અતુલ તિવારી/ અમદાવાદઃ 28 જાન્યુઆરીથી 13મી ફેબ્રુઆરી સુધી રાજ્યભરમાં મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા પ્લેસમેન્ટની શરૂઆત ગુજરાત યુનિવર્સિટીથી કરવામાં આવી હતીસ, આ જોબ ફેરમાં વિવિધ ફેકલ્ટીના 8 હજાર વિદ્યાર્થીઓ જોડાયા હતા. 16 મલ્ટી નેશનલ કંપનીઓ યુનિવર્સીટીનાં ઈન્ટરવ્યુ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્લેસમેન્ટ કેમ્પનું સોમવારે ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રી વિભાવરીબેન દવે, GCCIના પ્રેસિડેન્ટ જૈમીન વસા, શિક્ષણ વિભાગના અગ્રસચિવ અંજુ શર્મા અને ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ હિમાંશુ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, અગાઉની સરકાર માત્ર રોજગારીની વાતો કરતી હતી. રોજગાર વગર એક પેઢી ચાલી ગઈ પણ નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી નવી પેઢી ના બગડે  તેના માટે નવા વિકલ્પો લાવ્યા. 20 વર્ષ અગાઉ રાજ્યમાં અલગ અલગ વિસ્તારો ગુંડાઓના નામે ઓળખાતા હતા. રાજ્યમાં લો એન્ડ ઓર્ડર જેવું કંઈ હતું નહિ. પોરબંદર પાસે બોર્ડ લાગતા કે, કાયદો અને વ્યવસ્થાની હદ અહીં પુરી થાય છે. 


પીએમ મોદીનો સુરત કાર્યક્રમઃ 6 મિનિટમાં એક રાઉન્ડ ફરશે પીએમનું રિવોલ્વિંગ સ્ટેજ


ગુજરાત વિરોધીઓને સંભળાવતા તેમણે જણાવ્યું કે, આગામી દિવસોમાં ગુજરાત લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બનવાનું છે. રાજ્યના શિક્ષમમંત્રી વિભાવરીબેન દવેએ પણ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, અગાઉની સરકારમાં માત્ર 9 યુનિવર્સિટી હતી. આજે 65 યુનિવર્સિટી ગુજરાતમાં છે. તેઓએ યુવાનોને મળી રહેલા પ્લેસમેન્ટ અંગે જણાવ્યું કે, વર્ષ 2016-17ના વર્ષમાં ગુજરાતમાં યોજાયેલા રોજગાર મેળાઓમાં 10 લાખ યુવાનોને નોકરી મળી હતી.
 
13 ફેબ્રુઆરી સુધી રાજ્યભરના વિવિધ 23 સ્થળોએ શિક્ષણ વિભાગ દ્વારા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા જોબ ફેરમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રોજગારીની તક આપવામાં આવશે. જેમાં 5480 કંપનીઓ 69,484 જગ્યાઓ માટે ભરતી કરવાની તૈયારી દર્શાવી છે જેની સામે હાલ આશરે 70,000 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રાજ્યની વિવિધ યુનીવર્સીટીના તમામ વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન અથવા સ્થળ પર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ મેગા પ્લેસમેન્ટમાં ઈન્ટરવ્યું આપી શકે છે.


ભાજપમાં લોકસભા ચૂંટણીનો ધમધમાટ, રાજ્યની 26 લોકસભા બેઠક જીતવા ઘડાઈ રણનીતિ
 
શિક્ષણ વિભાગ દ્વારા યોજવામાં આવી રહેલા આ મેગા પ્લેસમેન્ટમાં વિદ્યાર્થીઓને 9 હજારથી લઈ 55 હજાર સુધી જોબ ઓફર કરવામાં આવશે. સૌથી વધુ 1417 કંપનીઓ દ્વારા 35,727 જગ્યાઓ માટે અમદાવાદના વિવિધ 5 ઝોનમાં ઈન્ટરવ્યું લેવામાં આવશે. સાથે જ રાજ્યભરની વિવિધ 23 જગ્યાઓ પર કુલ 520 કોલેજોના વિદ્યાર્થીઓને આ મેગા પ્લેસમેન્ટના માધ્યમથી રોજગારીની તકો પૂરી પાડશે.


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....