ઉદય રંજન/અમદાવાદ: નકલી સાયબર એક્સપર્ટ દ્વારા 4.50 કરોડની ખંડણી કેસમાં સાયબર ક્રાઇમે એક પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. આ પોલીસ જવાન મોબાઈલનો CDR ડેટા નકલી સાયબર એક્સપર્ટને આપીને પૈસા કમાતો હતો. અનેક લોકોના મહત્વના ડેટા નકલી સાયબર એક્સપર્ટને વેચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સફેદ સોનાને ક્યારે મળશે સારા ભાવ? ગુજરાતમાં કપાસમાં મંદી કેમ? ખેડૂતોને ભારે નુકશાન


સાયબર ક્રાઇમની કસ્ટડીમાં જોવા મળતા આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિનય કથીરીયા છે. જેની નકલી સાયબર એક્સપર્ટની સાથે મળીને રૂ 4.50 કરોડની ખંડણીમાં સંડોવણી સામે આવતા સાયબર ક્રાઈમે ધરપકડ કરી. આ ખંડણી કેસમાં અગાઉ પકડાયેલા નકલી સાયબર એક્સપર્ટ અમિતકુમારને આરોપી પોલીસ જવાન એ જુદા-જુદા મોબાઇલ નંબર અને સી.ડી.આરના ડેટાની એક્સેલ સીટ આપી હતી.


ભાદરવી પૂનમના મેળામાં હવે બાળકો ખોવાઈ જવાનો ડર નહીં, દરેક બાળકને અપાશે આ સુવિદ્યા 


નકલી સાયબર એક્સપર્ટ અમિતકુમાર સિંહ અને વિનય કથીરિયા એ અનેક લોકોની અંગત માહિતી કાઢીને બ્લેકમેલ કરીને ખંડણી ઉઘરાવી છે. પૂણાના દંપતીએ ઘરેલુ કંકાસમાં સાઈબર ક્રાઈમની મદદ લીધી અને તેઓને ખડંણીનો ભોગ બન્યા હતા. આ ઘટના સાયબર ક્રાઈમમાં પહોંચી હતી. પોલીસે અગાઉ નકલી સાયબર એક્સપર્ટ અમિત સિંહની ધરપકડ કર્યા બાદ તેની ખડંણીમાં મદદ કરનાર પોલીસ કોન્સ્ટેબલની પણ ધરપકડ કરવામાં આવી છે.


રાજનીતિમાં ખળભળાટ! જેઠા ભરવાડે કોંગ્રેસ નેતા સામે કર્યો 100 કરોડનો બદનક્ષીનો દાવો


પકડાયેલા પોલીસ કોન્સ્ટેબલ વિનય કથીરિયા 2017થી પોલીસમાં જોડાયો હતો. ઝોન 5 DCP કચેરી મા નોકરી કરતો હતો. આ દરમિયાન નકલી સાયબર એક્સપર્ટ પોલીસ જવાનોને સાયબરની તાલીમ આપવા આવ્યો હતો. જેથી પોલીસ કોન્સ્ટેબલ વિનય આરોપી અમીતના પરિચયમાં આવ્યા હતો. બન્ને વચ્ચે મિત્રતા વધતા તેઓએ ખડંણીનુ નેટવર્ક શરૂ કર્યું હતું.


છેલ્લા 35 વર્ષથી અંબાજી જાય છે ઘુઘરા વાળો સંઘ;170થી વધુ લોકો છેક સુધી વગાડે છે ઘુધરા


નકલી સાયબર એક્સપર્ટ ઓ અમીગો સાયબર સિક્યોરીટીના નામે નવરંગપુરા ખાતે ઓફિસ શરૂ કરી તેમજ CYBER PLUS DEFENCE ACADEMY INDIA LLP નામથી ધંધો કરતો હોય. સાયબરની આડમાં અમિત સિઘ કલાઈટના મોબાઈલના સીડીઆર વિનય પાસે મંગાવતો હતો. ડીસીપી કચેરીમાં કામ કરતા આરોપીએ પોતાની પોસ્ટનો ફાયદો ઉઠાવીને સીડીઆર કઢાવીને અમિતને વેચી દેતો હતો અને અમીતસિંઘ લોકોને બ્લેકમેલ કરીને ખડંણી ઉઘરાવતો હતો. સાયબર ક્રાઈમે આરોપી વિનય કથીરીયાના ઘરમાં સર્ચ કરીને કોમ્પ્યુટર, મોબાઈલ જપ્ત કર્યો છે.


રાત્રે જમીને યુવક સુઈ ગયો,સવારે જાગ્યો જ નહીં! યુવકનું હાર્ટ એટેકના કારણે ઉંઘમાં મોત


ખંડણી કેસમાં પકડાયેલા પોલીસ કર્મચારીના કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી. આ પોલીસ જવાને કેટલા લોકોના સીડીઆર ડેટા અમીતસિંઘને આપ્યા અને કેટલાક લોકો પાસેથી ખંડણી ઉઘરાવી તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.