જલારામ બાપાના દર્શને જતા પહેલા અચૂક જાણી લો આ વાત, નહીં તો પડશે `ધરમનો ધક્કો`!
સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ગામે રેલવે સ્ટેશન રોડ બસસ્ટેન્ડ થી લઈને પૂજ્ય જલારામબાપાના મંદિર તરફ જવાનો રસ્તો અતિ બિસ્માર તેમજ ખાડાખબળા વાળો થઈ ગયેલ હોવાથી યાત્રાળુ અને સ્થાનિક લોકોને મોટી મુશ્કેલી પડી રહી છે.
ઝી બ્યુરો/જેતપુર: યાત્રાધામ વીરપુરમાં આવતા યાત્રાળુઓને જલારામ બાપાના દર્શન કરવા જવા માટે મોટી મુશ્કેલી પડી રહી છે. બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનથી મંદિર સુધી જવાના રોડ બિસમાર અને ખખડધજ હોવાથી યાત્રાળુઓમાં અને લોકોમાં રોષ જોવા મળે છે.
શું આ વખતે પણ ઉનાળામાં પાણી માટે મારવા પડશે ફાફાં? જાણો ગુજરાતમાં કેટલું પાણી છે?
સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ગામે રેલવે સ્ટેશન રોડ બસસ્ટેન્ડ થી લઈને પૂજ્ય જલારામબાપાના મંદિર તરફ જવાનો રસ્તો અતિ બિસ્માર તેમજ ખાડાખબળા વાળો થઈ ગયેલ હોવાથી યાત્રાળુ અને સ્થાનિક લોકોને મોટી મુશ્કેલી પડી રહી છે,,જ્યાં દરરોજ હજારો યાત્રાળુઓ પૂજ્ય જલારામબાપાના દર્શને આવે છે, ત્યાં વીરપુર ગામે બસ સ્ટેન્ડથી મંદિરે તેમજ વિરપુર ગામથી હાઇવે પર જવાના રોડ પર સતત વાહનો તથા લોકોની અવર જ્વર રહે છે.
હવે નહીં પડે ભૂવા પાસે જવાની જરૂર, માર્કેટમાં આવી ગયું છે ભૂત પકડવાનું મશીન!
બસ સ્ટેન્ડથી મંદિર સુધીનો આ રોડ પર બન્ને સાઈડ પેવર બ્લોક નાખેલ જે પેવર બ્લોક અનેક જગ્યાએથી ઉખડી ગયા હોવાથી અને મોટા ખાડા પડી ગયા હોવાથી આ રોડ અતિ બિસ્માર બની ગયો છે. જેથી આ રોડ પરથી પસાર થતા વાહનો અકસ્માત થવાની શક્યતા છે અને કેટલાય લોકો તો આ રોડ પરના ખાડાઓને કારણે વાહન પરથી નીચે પટકાયા છે.
રેકોર્ડ ઉછાળા બાદ સોનાના ભાવમાં મોટો કડાકો, લગડી-દાગીના લેવા હોય તો ચેક કરો રેટ
સાથે રેલવે સ્ટેશન થી મંદિર ના રસ્તાની હાલત પણ આવિ જ ખરાબ છે અને જે જોતા એવું લાગે કે કોઈ અવિકસિત વિસ્તારમાં આવી ગયા છીએ. રેલવે સ્ટેશન રોડ ઉપર,યાત્રાળુઓનું રાત્રી રોકાણ,અતિથિગૃહ,ધર્મશાળા,ભોજના લઈ આવેલ છે અને દર્શનાર્થીઓ ટ્રેનમાં પણ આવતા હોય છે, જેથી વિરપુરના સ્થાનિક રહેવાસીઓએ બસ સ્ટેન્ડથી મંદિરે જવાનો રોડ અને રેલવે સ્ટેશન રોડ નવો બનાવવા માંગ કરી છે. વિરપુરના લોકો દ્વારા અનેક વખત રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી.
કર્ણાટકમાં કમાલ કરશે 'દાદા'! ગુજરાત બહાર પહેલો ચૂંટણી પ્રવાસ ખેડશે CM ભૂપેન્દ્ર પટેલ
યાત્રાધામ ના રસ્તાને લઈને સ્થાનિક લોકોએ અનેક રજુઆત કરેલ છે PWD માં રસ્તાના નવીની કરણ માટે મંજૂરી મળી હોવા છતાં પણ ક્યાં કારણો સર કામ શરૂ કરવામાં. નથી આવતું તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળતું નથી. ત્યારે ગ્રામપંચાયતના સરપંચે જણાવ્યું હતું કે રોડનું કામ ટુક સમય માં કામ શરૂ કરવામાં આવશે.
હવે ગામે ગામ ચાલશે ગૂગલની પાઠશાળા! ગૂગલ સાથે ગુજરાત સરકારે કર્યા મહત્વના MOU
દેશ વિદેશના લોકો જ્યાં આવતા હોય અને જે સ્થળ જ વિકાસનું પ્રતિબિંબ હોય એવા યાત્રાધામ વીરપુરમાં જ વિકાસ જ ન દેખાતો હોય ત્યારે જરૂરી છે સરકાર વિકાસના દાવા ને સાચા કરવા માટે યાત્રાધામનો વિકાસ કરે..