અમદાવાદ : અમદાવાદ શહેર સહિત સાત મહાનગર પાલિકાઓમાં 1 સપ્ટેમ્બરથી એપીએલ-1 અને એપીએલ-2 રેશનકાર્ડધારકોને કેરોસીનનો પુરવઠો આપવાનો સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયને કારણે અમદાવાદના લગભગ 2 લાખ જેટલા રેશનકાર્ડધારકોને કેરોસીન મળતું બંધ થઈ ગયું. જોકે બીપીએલ અને અત્યોદય કાર્ડધારકોને કેરોસીન આપવાનું ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં સાત મહાનગર પાલિકા વિસ્તારમાં આજથી એપીએલ-1 અને 2 કાર્ડધારકોને કેરોસીનનો જથ્થો આપવાનું બંધ કરવામાં આવનાર છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જુનાગઢ, ભાવનગર અને જામનગર મહાનગર પાલિકાઓમાં તેનો અમલ કરાશે. એપીએલ-1 અને 2 કાર્ડ ધારકોને અત્યાર સુધી વ્યક્તિદીઠ 2 લીટર અને કાર્ડદીઠ વધુમાં વધુ 4 લીટર કેરોસીન લીટરે 27.10 રૂપિયે અપાતું હતું. અમદાવાદ શહેરના આવા 2 લાખ કાર્ડધારકોને હવેથી કેરોસીનનો પુરવઠો નહીં મળી શકે.


હકીકતમાં અત્યોદય અને બીપીએલ કાર્ડધારકોને ઉજાલા ગેસના બાટલા અને પીએનજી, એલપીજી કનેક્શનો આપવાનું ચાલુ છે. તેઓને પણ ભવિષ્યમાં તબક્કાવાર કેરોસીનનો પુરવઠો આપવાનું બંધ કરાશે. મહાનગર પાલિકા વિસ્તાર બાદ નગર પાલિકા અને ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ એપીએલ-1 અને 2 કાર્ડધારકોને કેરોસીનનો પુરવઠો આપવાનું આગામી સમયમાં બંધ કરાશે. સરકાર ભવિષ્યમાં રાજ્યને કેરોસીન ફ્રી સ્ટેટ કરી દેવાનું આયોજન કરી રહી છે. 


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...