હવામાન વિભાગે તારીખ આપીને કહ્યું, આ દિવસથી ગુજરાતમાં ઘટી જશે વરસાદનું જોર
Gujarat Weather Forecast : ગુજરાતવાસીઓને ભારે વરસાદથી મળશે રાહત...વરસાદનું જોર ઘટવાનું હવામાન વિભાગનું અનુમાન...સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દ્વારકા, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં યલો એલર્ટ...છૂટો છવાયો વરસાદ રહેવાની આગાહી...
Trending Photos
Ambalal Patel Monsoon Prediction : આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. છેલ્લા પાંચ દિવસથી વરસાદ ગુજરાતે ધમરોળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી વરસાદે માઝા મૂકી છે. ત્યારે હવે ગુજરાતવાસીઓને ભારે વરસાદથી રાહત મળશે. વરસાદનું જોર ઘટવાનું છે તેવુ હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડે અનુસાર, આજથી રાજ્યમાં વરસાદનું જોર ક્રમશઃ ઘટશે. તો આજે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દ્વારકા, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં યલો એલર્ટ છે. જેમાં છૂટો છવાયો વરસાદ રહેવાની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી રાજ્યમાં વરસાદનું જોર ક્રમશઃ ઘટશે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યેલો અલર્ટ છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, અને વલસાડમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે. તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં યેલો અલર્ટ છે. આજે આ વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ રહી શકે છે.
વરસાદની આગાહી
આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દમણ, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. હાલમાં ગુજરાતમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેથી આ ભારે વરસાદ રહ્યો છે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ત્યારે શનિવારે ગુજરાતના 201 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 9 ઈચ તો નવસારીના ખેરગામમાં 8 ઈંચ વરસાદથી ચારેતરફ પાણી જ પાણી થઈ ગયું છે.
વડોદરા ડિવિઝનની 16 ટ્રેનો કરાઈ રદ
ખરાબ હવામાનને લઈ વડોદરા ડિવિઝનની 16 ટ્રેનો રદ કરવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. વડોદરાથી દક્ષિણ ગુજરાત અને આણંદ, અમદાવાદ જતી અને આવતી ટ્રેનો રદ કરાઈ છે. તો વડોદરા ડિવિઝનની કેટલીક ટ્રેનો 2 જુલાઈ ના રોજ ખરાબ હવામાનને કારણે રદ કરવામાં આવશે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ખરાબ હવામાનને કારણે, નીચેની ટ્રેનો 02 જુલાઈ 2023 ના રોજ રદ રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
ગુજરાતમાં વરસાદની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહની સીધી નજર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અમિત શાહે આ વિશે વાતચીત કરીને માહિતી મેળવી છે. ગુજરાતમાં પૂર જેવી પરિસ્થિતિવાળા વિસ્તારને સંભવ તમામ મદદની ખાતરી આપી છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને માહિતી આપી. પ્રભાવિત વિસ્તારમાં NDRF અને SDRF તૈનાત છે તેવું અમિત શાહે જણાવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે