવી રહ્યા છે. દેશમાં 20 હજાર સંગઠનો એવા બન્યા જેમણે હિસાબ આપ્યો નથી. મે કાયદો એટલો મજબૂત બનાવ્યો કે હવે એમના વિદેશથી રૂપિયા આવવાન બંધ થઇ ગયા. આવા લોકો પાસે મે હિસાબ માંગ્યો હતો.

ગુજરાત : વાવાઝોડામાં જીવ ગુમાનારાઓને કેન્દ્ર સરકાર આપશે 2 લાખની સહાય

કોંગ્રેસ દેશમાં જુઠ્ઠાણ ફેલાવી રહ્યું છે
કોંગ્રેસે દેશમાંથી ભરપૂર મલાઇ ખાધી છે. અમૂલ વાળી નહિ કાગળ વાળી ખાધી છે. કોંગ્રેસ જુઠુાણું તંત્ર ચાલી રહી છે. આ લોકોની એક જ મોડસ ઓપરેન્ટરી છે. સોશિય મીડિયાનો ઉપયોગ કરીને કોંગ્રેસ જુઠ્ઠાણ ફેલાવી રહ્યું છે. મોદી ભારતની સેવા કરવા માટે આવ્યા છે. ત્યારે હવે કોંગ્રેસન ભારતનો વિરોધ કરવા લાગ્યા છે. કોંગ્રેસે ખુલીને કીધુ કે દેશનું મધ્યમ વર્ગને સ્વાર્થી કહ્યા છે. દેશ તેમને ક્યારેય માફ નહી કરે.

ભાજપ સરકારે ગામડાઓ અને સીટીનો વિકાસ કર્યો 
દિલ્હીમાં બનેલી સરકારને કારણે દેશના ગામડાઓ અને સીટીઓમાં વિકાસ થયો છે. બુલેટ ટ્રેનથી અમદાવાદ સહિત આણંદને પણ મોટો ફાયદો થશે. આણંદના પશુપાલકોએ કરેલી મહેનતથી દેશમાં ભારતનું નામ આગળ આવ્યું છે. ગત વખતે ગુજરાતે તમામે તમામ સીટો પર કમળ ખીલ્યું હતું. અને આ વખતે પણ કમળ જ ખીલશે.

પાકિસ્તાનમાં ધૂસીને સેનાએ આતંકીઓને માર્યા
પુલવામામાં હુમલો થયો ત્યારે હું ચૂપ બેસુ એવો નેતા નથી. પાકિસ્તાને સમજ્યું કે રોડ પરથી અંદરધૂસીને આતંકવાદી પર હુમલો કરીશ માટે તેમને એ નહોતી ખબર કે હું એરસ્ટ્રાઇક કરીશ. દેશ સુરક્ષિત હાથોમાં છે. આતંકવાદીઓના હુમલાઓ સહન કરવામાં આવશે નહિ. આ સાથે દેશના લોકોને વધારે મતદાન કરવાનું કહીને વડાપ્રધાને સભાને પૂર્ણ વિરામ આપ્યો હતો.   
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news