Cyclone Biparjoy Live Updates : ઓ બાપ રે! Biparjoy cyclone આવું છે ભયાનક, 4 મીનિટનો આ અંતરિક્ષનો વીડિયો તમારા રૂવાડાં ઉભા કરી દેશે
Cyclone Biparjoy Live Updates: અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા બિપરજોય ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય હાલ તો પ્રતિ કલાક 8 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. ગુજરાતના કાંઠા વિસ્તારોમાં તેની અસરો પણ દેખાવવા લાગી છે. જે જોતા લાગી રહ્યું છે કે ગુજરાત માટે આગામી 36 કલાક અત્યંત ભારે બની શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ આ વાવાઝોડું 15મી જૂને ગુજરાતના કાંઠેથી પસાર થઈ શકે છે. જેને લઈને ગુજરાત સરકાર અલર્ટ મોડમાં છે.
Trending Photos
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે
Cyclone Biparjoy Live: માંડવી બીચ પર સન્નાટો, કંડલા પોર્ટ પર તમામ એક્ટિવીટી બંધ
કચ્છ જિલ્લામાં માંડવીનો દરિયા કિનારો સુમસામ બની ગયો છે. કારણ કે ચક્રવાત બિપોરજોયને ધ્યાનમાં રાખીને બીચ પરની તમામ પ્રવૃત્તિઓ સ્થગિત કરવામાં આવી છે. ચક્રવાતને કારણે કંડલા પોર્ટ પર તમામ કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે.
Cyclone Biparjoy Live:69 ટ્રેનો રદ કરવામાં આવી, જ્યારે 33ને ટૂંકાવાઈ
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) એ માહિતી આપી હતી કે ચક્રવાતી તોફાન 'બિપરજોય' ને ધ્યાનમાં રાખીને સાવચેતીનાં પગલાં તરીકે 69 ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે 33 ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરાઈ છે જ્યારે 27 ટ્રેનોને ટૂંકા ગાળા માટે શોર્ટ ઓર્જિનેટ કરવામાં આવી છે.
69 trains have been cancelled, 33 trains have been short-terminated, while 27 trains short-originated as a precautionary measure, in view of safety of passengers in view of #CycloneBiparjoy, says CPRO Western Railway pic.twitter.com/doBjFUUiOI
— ANI (@ANI) June 14, 2023
Cyclone Biparjoy Live: ગુજરાતના દરિયાકાંઠાથી 275 કિમી દૂર બિપરજોય ચક્રવાત, 47 હજાર લોકોનું સલામત સ્થળે સ્થળાંતર
ચક્રવાતી તોફાન 'બિપોરજોય'ના ખતરા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના પ્રિન્સિપલ સેક્રેટરી સહિત ઘણા ટોચના અધિકારીઓએ બેઠકમાં હાજરી આપી હતી. આ દરમિયાન ચક્રવાતના સંભવિત ભય અને રાહત અને બચાવ કાર્યની સમીક્ષા કરવામાં આવી હતી. હાલમાં આ વાવાઝોડું ગુજરાતના કચ્છમાં જખાઉ બીચથી 275 કિમી દૂર છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આ તોફાન 15 જૂને સાંજે 4 વાગ્યાની આસપાસ દરિયાકાંઠે ત્રાટકી શકે છે. આ દરમિયાન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે ભારે નુકસાન થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં પ્રશાસને અત્યાર સુધીમાં 47 હજાર લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી હટાવીને સલામત સ્થળે પહોંચાડ્યા છે. આ સાથે જે વિસ્તારોમાં વાવાઝોડાની અસર થવાની છે ત્યાંથી લગભગ 4000 હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે.
Cyclone Biparjoy Live: કચ્છમાં દરિયા કિનારે પાર્ક કરેલી બોટ, માછીમારોને પાણીમાં પ્રવેશવા દેવામાં આવ્યા નથી
ચક્રવાતી તોફાન બિપોરજોયને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને તેથી તેમની બોટ કચ્છમાં દરિયા કિનારે રાખી છે. હવામાન વિભાગના નવીનતમ અપડેટ મુજબ, ચક્રવાત હાલમાં દેવભૂમિ દ્વારકાથી 290 કિમી ડબલ્યુએસડબલ્યુ અને ગુજરાતના જખાઉ બંદરથી 280 કિમી ડબલ્યુએસડબલ્યુમાં સ્થિત છે.
#WATCH | Gujarat | Boats docked in Kutch as fishermen avoid venturing into the sea in wake of #CycloneBiparjoy
As per IMD's latest update, Biparjoy lies 290 km WSW of Devbhoomi Dwarka and 280 km WSW of Jakhau Port, Gujarat. pic.twitter.com/FTJxgbMSbw
— ANI (@ANI) June 14, 2023
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસ્યો વરસાદ --
સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં 5 ઈંચથી વધુ વરસાદ --
દ્વારકાના ખંભાળિયામાં 5 જ્યારે દ્વારકામાં 4 ઈંચ વરસાદ --
કલ્યાણફુર અને રાજકોટના ઉપલેટામાં 3 ઈંચ જેટલો વરસાદ --
રાજ્યના 10 તાલુકામાં નોંધાયો 2 ઈંચથી વધુ વરસાદ --
રાજ્યના 31 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ --
ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે.. આવતી કાલે સાંજે ગુજરાતના દરિયાકિનારે બિપરજોય વાવાઝોડું ટકરાશે. હાલ બિપરજોય વાવાઝોડું દ્વારકાથી 290 કિમી દૂર છે. તો જખૌ બંદરથી 280 કિમી દૂર છે..વાવાઝોડું પોરબંદરથી 350 કિમી દૂર છે..તો બિપરજોય વાવાઝોડું નલિયાથી 310 કિમી દૂર છે..હાલ બિપરજોય વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનના સ્વરૂપમાં છે. 15 જૂને સાંજે ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડું ટકરાશે. કચ્છના માંડવીથી લઈને પાકિસ્તાનના કરાંચી વચ્ચે જખૌ બંદર નજીક વાવાઝોડું ટકરાશે. હાલના આંકડાને જોતા વાવાઝોડું પોરબંદર અને દ્વારકાના દરિયા કિનારારથી દૂર જઈ રહ્યું છે. જ્યારે કચ્છના જખૌ અને નલિયા તરફ આગળ વધી રહ્યું છે.જખૌથી વાવાઝોડું પસાર થશે ત્યારે 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદની પડી શકે છે. 16 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી.
ગુજરાતમાં લોકડાઉન! 2 દિવસ આ ગામોમાં બધું જ રહેશે બંધ , પોલીસ આપશે પરમીશન
Cyclone Biparjoy Live Tracking: આઈએમડી અનુસાર, ચક્રવાત કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે જખાઉ બંદર નજીક 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે 15 જૂનની સાંજે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના દરિયાકાંઠાના ભાગો, ખાસ કરીને કચ્છ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ગુજરાતમાંથી 50 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે તો મંદિરો, બંદરો અને પ્રવાસન સ્થળો બંધ કરી દેવાયા છે. સરકારે એસટી બસો અને ટ્રેનો કેન્સલ કરવાની સાથે કેટલીક જગ્યાએ ટૂંકાવી દીધી છે.
હાલમાં અરબ સાગરમાં ચક્રવાતી " Biparjoy" વાવાઝોડું સર્જાયું છે, જે આગામી સમય દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. જેના લીધે કચ્છ જિલ્લાના દરિયા કાંઠા વિસ્તાર સાથે કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ખૂબ ઝડપી અને ભારે વરસાદ સાથે પવન ચુકાવાની તથા ઉંચા દરિયાઈ મોજાઓ ઉછળવાની પ્રબળ શક્યતા હોઈ આ સમગ્ર કચ્છ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ અને ચક્રવાતથી જાનમાલને નુકશાન થતું અટકાવવા માટે અગમચેતીના પગલા રૂપે કચ્છ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારના સંભવિત અસર પામનાર ગામોમાં બજારની તમામ દુકાનો/ ગલ્લાઓ લારીઓ બંધ કરવા માટે સરકારે કોરોના બાદ પ્રથમવાર જાહેરનામું બહાર પાડ્યું છે.
ગુજરાતમાં રેડ એલર્ટ! 50 હજારનું રેસ્ક્યું, મંદિરો-પ્રવાસન સ્થળો બંધ, બસો - ટ્રેનો અને બંદરો બંધ, હાલત ખરાબ
અરબી સમુદ્રમાંથી સર્જાયેલું ચક્રવાત બિપોરજોય ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ઘણું નુકસાન કરી શકે છે. દરિયાકાંઠે વાવાઝોડું ટકરાશે ત્યારે ત્રણ જિલ્લામાં સૌથી વધુ તબાહી સર્જાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે તોફાન થોડું નબળું પડ્યું હતું, પરંતુ હજુ પણ તે 'અતિ ગંભીર' શ્રેણીમાં છે. ગુરુવારે સાંજે તે ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચેના દરિયાકાંઠે અથડાશે તેવી સંભાવના છે. તે સમયે તોફાનની ઝડપ 125 થી 150 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે.
તોફાનના કારણે ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ અને વરસાદ ચાલુ છે. આ દરમિયાન અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. વાવાઝોડાને જોતા મંગળવારથી ગુજરાતના દરિયાકાંઠાના 10 કિમી ત્રિજ્યાના વિસ્તારોને ખાલી કરાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. 50 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. બંદરો બંધ કરી દેવામાં આવ્યા છે. NDRFની 17 ટીમો અને SDRFની 12 ટીમો રાહત અને બચાવ માટે તૈયાર છે.
દેશના સૌથી મોટા કેમિકલ પોર્ટ દહેજ (#dahejport) નજીક તેજ પવન અને સમુદ્રમાં ભારે કરંટ અનુભવાયો
કેમિકલ કંપનીઓએ એલર્ટ રખાઈ
જિલ્લાના 44 ગામ અને 5 ઉદ્યોગોને સાવચેત રહેવા જણાવાયું
તંત્ર દ્વારા ઉદ્યોગોને હોર્દિંગ, બેનર્સ અને પતરાના શેડ ઉતરી લેવા કરાયા આદેશ
સંભવિત વાવાઝોડાની અસરને પગલે કચ્છના 9 મોટા ગામ રહેશે સંપૂર્ણપણે બંધ
દયાપર, નખત્રાણા, નલિયા, નારાયણ સરોવર, માતાના મઢ સહિત 9 ગામોની બજારો બંધ રાખવા કલેકટરનો હુકમ
આવશ્યક વસ્તુઓ સિવાય આજથી 16 તારીખ સુધી બજાર બંધ રાખવા કર્યો હુકમ
દરિયાકિનારાની નજીકના ગામોને કરાયા એલર્ટ
- બિપરજોયને લઇ હવામાન વિભાગની આગાહી
- આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે
- સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ
- હાલ વેરી સિવિયર સાયક્લોન જખૌ પોર્ટથી 260 km દૂર
- હાલ વાવાઝોડું ઉત્તર પૂર્વીય દિશા તરફ આગળ વધી રહ્યું છે
- આવતી કાલે વેરી સિવિયર સાયક્લોન ઇન્ટેન્સિટી સાથે વાવાઝોડું ટકરાશે
- જખૌ બંદરની નજીક વાવાઝોડું ટકરાશે
- વાવાઝોડું જયારે ટકરાશે ત્યારે પવનની ગતી 125-150 km/h ની ઝડપ રહેશે
- અમદાવાદમાં આવતીકાલે વીજળીના કડાકા સાથે વરસાદ રહેશે
- કચ્છ, જામનગર, મોરબી દ્વારકા, રાજકોટમાં અમે વધુ સાવચેતી રાખવા સૂચના આપી
- લાંબા સમય સુધી વાવાઝોડાની અસર રહેશે
- દ્વારકામાં, ઓખા, રાજકોટ, જૂનાગઢમાં ભારે વરસાદ પડ્યો છે
સંભવિત બિપરજોય વાવાઝોડું કચ્છના દરિયાઈ વિસ્તારમાં લેન્ડફોલ થઈ શકે છે. સંભવિત જખૌ ખાતે તેનું લેન્ડફોલ થશે. હાલમાં વાવાઝોડું કચ્છના જખૌથી 280 કિલોમીટર દૂર છે.કચ્છના અબડાસા વિસ્તારમા દરિયામા કરંટ જોવા મળ્યો હતો. દરિયામાં 10 થી 15 ફુટ ઉંચા મોજા ઉછળ્યા હતા તો પીંગલેશ્વર,છછી, જખૌ બંદર પર દરિયામા કરંટ જોવા મળ્યો હતો.તમામ દરિયાઇ વિસ્તારમા આમ નાગરીકોના પ્રવેશ પર વહિવટી તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે.આવતી કાલે જ્યા વાવાઝોડુ ટકરાવાનુ છે તેવા જખૌ નજીકનો દરિયો તોફાની બન્યો છે.અત્યાર સુધીમાં 11,000 લોકોનુ સ્થળાતંર કરવામાં આવતું કે તો હાલમાં કચ્છમા હોસ્પિટલમા 1874 બેડ ઉપલબ્ધ છે તો 270 જેટલી એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ છે.તો દરિયાઈ વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે અને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવી રહ્યા છે જ્યાં રહેવા કરવાની ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.તો કચ્છમાં કુલ 48000 ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.સામાજિક સંસ્થાની મદદથી ફુડ પેકેટ તૈયાર કરી સેલ્ટર હોમમા મોકલવામાં આવશે. કચ્છમાં એક કેન્દ્રીય અને બે રાજ્ય પ્રધાન પણ સ્ટેન્ડ બાય પર છે. નલિયા વિસ્તારમાં NDRF અને SDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે તો કચ્છનું વહીવટીતંત્ર કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા સજજ થયું છે
ભયંકર ખરાબ સ્થિતિ દર્શાવે છે આ વીડિયો
مشاهد حصرية من الفضاء للإعصار المداري في بحر العرب..
من محطة الفضاء الدولية نقدر نتابع ظواهر طبيعية كثيرة، ونتعاون مع الخبراء على الأرض بمجال رصد الأحوال الجوية.. 🌩️🌀
الله يحفظ الجميع pic.twitter.com/QlpWDOz0n0
— Sultan AlNeyadi (@Astro_Alneyadi) June 13, 2023
'બિપરજોય' ચક્રવાતને કારણે ગુજરાતમાં ભયંકર સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી ચક્રવાતના વિઝ્યુઅલ્સ પણ સામે આવ્યા છે. અરબી સમુદ્ર પર 'બિપરજોય' કેવી રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે તે આમાં દેખાય છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાત હાલમાં જખાઉ બંદરથી 280 કિમી દૂર છે. તે 15 જૂનની સાંજ સુધીમાં બંદર પર પહોંચી શકે છે. ગુજરાતમાં ચક્રવાત બિપરજોયના કારણે થયેલી તબાહી જોવા માટે જુઓ વીડિયો.
Watch as a tropical cyclone forms over the Arabian Sea from these views I captured.
The ISS provides a unique perspective on several natural phenomena, which can assist experts on Earth in weather monitoring.🌩️🌀
Stay safe, everyone! pic.twitter.com/dgr3SnAG0F
— Sultan AlNeyadi (@Astro_Alneyadi) June 13, 2023
બીપરજોય વાવાઝોડાની દહેશતને પગલે તંત્ર એલર્ટ
તકેદારીના ભાગરૂપે દરિયાકાંઠાના ગામો ખાલી કરાવાયા
જખૌના બુડીયા ગામને ખાલી કરાવવા આવ્યું
અંદાજે 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું
નલિયા ખાતે આવેલી મોડલ ગર્લ્સ હાઇસ્કુલમાં લોકો માટે રહેવાની વ્યવસ્થા કરાઈ
દરિયાકાંઠાથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે બુડિયા ગામ
બુડીયા ગામ નજીક લાલા ગામના લોકોનો પણ સલામત સ્થળે ખસેડવામાં આવશે
નલિયામાં આવેલી મોડલ સ્કૂલમાં 24 રૂમ આવેલા છે, વધુ વ્યવસ્થાની જરૂર પડશે તો મરીન કમાન્ડોનું ટ્રેનિંગ સેન્ટર અને મોડલ ગર્લ્સ હોસ્ટેલમાં પણ રહેવાની વ્યવસ્થા ઉભી કરાશે
મીંઢોળા નદી પરનો પુલ ધરાશાયી, બિસ્કીટની જેમ થયા પુલના બે ટુકડા!
મીંઢોળા નદી પરનો પુલ ધરાશાયી, બિસ્કીટની જેમ થયા પુલના બે ટુકડા! #BiparjoyCyclone #CycloneBiporjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #ZEE24KalakOriginalVideo #Gujarat pic.twitter.com/cMzwBnRAJu
— Zee 24 Kalak (@Zee24Kalak) June 14, 2023
માયાનગરી મુંબઈ માટે આગામી 24 કલાક ભારે... દરિયાનો ભયાનક નજારો
માયાનગરી મુંબઈ માટે આગામી 24 કલાક ભારે... દરિયાનો ભયાનક નજારો#BiparjoyCyclone #CycloneBiporjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #Mumbai #ZEE24KalakOriginalVideo pic.twitter.com/yL9iHrunZA
— Zee 24 Kalak (@Zee24Kalak) June 14, 2023
દાદર ચોપાટીનો ખતરનાક નજારો, જાણો શું છે પરિસ્થિતિ
દાદર ચોપાટીનો ખતરનાક નજારો, જાણો શું છે પરિસ્થિતિ#BiparjoyCyclone #CycloneBiporjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #Mumbai #ZEE24KalakOriginalVideo pic.twitter.com/HoygwaRIhL
— Zee 24 Kalak (@Zee24Kalak) June 14, 2023
ભારતીય હવામાન વિભાગની આવી લેટેસ્ટ અપડેટ
Cyclone Warning for Saurashtra & Kutch Coasts: RED MESSAGE. VSCS BIPARJOY at 0830 IST of today over NE Arabian Sea near lat 21.9N & long 66.3E,about 280km WSW of Jakhau Port (Gujarat) and 290km WSW of Devbhumi Dwarka. To cross near Jakhau Port by evening of 15th June as VSCS@WMO pic.twitter.com/j7bMLeen1c
— India Meteorological Department (@Indiametdept) June 14, 2023
Ndrfની વધારાની ટીમો કચ્છ જિલ્લામાં મોકલવામાં આવશે
બે ટીમ રાજકોટથી કચ્છ જિલ્લામાં મોકલવામાં આવી
ગાંધીનગરની રીઝર્વ ટીમ રાજકોટ મોકલાઈ
કચ્છ જીલ્લામાં કુલ 6 ટીમો રખાઈ
15 ટીમો ગુજરાત બહાર એલર્ટ રાખવામાં આવી છે
5 ભટીંડા, 10 અન્નુકુલામમાં રીઝર્વ રખાઈ છે
ગુજરાતમાં સ્થળાંતર કરાયેલ લોકોની વિગત
જૂનાગઢ - 4,462
કચ્છ -17,739
જામનગર -8,542
પોરબંદર -3,469
દ્વારકા -4,863
મોરબી -1,936
રાજકોટ -4,497
કુલ 47,113 લોકોનું કરાયું સ્થળાંતર
Cyclone Biparjoy Live: હવામાન વિભાગની આ છે છેલ્લી અપડેટ
Cyclone Warning for Saurashtra & Kutch Coasts: RED MESSAGE. VSCS BIPARJOY at 0530IST of today over NE Arabian Sea near lat 21.9N & long 66.3E, about 280km WSW of Jakhau Port (Gujarat), 290km WSW of Devbhumi Dwarka. To cross near Jakhau Port (Gujarat) by evening of 15June as VSCS. pic.twitter.com/DQPh75eXwY
— India Meteorological Department (@Indiametdept) June 14, 2023
વાવાઝોડાની અસર! છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 95 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખંભાળિયામાં 5 ઇંચ
રાજ્યના દરિયાકિનારે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમા સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 4.84 ઇંચ વરસાદ ખાબક્યો છે.
વાવાઝોડા સમયે કામ વિના બહાર ન નીકળતા
સંભવિત બીપરજોય વાવાઝોડા સામે સાવચેતી એ જ સલામતી.
અફવાઓથી દૂર રહી, તંત્ર તરફથી આપવામાં આવતી સાચી માહિતી પર જ ધ્યાન રાખો. આફત સામે પૂર્વ તૈયારી એ જ એકમાત્ર ઉપાય.#BiparjoyCyclone pic.twitter.com/2JS0ECMx9a— Amdavad Municipal Corporation (@AmdavadAMC) June 13, 2023
અમદાવાદીઓ રહેજો સાવધાન
જાહેર જનતા જોગ સંદેશ
- વાવાઝોડા/વરસાદના કારણે થતી સમસ્યાના નિરાકરણ માટે 9978355303 સંપર્ક નંબર પર વ્હોટસ એપ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકાય છે.ચોમાસા દરમિયાન શહેરમાં ઉપસ્થિત થનાર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સુસજ્જ છે.#BiparjoyCyclone pic.twitter.com/Ad7ecoHohG
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) June 14, 2023
જરૂર વગર ઘરમાંથી નીકળવું નહીં, દૂધ-શાકભાજીનો સંગ્રહ રાખવો: અમદાવાદીઓ માટે તંત્રએ જાહેર કરી ગાઈડલાઇન
સંભવિત બિપોરજોય ચક્રવાત દરમિયાન આટલું જરૂરથી કરો, જવાબદાર બનો,
અફવાઓથી દૂર રહો અને નિયત સમયે સરકાર શ્રી દ્વારા મળતી આધિકારીક તમામ સૂચનાઓનું પાલન કરો.
સુરક્ષિત રહો અને આસપાસના લોકો/પશુપક્ષીઓની સુરક્ષા પણ સુનિશ્ચિત કરો.#BiparjoyCyclone pic.twitter.com/dJnLpf4a4Z— Amdavad Municipal Corporation (@AmdavadAMC) June 13, 2023
Cyclone Biparjoy Update: 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, ભયંકર નુક્સાન કરશે
IMD અનુસાર, રાજકોટ, મોરબી અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ જિલ્લાઓમાં 15 જૂને 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોરદાર પવન અને વરસાદ ઉભા પાકો, ઘરો, રસ્તાઓ, વીજ અને સંચાર થાંભલાઓ અને પૂરના સ્થળાંતર માર્ગોને વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે.
બિપરજોયના ખતરા વચ્ચે જામનગર આર્મી કેમ્પથી દ્વારકા માટે ટીમો રવાના....#BiparjoyCyclone #CycloneBiporjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #ZEE24KalakOriginalVideo #Gujarat pic.twitter.com/mkNh4NjzLx
— Zee 24 Kalak (@Zee24Kalak) June 14, 2023
Cyclone Biparjoy Live: મુંબઈ નજીક અરબી સમુદ્રમાં ઉછળી રહ્યાં છે ઊંચા મોજા
ચક્રવાત 'બિપોરજોય'ની તીવ્રતાને કારણે મુંબઈમાં હાઈ ટાઈડના કારણે મોજા વધુ તીવ્ર બન્યા છે. ગેટવે ઓફ ઈન્ડિયા પાસે અરબી સમુદ્રના મોજાને ઉછળતાં જોઈ શકાય છે.
#WATCH | High tide waves hit Mumbai as cyclone 'Biporjoy' intensifies
(Visuals from Gateway of India) pic.twitter.com/C1vhrHiWZS
— ANI (@ANI) June 14, 2023
Cyclone Biparjoy Live: દ્વારકામાં દરિયાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે
ચક્રવાતના રૂપમાં ઉંચી ભરતીના મોજા ગુજરાતમાં ત્રાટકી રહ્યા છે. બિપરજોય 'ગંભીર ચક્રવાતી તોફાન'માં ફેરવાઈ ગયું છે. દ્વારકામાં દરિયા પાસે ઉછળતા ઊંચા મોજા 'બિપરજોય'ની ચેતવણી આપી રહ્યા છે.
#WATCH | High tide waves hit Gujarat as cyclone #Biparjoy intensified into a severe cyclonic storm
(Visuals from Dwarka) pic.twitter.com/4c8roLFre1
— ANI (@ANI) June 14, 2023
Cyclone Biparjoy Live: ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોના રહેવાસીઓને ઝડપથી ખસેડાયા
ગુજરાતના જૂનાગઢમાં ચક્રવાત 'બિપોરજોય' તીવ્ર બનતાં દરિયાકાંઠાના વિસ્તારોના રહેવાસીઓને ઝડપથી આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવી રહ્યા છે.
#WATCH | Junagadh, Gujarat: Residents of coastal areas being shifted to shelters as cyclone 'Biporjoy' intensifies pic.twitter.com/iZvGSytVUV
— ANI (@ANI) June 14, 2023
Cyclone Biparjoy Live: ચક્રવાત 'બિપરજોય'ની અસર, માંડવી બીચ પર જોરદાર પવનનો અવાજ
ચક્રવાત 'બિપરજોય'ના કારણે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી દરિયા કિનારે અરબી સમુદ્રમાંથી ઉછળતા ભારે પવન અને ઊંચા મોજા જોવા મળી રહ્યા છે.
#WATCH | Strong winds, high tide triggered by cyclone 'Biparjoy' at Mandvi beach in Kachchh district of Gujarat pic.twitter.com/0WkTkytW2N
— ANI (@ANI) June 14, 2023
Cyclone Biparjoy Live: બિપરજોય 15 જૂને બપોરે 3 વાગ્યે ગુજરાતના જખૌ કાંઠે ત્રાટકી શકે છે
ચક્રવાતી તોફાન 'બિપરજોય' 15 જૂને બપોરે 3 વાગ્યે ગુજરાતના જખૌ કાંઠે ત્રાટકવાની શક્યતા છે. તાજેતરની આગાહી મુજબ, ચક્રવાતની હિલચાલથી દિશામાં થોડો ફેરફાર થયો છે, જેના કારણે ચક્રવાત જખૌના ભારતીય દરિયાકાંઠાથી થોડે દૂર પાકિસ્તાનની દિશામાં ત્રાટકે તેવી સંભાવના છે. અગાઉ અંદાજિત સ્થળ હતું.. એક સંયુક્ત ટીમ આ ચક્રવાતની હિલચાલ પર સતત નજર રાખી રહી છે.
જામનગર પોલીસે પેટ્રોલિંગ કરી લોકોને સુરક્ષિત સ્થાને ખસવા કરી અપીલ
જામનગર પોલીસે પેટ્રોલિંગ કરી લોકોને સુરક્ષિત સ્થાને ખસવા કરી અપીલ#BiparjoyCyclone #CycloneBiporjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert #ZEE24KalakOriginalVideo #Gujarat pic.twitter.com/vt9Q2badhx
— Zee 24 Kalak (@Zee24Kalak) June 14, 2023
વાવાઝોડું બિપરજોય સૌરાષ્ટ્ર-કચ્છને તો ધમરોળશે સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ લાવશે
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા બિપરજોય ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય હાલ તો પ્રતિ કલાક 8 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. ગુજરાતના કાંઠા વિસ્તારોમાં તેની અસરો પણ દેખાવવા લાગી છે. જે જોતા લાગી રહ્યું છે કે ગુજરાત માટે આગામી 36 કલાક અત્યંત ભારે બની શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ આ વાવાઝોડું 15મી જૂને ગુજરાતના કાંઠેથી પસાર થઈ શકે છે.
વાવાઝોડાના આગમન પહેલા જ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. હાલની સ્થિતિ મુજબ તો આ વાવાઝોડું બિપરજોય જખૌના દરિયા કિનારે ટકરાવવાના સંકેતો મળી રહ્યા છે. શરૂઆત અને લેન્ડફોલ થતી વખતે વાવાઝોડું બિપરજોય સૌરાષ્ટર્ અને કચ્છને ધોધમાર વરસાદ અને ભારે પવન સાથે ધમરોળશે. સૌરાષ્ટ્ર અને કચ્છને ધમરોળ્યા બાદ ઉત્તર ગુજરાતમાં પણ આંધી સાથે વરસાદ લાવે તેવા એંધાણ છે.
આગાહીકાર અંબાલાલ પટેલે તો કહી દીધું, વાવાઝોડું વિનાશ વેરશે, કાળો કેર વર્તાવશે
બિપોરજોય વાવાઝોડું હવે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ તરીકે કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. સાયક્લોન હાલ પોરબંદરથી 350 કિમિ દૂર છે. 14 થી 16 જૂન દરમ્યાન દરિયાઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. જુદા જુદા જિલ્લાઓમાં અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદી ઝાપટા આવી શકે છે. આવામાં આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહી દીધું કે આ વાવાઝોડું વિનાશક બની રહેશે. તેમણે કહ્યું કે, બિપરજોય વાવાઝોડું કેટલાક વિસ્તારોમાં પૂર લઈને આવશે. તો કેટલીક નદીઓમાં પાણીની આવક થશે. ખાસ કરીને સૌરાષ્ટ્રની નદીઓમાં પૂર આવશે. સૌરાષ્ટ્ર નદીઓની આસપાસના વિસ્તારોમાં તારાજી સર્જાઈ શકે છે. ઉત્તર ગુજરાતની સુખી નદીઓમાં પાણીની સારી આવક થશે.
- વાવાઝોડાને ધ્યાનમાં રાખી ખોડલધામે શરૂ કર્યું રાહત રસોડું
- અસરગ્રસ્ત જિલ્લાઓમાં ખોડલધામ પહોંચાડશે ફૂડ પેકેટ્સ
- પ્રથમ તબક્કામાં 15 હજારથી વધુ ફૂડ પેકેટ્સ આવશે પહોંચાડવામાં
- જિલ્લા તંત્રની સૂચના મુજબ ફૂડ પેકેટ્સનું કરાશે વિતરણ
- રાજકોટ ખોડલધામ સમિતિ સહિત અન્ય જિલ્લાની સમિતિ પણ તૈયાર કરી રહ્યા છે ફૂડ પેકેટ્સ
- 700 થી વધુ ખોડલધામના સ્વયંમસેવકો સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં બજાવી રહ્યા છે ફરજ
- વાવાઝોડું અસર કરતા વિસ્તારોમાં ખોડલધામ દ્વારા શરૂ કરવામાં આવ્યું કંટ્રોલરૂમ
- રાજકોટ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, ગીર સોમનાથ, મોરબી માં શરૂ કરવામાં આવ્યા કંન્ટ્રોલરૂમ
આ તારીખે ન જતા સાળંગપુર, સલામતીને ધ્યાનમાં રાખી મંદિર પ્રશાસનનો મોટો નિર્ણય
આ તારીખે ન જતા સાળંગપુર, સલામતીને ધ્યાનમાં રાખી મંદિર પ્રશાસનનો મોટો નિર્ણય#CycloneBiparjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert pic.twitter.com/D8DL6zOZSG
— Zee 24 Kalak (@Zee24Kalak) June 13, 2023
બિપરજોયનું સંકટ! અસ્માવતી રિવર ફ્રન્ટ પરથી 100થી વધુ લોકોનું સ્થળાંતર
બિપરજોયનું સંકટ! અસ્માવતી રિવર ફ્રન્ટ પરથી 100થી વધુ લોકોનું સ્થળાંતર#CycloneBiparjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert pic.twitter.com/Jfg2TpeLMh
— Zee 24 Kalak (@Zee24Kalak) June 13, 2023
નવલખી હાઇવે પર બિપરજોય વાવાઝોડાની અસર! હજારો ટ્રકના થંભી ગયા પૈડા
નવલખી હાઇવે પર બિપરજોય વાવાઝોડાની અસર! હજારો ટ્રકના થંભી ગયા પૈડા #CycloneBiparjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert pic.twitter.com/nadCFCE6NR
— Zee 24 Kalak (@Zee24Kalak) June 13, 2023
બિપરજોય વાવાઝોડાને કારણે ખોડલધામ મંદિર બે દિવસ રહેશે બંધ
બિપરજોય વાવાઝોડાને કારણે ખોડલધામ મંદિર બે દિવસ રહેશે બંધ #CycloneBiparjoy #CycloneBiparjoyUpdate #CycloneAlert pic.twitter.com/jISmY3snZ0
— Zee 24 Kalak (@Zee24Kalak) June 13, 2023
આ છે ગુજરાત સાહેબ! વાવાઝોડાના સંકટ વચ્ચે મોરબી પોલીસે નવજાત બાળકનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કર્યું
આ છે ગુજરાત સાહેબ! વાવાઝોડાના સંકટ વચ્ચે મોરબી પોલીસે નવજાત બાળકનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કર્યું #cyclone #cyclonebiparjoy #BiparjoyCyclone #morbi #rain #viral pic.twitter.com/TA6xgJXz5C
— Zee 24 Kalak (@Zee24Kalak) June 14, 2023
Live Tracker માં આ રીતે જુઓ પળેપળની અપડેટ
ગુજરાત તરફ આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડાની લાઈવ ટ્રેકરમાં મૂવમેન્ટ જોવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો. . બિપરજોય વાવાઝોડાને ટ્રેક કરવા માટે Live Tracker.
આ જિલ્લાઓમાં પૂરનું જોખમ
આઈએમડી મુજબ રાજકોટ, મોરબી અને જૂનાગઢમાં ભારેથી વધુ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ જિલ્લાઓમાં 15 જૂનના રોજ 145 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે. ભારે હવા અને વરસાદથી ઊભા પાક, ઘરો, રસ્તાઓ, વીજળી અને સંચારના થાંભલાને ભારે નુકસાન થઈ શકે છે અને પાણી નિકાલના માર્ગોમાં પૂરની સ્થિતિ પેદા થઈ શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારો માટે રેડ અલર્ટ
હવામાન ખાતા (IMD)એ સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારો માટે રેડ અલર્ટ જાહેર કર્યું છે. હાલ આ વાવાઝોડું બિપરજોય અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 280 કિમી દૂર, દેવભૂમિ દ્વારકાથી 290 કિમી દૂર છે. જે 15 જૂને સાંજે જખૌ બંદર પાસેથી પસાર થાય તેવી શક્યતા છે.
Cyclone Warning for Saurashtra & Kutch Coasts: RED MESSAGE. VSCS BIPARJOY at 0530IST of today over NE Arabian Sea near lat 21.9N & long 66.3E, about 280km WSW of Jakhau Port (Gujarat), 290km WSW of Devbhumi Dwarka. To cross near Jakhau Port (Gujarat) by evening of 15June as VSCS. pic.twitter.com/DQPh75eXwY
— India Meteorological Department (@Indiametdept) June 14, 2023