પીએમ મોદી શનિવારે ગુજરાત આવે તેવી શક્યતા, વેક્સિન પર કરી શકે છે જાહેરાત

અમદાવાદમાં આવેલી ઝાયડસ કેડિલા કંપની કોરોનાની વેક્સિન બનાવી રહી છે. તેની તૈયારીનું નિરીક્ષણ કરવા પીએમ મોદી શનિવારે ગુજરાત આવી શકે છે.   

Updated By: Nov 26, 2020, 06:26 PM IST
 પીએમ મોદી શનિવારે ગુજરાત આવે તેવી શક્યતા, વેક્સિન પર કરી શકે છે જાહેરાત

બ્રિજેશ દોષી, અમદાવાદઃ દેશભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. સતત વધી રહેલા કેસો વચ્ચે લોકો કોરોના વેક્સિનની રાહ જોઈ રહ્યાં છે. વિશ્વના અનેક દેશ કોરોના વાયરસની વેક્સિન બનાવી રહ્યાં છે. તો ભારતની કેટલીક કંપનીઓ પણ આ કામ કરી રહી છે. આજથી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની રસીની ટ્રાયલ પણ શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે માહિતી મળી રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતની મુલાકાતે આવી શકે છે. આ દરમિયાન વેક્સિન પર કોઈ જાહેરાત પણ કરી શકે છે. 

પ્રધાનમંત્રી વેક્સિનની કામગીરીનું નિરીક્ષણ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે અમદાવાદની મુલાકાતે આવી શકે છે. આ દરમિયાન પીએમ ઝાયડસ કંપનીની મુલાકાત લેશે અને ઝાયડસની કોરોના વેક્સિનની કામગીરીનું નિરીક્ષણ કરશે. મહત્વનું છે કે ઝાયડસ કંપનીના પ્લાન્ટમાં કોરોના વેક્સિનનું કામ છેલ્લા તબક્કામાં છે. તંત્ર દ્વારા પીએમ મોદીના પ્રવાસને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 

અમદાવાદમાં કોરોના વેક્સિનની ટ્રાયલ શરૂ, આજે પાંચ લોકોને આપવામાં આવી રસી 

અમદાવાદમાં ટ્રાયલ શરૂ
ભારતીય કંગની ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોરોનાની વેક્સિન કોવેક્સીનની આજથી ગુજરાતમાં ત્રીજા ફેઝની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં પ્રથમ દિવસે કુલ પાંચ લોકોને આ ટ્રાયલ રસી આપવામાં આવી છે. રસી આપવા માટે હોસ્પિટલને ભારત બાયોટેક તરફથી તાલીમ આપવામાં આવી છે. આ રસી સ્વેચ્છાએ વોલેન્ટિયર બનતા લોકોને આપવામાં આવશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube