વરસાદની આગાહી વચ્ચે ગુજરાતની 16 ટ્રેન રદ, આ શિડ્યુલ જાણીને આજે મુસાફરી કરજો

Trains Cancel : ભારે વરસાદના કારણે વડોદરા ડિવિઝનની 16 ટ્રેનો કરાઈ રદ... વડોદરાથી દક્ષિણ ગુજરાત અને આણંદ, અમદાવાદ જતી-આવતી ટ્રેનો કરાઈ રદ....

વરસાદની આગાહી વચ્ચે ગુજરાતની 16 ટ્રેન રદ, આ શિડ્યુલ જાણીને આજે મુસાફરી કરજો

Gujarat Weather Forecast :​ આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. છેલ્લા પાંચ દિવસથી વરસાદ ગુજરાતે ધમરોળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી વરસાદે માઝા મૂકી છે. ત્યારે હવે ગુજરાતવાસીઓને ભારે વરસાદથી રાહત મળશે. વરસાદનું જોર ઘટવાનું છે તેવુ હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડે અનુસાર, આજથી રાજ્યમાં વરસાદનું જોર ક્રમશઃ ઘટશે. તો આજે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દ્વારકા, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં યલો એલર્ટ છે. જેમાં છૂટો છવાયો વરસાદ રહેવાની આગાહી છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી રાજ્યમાં વરસાદનું જોર ક્રમશઃ ઘટશે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યેલો અલર્ટ છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, અને વલસાડમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે. તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં યેલો અલર્ટ છે. આજે આ વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ રહી શકે છે. 

વરસાદની આગાહી 
આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દમણ, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. હાલમાં ગુજરાતમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેથી આ ભારે વરસાદ રહ્યો છે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ત્યારે શનિવારે ગુજરાતના 201 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વલસાડના ધરમપુરમાં સૌથી વધુ  9 ઈચ તો નવસારીના ખેરગામમાં 8 ઈંચ વરસાદથી ચારેતરફ પાણી જ પાણી થઈ ગયું છે. 

વડોદરા ડિવિઝનની 16 ટ્રેનો કરાઈ રદ
ખરાબ હવામાનને લઈ વડોદરા ડિવિઝનની 16 ટ્રેનો રદ કરવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. વડોદરાથી દક્ષિણ ગુજરાત અને આણંદ, અમદાવાદ જતી અને આવતી ટ્રેનો રદ કરાઈ છે. તો વડોદરા ડિવિઝનની કેટલીક ટ્રેનો 2 જુલાઈ ના રોજ ખરાબ હવામાનને કારણે રદ કરવામાં આવશે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ખરાબ હવામાનને કારણે, નીચેની ટ્રેનો 02 જુલાઈ 2023 ના રોજ રદ રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

• ટ્રેન નંબર 09161 વલસાડ - વડોદરા પેસેન્જર સ્પેશિયલ 02 જુલાઈના રોજ રદ રહેશે.
• ટ્રેન નંબર 09162 વડોદરા - વલસાડ પેસેન્જર સ્પેશિયલ 02 જુલાઈના રોજ રદ રહેશે.
• ટ્રેન નંબર 22930 - વડોદરા - દહાણુ રોડ સુપરફાસ્ટ 02 જુલાઈના રોજ રદ રહેશે.
• ટ્રેન નંબર 22929 - દહાણુ રોડ - વડોદરા સુપરફાસ્ટ 02 જુલાઈના રોજ રદ રહેશે.
• ટ્રેન નંબર 12929 - વલસાડ-વડોદરા સુપરફાસ્ટ 02 જુલાઈએ રદ રહેશે
• ટ્રેન નંબર 12930 - વડોદરા - વલસાડ સુપરફાસ્ટ 02 જુલાઈએ રદ રહેશે
• ટ્રેન નંબર 19101 - વિરાર - ભરૂચ એક્સપ્રેસ 02મી જુલાઈના રોજ સુરત - ભરૂચ વચ્ચે રદ રહેશે.
• ટ્રેન નંબર 09158 - ભરૂચ - સુરત પેસેન્જર સ્પેશિયલ 02 જુલાઈના રોજ રદ રહેશે.
• ટ્રેન નંબર 09171 - સુરત - ભરૂચ પેસેન્જર સ્પેશિયલ 02 જુલાઈના રોજ રદ રહેશે.
• ટ્રેન નંબર 09172 - ભરૂચ - સુરત પેસેન્જર સ્પેશિયલ 03 જુલાઈના રોજ રદ રહેશે.
• ટ્રેન નંબર 09495 - વડોદરા - અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ 02 જુલાઈના રોજ રદ રહેશે.
• ટ્રેન નંબર 09496 - અમદાવાદ - વડોદરા પેસેન્જર સ્પેશિયલ 02 જુલાઈના રોજ રદ રહેશે.
• ટ્રેન નંબર 19036 - અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ 02 જુલાઈના રોજ રદ રહેશે
• ટ્રેન નંબર 19035 - વડોદરા - અમદાવાદ એક્સપ્રેસ 02 જુલાઈના રોજ રદ રહેશે
• ટ્રેન નંબર 09315 - વડોદરા - અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ 02 જુલાઈના રોજ રદ રહેશે.
• ટ્રેન નંબર 09318 - આણંદ - વડોદરા પેસેન્જર સ્પેશિયલ 03 જુલાઈના રોજ રદ રહેશે.

રેલ્વે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news