સંવેદનશીલ મુખ્યમંત્રી બાદ ગુજરાતને સંવેદનશીલ ગૃહ રાજ્યમંત્રી મળ્યા, યુવતીને મોતના મુખમાંથી બચાવી

gujarat home minster save woman's life : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના ઉમરા બ્રિજ પરથી નદીમં મોતની છલાંગ લગાવવા જતી યુવતીને બચાવી હતી. આ માટે તેમણે પોતાનો કાફલો રોકાવ્યો હતો અને યુવતીને આવુ પગલુ ન ફરવા સમજાવી હતી

સંવેદનશીલ મુખ્યમંત્રી બાદ ગુજરાતને સંવેદનશીલ ગૃહ રાજ્યમંત્રી મળ્યા, યુવતીને મોતના મુખમાંથી બચાવી

ચેતન પટેલ/સુરત :ફરી એકવાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સંવેદનશીલ અભિગમ સામે આવ્યો છે. સુરતના પાલ ઉમરા બ્રિજ પાસે આપઘાત કરવા જતી યુવતીને હર્ષ સંઘવીએ કાફલો રોકીને 5 મિનિટ
સમજાવી હતી. ઘરે જવા માગતી ન હોવાથી યુવતીને પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. 

પોતાના હોમટાઉન પહોંચેલા ગૃહરાજ્ય મંત્રીએ એવુ કામ કર્યુ કે, ચારેતરફથી તેમની વાહવાહી થઈ રહી છે. ગૃહ રાજ્યમંત્રીના સંવેદનશીલ હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. જેમાં તેમણે સુરતના ઉમરા બ્રિજ પરથી નદીમં મોતની છલાંગ લગાવવા જતી યુવતીને બચાવી હતી. આ માટે તેમણે પોતાનો કાફલો રોકાવ્યો હતો અને યુવતીને આવુ પગલુ ન ફરવા સમજાવી હતી. 

શનિવાર-રવિવાર હોવાથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતાના શહેર સુરતમાં પહોંચ્યા હતા. શનિવારે રાત્રે તેઓ અડાજણ વિસ્તારમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા નીકળ્યા હતા. ત્યારે પાલ ઉમરા બ્રિજ પાસે એક યુવતી નદીમાં મોતની છલાંગ લગાવવા જઈ રહી હતી. તે સમયે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને યુવતીને બચાવી હતી. તે સમયે હર્ષ સંઘવીનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, તેમણે ભીડ જોતા ગાડી રોકાવી હતી. તેઓ ગાડીમાથી ઉતરી ટોળા તરફ ગયા હતા અને સમગ્ર મામલો જાણ્યો હતો.

તેમણે જાણ્યુ કે યુવતી આત્મહત્યા કરવા જઈ રહી છે, તો તેમણે યુવતીને સમજાવી હતી. પોતાના કાર્યક્રમની ચિંતા કર્યા વગર તેમણે યુવતીનો જીવ બચાવવા સમય ફાળવ્યો હતો. પાંચ મિનિટ સુધી તેમણે યુવતીને સમજાવી હતી, જેના બાદ યુવતીને પોલીસ સ્ટેશન મોકલીને તેની ફરિયાદ લેવા પણ મદદ કરાવી હતી. તેમણે બનતી મદદ કરવાની ખાતરી આપીને યુવતીને આત્મહત્યા ન કરવા સમજાવી હતી. જેના બાદ સમજી ગયેલી યુવતીએ પોતાનુ મન વાળ્યુ હતું. આમ, યુવતીને મદદ કરીને તેઓ આગળ પોતાના કાર્યક્રમમાં ગયા હતા.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમની સંવેદનશીલતા માટે પ્રખ્યાત છે. તેઓ સતત લોકોની મદદે આવતા હોય છે, અને લોકોની વચ્ચે રહેતા હોય છે. આમ, ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી બાદ સંવેદનશીલ ગૃહ રાજ્યમંત્રી મળ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે લોકોમાં પ્રખ્યાત હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news