મહેસાણામાં પ્રાઈવેટ સ્કૂલો છોડીને શિક્ષણની ગુણવત્તા સુધારવા સરકારી શાળાઓમાં આવી રહ્યાં છે બાળકો!
કોરોના કાળમાં મહેસાણા જિલ્લામાં જોવા મળી શિક્ષણની ઉલ્ટી ગંગા. જોકે, આ વખતે આ ઉલ્ટી ગંગા સારા સમાચાર લઈને આવી છે. મહેસાણા જિલ્લામાં પ્રાઈવેટ સ્કૂલો છોડીને સારા શિક્ષણ માટે બાળકો હવે સરકારી શાળાઓમાં આવતા થયા છે. સરકારી શાળાના શિક્ષકોની મહેનત અને તેમના પર વાલીઓનો ભરોસો આ બન્નેના કારણે જ આ શક્ય બન્યુ છે.
તેજસ દવે, મહેસાણાઃ કોરોના કાળમાં મહેસાણા જિલ્લામાં જોવા મળી શિક્ષણની ઉલ્ટી ગંગા. જોકે, આ વખતે આ ઉલ્ટી ગંગા સારા સમાચાર લઈને આવી છે. મહેસાણા જિલ્લામાં પ્રાઈવેટ સ્કૂલો છોડીને સારા શિક્ષણ માટે બાળકો હવે સરકારી શાળાઓમાં આવતા થયા છે. સરકારી શાળાના શિક્ષકોની મહેનત અને તેમના પર વાલીઓનો ભરોસો આ બન્નેના કારણે જ આ શક્ય બન્યુ છે.
મહેસાણા જિલ્લામાં શાળાકિય અભ્યાસની ગુણવત્તા સુધરવા ખાનગી શાળામાંથી અભ્યાસ છોડીને આવેલા બાળકો હવે સરકારી શાળામાં આવતા થયા છે. અને પ્રાઇવેટ સ્કૂલ માંથી સરકારી શાળામાં આવવાનો આ આંકડો દિન પ્રતિદિન વધી રહયો છે. જિલ્લા શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકાર માટે પણ ખુબ જ હકારાત્મક બાબત કહી શકાય. મહેસાણાની આ પાઠશાળા જોઈ એવું લાગશે કે અહીં અંગ્રેજી માધ્યમ ચાલતું હશે અને આ કોઈ મસ મોટી ખાનગી શાળા હશે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ શાળા ખાનગી નહીં પરંતુ સરકારી શાળા છે. જેને લઇ ને હવે વાલીઓનું પોતાનું વલણ અને સરકારી શાળાઓ પ્રત્યેનો એપ્રોચ બદલાઈ રહ્યો છે. એજ કારણ છેકે, હવે ખાનગી શાળા છોડીને વાલીઓ પોતાના સંતાનોને સરકારી શાળામાં મુકતા થયા છે.
SHAHRUKH ને આ CLASSIC ફિલ્મ માટે મળ્યા હતા માત્ર 25 હજાર રૂપિયા, જાતે વેચવી પડી હતી ફિલ્મની ટિકિટો
ખાનગી શાળા માંથી સરકારી શાળામાં આવનાર વિદ્યાર્થીઓ નો આકડો ચોંકાવનારો છે. અહીંની સરકારી શાળાઓમાં હવે ખાનગી શાળા કરતા પણ સારી સુવિધા અને સારું શિક્ષણ આપવામાં આવે છે. માત્ર સરકારી શાળાના સંચાલકો કે શિક્ષકો જ નહીં પણ હવે તો વાલીઓ ખુદ પણ એ વાત માનતા થયા છેકે, મહેસાણામાં સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર ખુબ જ સુધર્યું છે. એજ કારણ છેકે, દર વર્ષો ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં આવાતા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
એક અંદાજ મુજબ હાલ ૯૯૧ શાળાઓમાં એડમીશનની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ૧૭૮૫ જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળા માંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે અને સરકારી શાળામાં આભ્યાસ માટે આવ્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં જિલ્લામાં તાલુકા દીઠ ખાનગી શાળાનો આભ્યાસ છોડીને સરકારી શાળામાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના કાળમાં પણ સતત સરકારી શાળાના શિક્ષકોએ ઓનલાઈન શિક્ષણકાર્ય ચાલુ રાખીને વિદ્યાર્થીઓને ભણાવ્યાં છે.
એક તરફ મોટેભાગે પ્રાઈવેટ સ્કૂલોમાં ઉંચી ફી લઈને પણ શિક્ષણના નામે વેપારીકરણ જ કરવામાં આવે છે. ત્યાં બીજી તરફ રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલી સરકારી શાળાઓમાં અભ્યાસ કરાવતા કાયમી અને કરાર આધારિત શિક્ષકોની મહેનતના કારણે આજે આ શક્ય બન્યુ છે. એજ કારણ છેકે, હવે સરકારી શાળાઓમાં જવા માટે બાળકો પણ હોંશે હોંશે તૈયાર થઈ રહ્યાં છે અને વાલીઓ પણ શિક્ષણની સાચી ગુણવત્તાને ઓળખતા થયા છે.
Raj Babbar એ ઝીનત અમાન સાથે 'બળાત્કાર' કર્યો, મામલો કોર્ટમાં પહોંચ્યો પછી શું થયું? રાજ બબ્બરને કેમ કરવા પડ્યા બીજા લગ્ન?
મહેસાણા જિલ્લામાં સરકારી શાળાઓમાં અભ્યાસ કરાવતા કાયમી શિક્ષકો હોય, કરાર આધારિત શિક્ષકો હોય કે પછી સમગ્ર શિક્ષા અભિયાનને આગળ ધપાવી રહેલાં સ્પેશિયલ એજ્યુકેટર્સ હોય આ તમામ શિક્ષકોની મહેનતને કારણે આજે મહેસાણાની સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવ્યું છે. ગુજરાતના અન્ય જિલ્લાઓએ પણ મહેસાણા જિલ્લાના સરકારી શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકો પાસેથી પ્રેરણા લેવાની જરૂર છે. એટલું જ નહીં સરકારે પણ આ શિક્ષકોની ઉમદા કામગીરીને બિરદાવવાની જરૂર છે.