Gold Rate Today: રેકોર્ડ ઉછાળા બાદ સોનાના ભાવમાં કડાકો, લગડી-દાગીના લેવા હોય તો જાણો 10 ગ્રામ સોનાના લેટેસ્ટ રેટ

Gold Price 22nd March: થોડા દિવસ પહેલા સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યા બાદ હવે સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓગસ્ટ 2020માં 56200નો રેકોર્ડ બનાવનારા સોનાએ હાલમાં 60,000ના લેવલને પાર કરી દીધુ હતું. પરંતુ હવે સોનું ગગડી ગયું છે.

Gold Rate Today: રેકોર્ડ ઉછાળા બાદ સોનાના ભાવમાં કડાકો, લગડી-દાગીના લેવા હોય તો જાણો 10 ગ્રામ સોનાના લેટેસ્ટ રેટ

Gold Price 22nd March: થોડા દિવસ પહેલા સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યા બાદ હવે સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓગસ્ટ 2020માં 56200નો રેકોર્ડ બનાવનારા સોનાએ હાલમાં 60,000ના લેવલને પાર કરી દીધુ હતું. પરંતુ હવે સોનું ગગડી ગયું છે. જો કે બજારના જાણકારોનું કહેવું છે કે આવનારા સમયમાં સોનું 65,000 રૂપિયાનો રેકોર્ડ બનાવી શકે છે. ફેબ્રુઆરીના મહિનાના અંતમાં પણ સોના અને ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો હતો. 

ઈન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશનના જણાવ્યાં મુજબ મંગળવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 59188 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જે આજે સવારે બજાર ખુલતાની સાથે 58614 રૂપિયા થઈ ગયો. એ જ રીતે કેરેટ પ્રમાણે જોઈએ તો સોનાના અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. 

આજનો સોના ચાંદીનો ભાવ
અધિકૃત વેબસાઈટ  ibjarates.com ના જણાવ્યાં મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ ગોલ્ડના ભાવમાં 574 રૂપિયાનો ઘટાડો થયો છે અને ભાવ 58614ના સ્તર પર પહોંચ્યો છે. જ્યારે 995 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાના  ભાવમા 572 રૂપિયાનો કડાકો થતા ભાવ 58379 રૂપિયા પહોંચ્યો છે. 916 પ્યોરિટીવાળા સોનામાં 526 રૂપિયા ઘટીને ભાવ 53690 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યો છે. 750 પ્યોરિટીવાળા ગોલ્ડમાં 430 રૂપિયા ઘટીને ભાવ 43961ના સ્તરે છે. 585 પ્યોરિટીવાળા ગોલ્ડમાં 336 રૂપિયા ઘટ્યા છે અને ભાવ 34289ના સ્તરે પહોંચ્યો છે. ચાંદીની વાત કરીએ તો એક કિલોએ 248 રૂપિયા ઘટીને ભાવ 68250ના સ્તરે પહોંચ્યા છે. 

No description available.

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 

24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news