અર્પણ કાયદાવાલા, અમદાવાદ: કોરોના વાયરસના કારણે રાજ્યમાં લોકડાઉન જાહેર કરાતા રાજ્યની તમામ ટ્રાન્સપોટેશન સેવાઓ બંધ કરવામાં આવી હતી. જો કે 25 માર્ચથી બંધ કરવામાં આવેલી મેટ્રો સેવા શહેરમાં આજથી પુન:શરૂ થઇ રહી છે. મેટ્રો બંધ રહેવાથી અત્યાર સુધીમાં રૂપિયા 16 લાખનું નુકસાન થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અમદાવાદ: પાણીની આવકથી વાસણા બેરેજનો 1 દરવાજો ખોલાયો, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ


કોરોના વાયરસના કારણે દેશમાં 25 માર્ચથી લોકડાઉન જાહેર કરાયું હતું. જો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે તબક્કાવાર લોકડાઉન અને ત્યારબાદ અનલોકની જાહેરાત કરી હતી અને દેશ તેમજ રાજ્યમાં વિવિધ સેવાઓની કોવિડ ગાઈડલાઈન અનુસાર શરૂ કરવાની મંજૂરી આપી હતી. ત્યારે અમદાવાદમાં 25 માર્ચથી બંધ કરવામાં આવેલી મેટ્રો સેવા આજથી પુન: શરૂ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:- સમગ્ર કચ્છમાં 260% જેટલો વરસાદ, પશુઓમાં રોગચાળો વકરતાં માલધારીઓ ચિંતિત


મેટ્રો સેવા બંધ રહેવાથી અત્યાર સુધીમાં મેટ્રોને રૂપિયા 16 લાખનું નુકસાન થયું છે. ત્યારે અમદાવાદમાં મેટ્રો સેવા શરૂ કરવાની સાથે જ મેટ્રો ઓથોરિટી દ્વારા કોવિડ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત મેટ્રો ટ્રેન અને સ્ટેશન પર પૂર્વ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. જેમ કે, કોચને સેનેટાઇઝેશન, સફાઇ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સ્ટીકરનું અમલીકરણ કરાયું છે.


આ પણ વાંચો:- બાર કાઉન્સિલની ચૂંટણી: કિરીટ બારોટની ચેરમેન અને શંકરસિંહ ગોહિલ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ


7-8 સપ્ટેમ્બરના રોજ 11થી 12.10 અને સાંજે 4.25થી 5.10 દરમિયાન મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. આ સમય દરમિયાન કોવિડ ગાઈડલાઈનનું પાલન થઇ રહ્યું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે. 9થી 12 સપ્ટેમ્બરે સવારે 11થી સાંજે 5 સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. 13 સપ્ટેમ્બરના NEET પરીક્ષા સમયે સવારે 7થી સાંજે 7 સુધી સેવા મળશે.


આ પણ વાંચો:- કોરોના મહામારીને સમજવા માટે ગુજરાતમાં પહેલીવાર દર્દીના દેહની પેથોલોજીકલ ઓટોપ્સીનો પ્રારંભ


14 સપ્ટેમ્બરથી અગાઉ મુજબ સવારે 11 વાગ્યાથી સાંજના 5.10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. ત્યારે કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. મેટ્રો સ્ટેશન ઉપર જ કોરોન્ટાઈન રૂમ બનાવવામાં આવ્યા છે. જરૂર પડશે તો વધુ સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર