• સુરતમાં પરિણીતા પર બહેનના મિત્રએ કર્યું 2 રાઉન્ડ ફાયરિંગ 

  • ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ અફરોજને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો 


ચેતન પટેલ/સુરત :સુરત માં દિનપ્રતિદિન ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે. જેમાં પણ ખાસ કરી હત્યા, ફાયરીગ અને મારામારી જેવી ઘટનાઓ સુરતમાં સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આ કારણે જ સુરત ક્રાઈમ કેપિટલનુ બિરુદ મેળવી ચૂકી છે. ત્યારે વધુ એક કિસ્સામાં પોલીસની નિષ્ફળતા સામે આવી છે. ઉધના વિસ્તારમાં મોપેડ પર જતી એક યુવતી પર ફાયરીગ કરી યુવાન ભાગી છૂટ્યો હતો. જ્યાં યુવતીના પગમાં ગોળી વાગતા તેને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બીજી તરફ ગણતરીના કલાકોમાં જ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને રિવોલ્વર સાથે ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : આકાશમાંથી આવેલો સળગતો ગોળો ગુજરાતના દરિયામાં પડ્યો? તજજ્ઞોએ લોકો પાસેથી મંગાવી માહિતી


કડોદરાની ગ્રીન લેન્ડ-આરાધના સોસાયટીમાં રહેતી પાયલ પ્રદીપ રાઠોડ ગૃહિણી છે. તેની મોટી બહેન અંજલી ઉધનામાં પિયુષ પોઈન્ટ પાસકે સાંઈ સમર્થન સોસાયટીમાં રહે છે. અંજલિના લગ્ન થઈ ગયા છે. જો કે, ત્યાર બાદ પણ તે આરોપી અફરોજ સાથે મિત્રતા રાખતી હતી. પાયલને આ અંગે જાણ થતાં તેણે અંજલિને મિત્રતા તોડી નાંખવા કહ્યું હતું. જો કે, અંજલિ માનતી ન હતી. બંને બહેનો વચ્ચે આ કારણે ઝઘડો પણ થતો હતો. 


આ પણ વાંચો : સંવેદનશીલ મુખ્યમંત્રી બાદ ગુજરાતને સંવેદનશીલ ગૃહ રાજ્યમંત્રી મળ્યા, યુવતીને મોતના મુખમાંથી બચાવી


શનિવારે પાયલ અંજલિના ઘરે ગઈ હતી, ત્યાં અફરોજ પણ હતો. ત્યારે પાયલે અંજલિને કહ્યું હતં કે, તું અફરોજ સાથે શા માટે વાત કરે છે. જેથી અફરોજે ઉશ્કેરાઈને પાયલ પર ફાયરિંગ કર્યું હતું. ફાયરીગ થતા જ સ્થાનિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટના બાદ પાયલને ઇજાગ્રસ્ત હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસ અને ઉપરી અધિકારીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ અફરોજને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો.