શું આ વખતે પણ ઉનાળામાં પાણી માટે મારવા પડશે ફાફાં? જાણો ગુજરાતમાં કેટલું પાણી છે?

વાત કરીએ રાજ્યના વિવિધ ઝોનમાં આવેલાં જળશયોના જળસ્તરની તો એ આંકડો જ દર્શાવશે કે ખરેખર ગુજરાતમાં કેટલું પાણી છે અને ગુજરાત કેટલાં પાણીમાં છે! સરદાર સરોવર ડેમ મા ૬૩.૫૭ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

શું આ વખતે પણ ઉનાળામાં પાણી માટે મારવા પડશે ફાફાં? જાણો ગુજરાતમાં કેટલું પાણી છે?

હિતલ પારેખ, ગાંધીનગરઃ હાલ ભલે કમોસમી વરસાદને કારણે દશા બેઠી હોય. પણ વાસ્તવિક રીતે ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. દર વર્ષની જેમ ઉનાળો આવતાની સાથે જ ફરી એકવાર પાણીની પળોજણ પણ શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં જળાશયોના જળસ્તરની સ્થિતિ શું છે તે પણ ચકાસવા જેવું છે. કારણકે, જળાશયોના જળસ્તરના આધારે ઉનાળાની સિઝન અને આખા વર્ષ દરમિયાન પાણીને કારણે શું સમસ્યા થઈ શકે છે તેનો સીધો અંદાજો લગાવી શકાય છે.

ગુજરાત સરકારે આપેલી સત્તાવાર માહિતી અનુસાર રાજ્યના જળાશયો મા હાલ પાણીની સ્થિતિ સ્થિર છે. ઉનાળો હજુ શરૂ જ થયો છે અને હજુ પણ કેટલાંક તાલુકાઓમાં ચોમાસાની માફત માવઠું પડી રહ્યું છે. આ પરિસ્થિતિની વચ્ચે રાજ્યમાં ૨૦૭ જળાશયો મા ૫૮.૬૨ ટકા પાણી નો જથ્થો ઉપલબ્ધ છે. માવઠાને કારણે પણ કેટલાંક જળાશયોમાં નવા નીર આવ્યાં છે. જેથી થોડું જળસ્તર ઉપર આવ્યું છે.

વાત કરીએ રાજ્યના વિવિધ ઝોનમાં આવેલાં જળશયોના જળસ્તરની તો એ આંકડો જ દર્શાવશે કે ખરેખર ગુજરાતમાં કેટલું પાણી છે અને ગુજરાત કેટલાં પાણીમાં છે! સરદાર સરોવર ડેમ મા ૬૩.૫૭ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્ર ના ૧૪૧ જળાશયો મા ૩૫.૫૫ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. કચ્છના ૨૦ જળાશયોમાં ૪૦.૩૯ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉત્તર ગુજરાત ના ૧૫ જળાશયો મા ૪૪.૧૫ ટકા પાણીનો જથ્થો હયાત છે. મધ્ય ગુજરાત ના ૧૭ જળાશયો મા ૪૯.૧૪ ટકા પાણી નો જથ્થો ઉપલબ્ધ છે. દક્ષિણ ગુજરાત ના ૧૩ જળાશયો મા ૬૬.૬૧ ટકા પાણી નો જથ્થો હયાત છે.

Trending news