Ambalal Patel: અંબાલાલ પટેલની સૌથી ડરામણી આગાહી; વાવાઝોડું સમી ગયા પછી પણ થશે કંઈક મોટું!
Ambalal Patel, Biparjoy Cyclone Landfall Prediction: બિપરજોયને ચક્રવાત પર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું મોટું નિવેદન...કચ્છની સાથે રાજસ્થાન અને યુપી સુધી થશે અસર....ઘરોમાં ઘૂસશે પૂરના પાણી...150 કિમીની ઝડપે ફૂંકાશે પવન...વાવાઝોડું વર્તાવશે કાળો કેર....
Cyclone Biparjoy: 25 કલાક બાદ ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું. જી હા, વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આવતીકાલે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં ગુજરાતના દરિયાકિનારે ટકરાશે. કચ્છના જખૌ પોર્ટ નજીક આવતીકાલે સાંજે વાવાઝોડું ટકરાવાનું છે અને આ વાવાઝોડું ટકરાયા બાદ કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થવાની આગાહી કરવામાં આવી છે.
કચ્છમાં લોકડાઉન! વાવાઝોડું ત્રાટકવાની બીકે હાઈએલર્ટ, આ 9 ગામ સંપૂર્ણ બંધ રહેશે
હાલ બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ છે પરંતુ આગળ વધતા તેની ગતિમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ વાવાઝોડું ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી આગળ વધી રહ્યું છે. જ્યારે આ ચક્રવાત ટકરાશે ત્યારે 125 થી 135 કિમીની ઝડપે પવન ફુંકાશે અને સાથે જ કચ્છ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. કચ્છ, જામનગર, દ્વારકા, મોરબીમાં ભારે વરસાદ પડી શકે તો પોરબંદર અને રાજકોટમાં વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાતમાં રેડ એલર્ટ! 50 હજારનું રેસ્ક્યું, મંદિરો-પ્રવાસન સ્થળો બંધ, બસો-ટ્રેનો બંધ
અંબાલાલ પટેલે કહ્યું કે, બિપોરજોય વાવાઝોડાની અસર ગુજરાતમાં છેલ્લા 50 વર્ષમાં સૌથી મોટી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ધૂળના તોફાનો, સાથે કડાકા-ભડાકા, આંધી સાથે વરસાદ વરસી શકે છે. રાજ્યના પશ્ચિમ કાંઠા પર વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળી શકે છે તેમજ તેજ પવન સાથે વરસાદ ખાબકી શકે છે.
પાંચ દિવસ મુશ્કેલ સમય, રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો તમામ અપડેટ
બિપરજોયને ચક્રવાત પર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, વાવાઝોડાની અસર માત્ર કચ્છ જ નહીં, સાથે રાજસ્થાન અને યુપી સુધી અસર થશે. લોકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસશે. 150-160 કિ.મીની ઝડપે વાવાઝોડાનો પવન ફૂંકાશે. ચારેબાજુ વાવાઝોડું કાળો કેર વર્તાવશે.
વાવાઝોડાનું આવું ભયાનક સ્વરૂપ નહીં જોયું હોય! સ્પેસમાંથી આવેલો આ Video હાજા ગગડાવશે
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, વાવઝોડું એટલું ઘાતક છે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે. ભારે વરસાદ ગુજરાત તથા પાડોશી રાજ્યમાં થવાની આગાહી કરીને દેશના અડધા ભાગોમાં વાવાઝોડાની અસર થવાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જ્યારે વાવાઝોડું નજીક આવશે ત્યારે તેનું ઉગ્ર સ્વરૂપ જોવા મળશે. વાવાઝોડું જે જગ્યા પર ટકરાશે ત્યાં 15, 16 અને 17 તારીખ દરમિયાન ભારે પવન જોવા મળશે. જેની અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને રાજસ્થાનના ભાગોમાં પણ જોવા મળશે.
5 વર્ષમાં ચોથું ચક્રવાત, અચાનક ગુજરાત તરફ કેમ વધવા લાગ્યા તબાહીના આટલા તોફાન
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. એટલું જ નહીં, ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 55-60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. જેમાં કાચાં અને પતરાવાળા મકાનોને અસર થઈ શકે છે. માલધારીઓને પોતાના પશુઓને યોગ્ય જગ્યા પર રાખવાની સલાહ આપી રહ્યા છે.
વાવાઝોડાની અસરને લીધે સુરતનો દરિયો થયો ગાંડો, ઉછળી રહ્યાં છે મોટા મોજાઓ, જુઓ તસવીરો
અંબાલાલે વધુમાં જણાવ્યું કે, ગુજરાતનો દરિયો તોફાની બનશે અને ભારે કરંટ જોવા મળશે. એટલું જ નહીં, ભારે પવન ફૂંકાશે અને ઊંચા મોજા ઉછળશે. ભારે વરસાદની સ્થિતિ મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે. વાવાઝોડાની સૌથી વધારે અસર ઓખા, દ્વારકા, માંગરોળમાં વર્તાશે. તો વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વાવાઝોડાની અસર થશે. વાવાઝોડાને પગલે વલસાડ, નવસારીના ભાગોમાં અતિભારે વરસાદ પડશે.
ગુજરાતમાં ક્યા ક્યા વરસાદ પડશે
આગામી 13થી 16 જૂન દરમિયાન વરસાદની સંભાવના સૌથી વધારે છે. 13થી 16 જૂન દરમિયાન વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર સુધી વાવાઝાડાની અસર થશે. મધ્ય ગુજરાતના આ ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. એટલું જ નહીં, આ તારીખોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે ગાજવીજ અને ધૂળની ડમરી સાથે વરસાદ ખાબકશે. બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે વાવાઝોડું મજબૂત બન્યું છે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ રાજ્યમાં ભારે પવન ફૂંકવા લાગશે.
અમેરિકા પહેલીવાર PM મોદીને 21 તોપોની સલામી આપશે, આવું કરશે ભવ્યાતિભવ્ય સ્વાગત
બિપોરજોય વાવાઝોડું સમગ્ર જનજીવનને કંપાવી દેશે
વાવાઝોડાની અસર કેવી રહેશે તે વિશે તેઓએ કહ્યું કે, વાવાઝોડું 150 કિમીની ઝડપે ફૂંકાશે. બિપોરજોય વાવાઝોડું સમગ્ર જનજીવનને કંપાવી દેશે. વાવાઝોડામાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે અસર થશે. બિપરજોયના કારણે ભારેથી અતિભારે પૂરની સ્થિતિ સર્જાશે. કોસ્ટલ એરિયાની સાથે રાજ્યના આંતરિક વિસ્તારમાં પણ ભારે અસર થશે. રાજ્ય સરકારના પ્રયત્નો ખુબ સારા અને હવામાન વિભાગની આગાહી ઉપર ધ્યાન આપવું.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : હવેના બે દિવસ ગુજરાત માટે ભારે, આવતીકાલે સાંજે ટકરાશે
ગત વાવાઝોડા કરતા પણ ગંભીર અસર વર્તાવશે
બિપોરજોય ચક્રવાતને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માહિતી આપી કે, આ વાવાઝોડાની અસર કચ્છ સહિત સમગ્ર દરિયાકાંઠા વિસ્તાર સહિત સમગ્ર રાજ્ય સહીત રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સુધી રહેશે. ખાસ કરીને ગુજરાતના દરિયા કાંઠે પૂર આવશે. લોકો ઘરોમાં પૂરના પાણી ઘુસી જશે, છાપરાઓ ઉડી જશે. ગત વાવાઝોડા કરતા પણ ગંભીર અસર વર્તાવશે. 650 કિલોમીટરના એરિયામાં અસર થશે. આ સમગ્ર વાવાઝોડું કાળો કહેર વર્તાવશે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. આ વાવાઝોડાંમાં રાજસ્થાન સહિત પાકિસ્તાનમાં અસર થશે.
ખેડાના ગામડાઓમાં ઢોલ વગાડી લોકોને અપાઈ ચેતવણી, કહ્યું- બે દિવસ સુધી બહાર નિકળવું નહિ