હાર્દિક દીક્ષિત/વડોદરા: બ્રાહ્મણ યુવકે સામાજિક બંધનની પરવાહ કર્યા વિના મત્સ્ય ઉદ્યોગની શરૂઆત કરી. તમને જાણીને નવાઈ લાગશે કે મહિને હજારો રૂપિયા પગારવાળી નોકરી છોડી મત્સ્ય ઉદ્યોગની શરૂઆત કરનાર આ યુવક આજે કરી રહ્યો છે લાખો રૂપિયાની કમાણી. તો સાથે જ ગ્રામજનો માટે રોજગારીની નવી તક પણ ઊભી કરી જીવનમાં કંઈક નવું કરવા માંગતા આજના યુવાનો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનના 58 બેઠકો પર પાયલટનો દબદબો, કોંગ્રેસના કકળાટનો લાભ લઈ રહી છે ભાજપ


શહેરના 32 વર્ષીય ફિશ ફાર્મર નિખિલેશ વૈદ્ય જરોદ પાસે બે હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા તળાવમાં પંગાસિયસ માછલી ઉછેર કરી રહ્યા છે. તેઓએ વર્ષ 2022-23માં એકજ વખત રૂપિયા 31.50 લાખનું ઉત્પાદન લીધું હતું અને તેમાંથી રૂપિયા 7.75 લાખની કમાણી કરી હતી. વર્ષ-2023ના અંત સુધીમાં 50 ટન માછલીનું ઉત્પાદન કરીને રૂપિયા 10થી 12 લાખની કમાણી કરવાનો લક્ષ્યાંક છે.


માતાએ ઘરકામ કરી જે દીકરીને ભણાવી તે બોર્ડમાં એવુ પરિણામ લાવી કે ગર્વથી માથુ ઉંચુ થાય


નિખીલેશ વૈદ્યે જણાવ્યું કે, કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન નોકરી ગુમાવવાનો ડર સતત સતાવતો હતો અને તેથી મેં એવો કોઈ વ્યવસાય કરવાનું નક્કી કર્યું જે મને નાણાકીય સુરક્ષા આપે. મેં સૌપ્રથમ પોલ્ટ્રી વ્યવસાયમાં જવા વિશે વિચાર્યું અને નજીકના ઘણા ફાર્મની મુલાકાત લીધી. જો કે તે મારા માટે જોખમી વ્યવસાય લાગ્યો હતો. આથી સોશિયલ મીડિયામાં સર્ચ શરૂ કર્યું હતું. મેં માછલી ઉછેર માટે ઉપયોગમાં લેવાતા ઘણા તળાવોની મુલાકાત પણ લીધી હતી અને આણંદમાં એક તાલીમ સત્રમાં પણ હાજરી આપી હતી જેનાથી આ વ્યવસાયમાં મારી રુચિ વધારી હતી. 


અમદાવાદની શાનમાં વધારો થશે : આ દિવસથી સાબરમતી નદીમાં ખુલ્લી મૂકાશે તરતી રેસ્ટોરન્ટ


ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાંથી "એમ.કોમ" કર્યું છે. તે બાદ તેઓ ખાનગી કંપનીમાં એકાઉન્ટ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરી હતી. અને બાદમાં નિકાસ વિભાગમાં કોન્ટ્રાક્ટમાં સરકારી વિભાગમાં નોકરી કરી. તેમના પિતા જયેશભાઇ વૈદ્ય વડોદરા કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાંથી નિવૃત્ત થયા છે. પિતાનો નિખીલેશને પૂરો સહયોગ છે. સરકારી કર્મચારીઓના પરિવારમાંથી આવતા તેમને શરૂઆતથી જ ખેતીવાડીમાં રસ છે અને તક મળતાં તેઓ જળચરઉછેર તરફ વળ્યા છે.


લાખો પશુપાલકોના હિતમાં દૂધસાગર ડેરીનો મોટો નિર્ણય, દૂધની ખરીદ કિંમતમાં કર્યો આટલો વધ


તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, એક કિલો પંગાસિયસ માછલી તૈયાર કરવામાં રૂપિયા 70 થી 75 નો ખર્ચ થાય છે. અને તેને પ્રિત કિલો રૂપિયા 100 થી 125માં વેચાણ કરું છે. વર્ષ-2021-22માં રૂપિયા 31,50,000ની માછલી વેચી હતી. જેમાંથી મને રૂપિયા 7.75 લાખની કમાણી થઇ હતી. 2023ના અંત સુધીમાં 50 ટન માછલી ઉત્પાદન કરવાનો અને તમાંથી રૂપિયા 10 થી 12 લાખ કમાણી કરવાનો લક્ષ્યાંક છે. 


હોટલમાં નૂડલ્સ ખાવાના શોખીન હોવ તો આ Video ખાસ જુઓ, આંખે અંધારા આવી જશે


નિખીલેશ વૈદ્યે માછલી પકડવા માટે સ્થાનિક મજૂરોને રોક્યા છે અને તેઓને રોજગારી પણ આપી રહ્યા છે. મત્સ્યોદ્યોગ વિભાગના માર્ગદર્શન સાથે માછલી માટે જરૂરી સંતુલન જાળવવા તે સમયાંતરે પાણીનું પરીક્ષણ કરે છે. દરરોજ તે કોલકાતાથી ખાસ મંગાવેલી માછલીઓને 400 કિલો ખોરાક ખવડાવે છે. ભવિષ્યમાં તે 50 એકર જમીનમાં આ ફિશ ફાર્મિંગ ફેલાવવા માંગે છે. 


15 જૂનથી આ 3 રાશિવાળાઓનું રાતોરાત ચમકી જશે કિસ્મત, ધનના તો ઢગલા થશે!


તેમના દ્વારા સ્થાનિક નાગરિકોને મત્સ્ય ઉદ્યોગ માટે ખાસ તાલીમ આપવામાં આવી છે. જેના કારણે આજે ગામમાં રોજગારીની એક નવી તક ઊભી થઈ છે. એક બ્રાહ્મણ તરીકે અમે માછલીને ક્યારેય સ્પર્શતા નથી પરંતુ તે મારો જુસ્સો છે અને હું આ વ્યવસાય પૂરા સમર્પણ સાથે કરી રહ્યો છું. મને કોઇ છોછ નથી. મારા પરિવારજનોનો પણ કોઇ વિરોધ નથી. 


તમારી પત્નીને ચોખ્ખી ના પાડો, બાળકને દૂધમાં આ મિક્સ કરી પિવડાવશો તો પસ્તાશો