સોશિયલ મીડિયા પર પ્રેમ થયો, પાકિસ્તાનથી મહિલા પહોંચી અમદાવાદ પછી કહાનીમાં આવ્યો વળાંક
પાકિસ્તાનના લાહોરમાં રહેતી કેરોલ નામની મહિલા મૂળ અમદાવાદના સુજીત સાથે લગ્ન કરવા માટે પાકિસ્તાનથી ભારત આવી ગેરકાયદેસર રીતે અમદાવાદમાં રહેતી હતી. 2018મા મહિલાએ અહીં સુજીત સાથે લગ્ન કર્યા હતા.
ઉદય રંજન, અમદાવાદઃ કહેવાય છે કે પ્રેમને કોઈ સીમાડા હોતા નથી. અત્યાર સુધી ફિલ્મોમાં જોયું હશે પણ આવી એક ઘટના સામે આવી છે અમદાવાદમાં. એસઓજીએ એક મહિલાની ધરપકડ કરી છે. જે મૂળ પાકિસ્તાનના લાહોરની વતની છે. આ મહિલા લગ્નમાટે સરહદ પાર કરી ગેરકાયદેસર રીતે શહેરમાં રહેતી હતી.
શું છે સમગ્ર ઘટના
પાકિસ્તાનના લાહોરમાં રહેતી કેરોલ નામની મહિલા મૂળ અમદાવાદના સુજીત સાથે લગ્ન કરવા માટે પાકિસ્તાનથી ભારત આવી ગેરકાયદેસર રીતે અમદાવાદમાં રહેતી હતી. 2018મા મહિલાએ સુજીત સાથે લગ્ન કર્યા હતા. બંન્ને પતિ-પત્ની અહીં સુખી જીવન જીવી રહ્યાં હતા. પરંતુ સમય જતા આ ઘટનામાં મોટો વળાંક આવ્યો. કોરોનાને કારણે પતિ સુજીતનું નિધન થયું હતું. કેરોલ અહીં આવી ત્યારે તેના પહેલા લગ્ન દરમિયાન થયેલા બે બાળકોને સાથે લાવી હતી. તેના પાકિસ્તાન માં પહેલા લગ્ન માં છુટા છેડા થઈ ગયા હતા. તો આ તરફ સુજીતના પણ છુટાછેડા થઈ ગયા હતા. જેને પણ એક દીકરી હતી.
પીએમ મોદી શનિવારે ગુજરાત આવે તેવી શક્યતા, વેક્સિન પર કરી શકે છે જાહેરાત
સોશિયલ મીડિયામાં થયો પ્રેમ
કેરોલ અને સુજીત સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા અને પ્રેમ પાંગર્યો હતો. બંન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જેથી કેરોલ પોતાના બંને બાળકો સાથે સુજીતની મદદથી તે પાકિસ્તાનથી નેપાળ ગઈ અને ત્યારબાદ તે નેપાળથી ગુજરાત પહોંચી હતી. ત્યારબાદ બંન્નેએ કચ્છમાં લગ્ન કર્યા અને અમદાવાદમાં રહેવા લાગ્યા હતા.
Corona Update: રાજ્યમાં નવા 1540 કેસ, વધુ 16 લોકોના મૃત્યુ, રિકવરી રેટ 90.93%
પ્રેમ કહાનીમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે સુજીતનું 4 માસ અગાઉ કોરોનાના કારણે મોત થયું હતુ. સુજીતનું કોરોનાના કારણે મોત થતા સુજીતના પહેલા લગ્નના સાળાએ પોતાની ભાણેજને મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે બાદ સુજીતના પહેલા લગ્નના સાળાએ સીઆઇડી ક્રાઈમ આઈબી ગૃહ વિભાગમાં અરજી કરી જાણ કરી કે કેરોલ મૂળ પાકિસ્તાની છે અને ગેરકાયદે વસવાટ કરે છે. તેની ભાણેજ તેની સાથે છે અને તેનો કબ્જો મેળવવો છે. એટીએસએ તપાસ કરી અને એસઓજીએ ફરિયાદ દાખલ કરી કેરોલની પૂછપરછ હાથ ધરી છે. કેરોલની નકલી દસ્તાવેજ અંગે પૂછતાં તે સુજીત માથે દોષનો ટોપલો ઢોળી રહી છે. હવે સુજીતનું મોત થઈ ચૂક્યું છે જેથી પોલીસને એ દિશામાં તપાસ કરવામાં જહેમત ઉઠાવવી પડી રહી છે. તો પોલીસે કેરોલની ધરપકડ કરી ત્યારે ઘરનું સર્ચ કરતા 3 લોકર હોવાનું સામે આવ્યું છે. આગામી સમયમાંએ લોકર અંગે તપાસ કરવામાં આવશે અને જાસૂસી કેસ હતો કે નહીં તે દિશામાં પણ તપાસ કરશે.
પોલીસ તપાસમાંએ ખુલાસો થયો છે કે કેરોલના પિતા પાકિસ્તાની સરકારમાં કર્મચારી હતા પણ કેરોલને અનાથ આશ્રમ માં મૂકી દીધી હતી. ત્યારબાદ તેના પ્રથમ લગ્નમાં છુટાછેડા થઈ ગયા હતા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube