પશુપાલકોને દિવાળી પહેલા જ મળ્યું બોનસ, દૂધસાગર ડેરીએ કરી મોટી જાહેરાત
Dudhsagar Dairy : મહેસાણા જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર...દૂધસાગર ડેરીએ ફેટના ભાવમાં કર્યો વધારો...ફેટના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરતા હવે પશુપાલકોને મળશે પ્રતિકિલોએ 810 રૂપિયાનો ભાવ....6 લાખથી વધુ પશુપાલકોને થશે ફાયદો...
Mehsana News તેજસ દવે/મહેસાણા : આજે મહેસાણા દૂધસાગર ડેરીની 63મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં પશુપાલકોને દૂધ ફેટના ભાવમાં રૂપિયા 10 નો વધારો જાહેર કરાયો છે. દૂધસાગર ડેરીનું ટર્નઓવર 6000 કરોડ પહોંચાડ્યું છે. હવેનો લક્ષ્યાંક 8500 કરોડ છે. દૂધસાગર ડેરી સામે ચાલતા સુષુપ્ત વિરોધ વચ્ચે વિવાદ વિના સાધારણ સભા પૂર્ણ થઈ હતી.
મહેસાણા દૂધસાગર ડેરીની આજે 63મી અને રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસોસિયેશનની 56 મી વાર્ષિક સાધારણ સભા દૂધસાગર ડેરી હોલ ખાતે યોજવામાં આવી હતી. દૂધસાગર ડેરીના હાલના સત્તાધીશો સામે સુષુપ્ત અવસ્થામાં ચાલતા વિરોધના પગલે પોલીસ બંદોબસ્ત વચ્ચે સાધારણ સભા યોજવામાં આવી હતી. દૂધસાગર ડેરીની 63મી સાધારણ સભામાં પશુપાલકોના હિતમાં અનેક નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં પશુપાલકો માટે કિલો દૂધ ફેટ ભાવમાં રૂપિયા 10 નો વધારો કરી કિલો દૂધ ફેટનો ભાવ રૂપિયા 810 કિલો કરવામાં આવ્યો છે.
અમદાવાદ રિવરફ્રન્ટ પર ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ બની, આટલો છે લંચ અને ડિનરનો ભાવ
તેમજ રેકોર્ડ બ્રેક 375 કરોડ રૂપિયા વાર્ષિક નફો પશુપાલકોને વહેંચવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ દૂધસાગર ડેરીનું દૂધ ઉત્પાદન રોજીંદુ 50 લાખ લીટર કરવાનો લક્ષ્યાંક જાહેર કરાયો છે. તો વળી ડેરીનું ટર્નઓવર 5000 કરોડથી વધારી આ વર્ષે 6000 કરોડ પહોંચાડ્યું છે અને ડેરીનું હવેનું ટર્ન ઓવર 8500 કરોડ લક્ષ્યાંક પાર કરવાની જાહેરાત દૂધસાગર ડેરી ચેરમેન દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગે તારીખ આપીને કહ્યું, આ દિવસથી ગુજરાતમાં ઘટી જશે વરસાદનું જોર
તો સાથે જ સોશિયલ મીડિયામાં થતા આક્ષેપો મુદ્દે અશોક ચૌધરીએ જણાવ્યું કે, જેને પણ શંકા હોય તે ડેરીના વહીવટ ઉપર તે રૂબરૂ આવીને ચોપડા ચેક કરી શકે છે. ડેરીનું 6000 કરોડનું ટર્ન ઓવર પહોંચાડ્યું છે. હવે 8500 કરોડના ટર્નઓવર કરવાનો લક્ષ્યાંક છે. દૂધ ઉત્પાદન રોજીંદુ 50 લાખ લીટર કરવાનો લક્ષ્યાંક પૂરો કરવાની ઈચ્છા છે.
વરસાદની આગાહી વચ્ચે ગુજરાતની 16 ટ્રેન રદ, આ શિડ્યુલ જાણીને આજે મુસાફરી કરજો
માતાપિતા કેનેડા ગયા બાદ પટેલ પુત્રએ પોત પ્રકાશ્યુ, બારોબાર વેચી દીધી 19 વીઘા જમીન