સફેદ સોનાને ક્યારે મળશે સારા ભાવ? ગુજરાતમાં કપાસમાં મંદી કેમ? ખેડૂતોને ભારે નુકશાન
અરવલ્લી જિલ્લાના કે જ્યા કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ચોમાસુ સીઝન દરમિયાન ખેડૂતોએ 30 હજાર હેક્ટર જમીનમાં એક વીઘા પાછળ 30 હજાર ખર્ચ કરી કપાસનું વાવેતર કર્યું હતું.
Trending Photos
ઝી બ્યુરો/અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં કપાસના પાકમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. મોંઘા ભાવે બિયારણ લાવી સારા ઉત્પાદનની આશા રાખી બેઠેલા ખેડૂતોને હાલ 100 મણ ઉત્પાદની આશા સામે માત્ર 30 મણ ઉત્પાદન મળે તેવી સ્થિતિ હાલ જોવા મળતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે.
અરવલ્લી જિલ્લાના કે જ્યા કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ચોમાસુ સીઝન દરમિયાન ખેડૂતોએ 30 હજાર હેક્ટર જમીનમાં એક વીઘા પાછળ 30 હજાર ખર્ચ કરી કપાસનું વાવેતર કર્યું હતું.પરંતુ વાવેતર બાદ સમયસર વરસાદ નહિ પડવાના અભાવે ખેડૂતોએ પિયત કર્યું અને ત્યાર બાદ મેઘરાજા મહેરબાન થયા અને વરસાદ વર્ષ્યો જેથી વધુ પડતા પાણીને પગલે પાકમાં ફૂગ અને સુકારાનો રોગ આવ્યો જેના કારણે કપાસનો પાક સુકાઈ જતા ખેડૂતોને મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.
ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં ખરીફ સીઝનમાં કુલ 1.80 લાખ હેક્ટર જમીનમાં મગફળી , કપાસ ,મકાઈ અને સોયાબીન જેવા પાકોનું વાવેતર કર્યું હતું. જે પૈકી બીજા ક્રમે કપાસનું વાવેતર થયુ હતું. પરંતુ કપાસનું વાવેતર બાદ વધુ પડતા પાણીને કારણે કપાસના પાકમાં મોટું નુકશાન થયુ છે.
ખેડૂતોએ એક વીઘા પાછળ 100 મણ ઉત્પાદનની આશા રાખી હતી. જેની સામે માત્ર 30 મણ જેટલું ઉત્પાદન મળી શકે તેવી સ્થિતિનું નિર્માણ થતા જગતના તાતને કફોડી હાલતમાં મુકવાનો વારો આવ્યો છે, ત્યારે સરકાર દ્વારા પાક નુક્શાનનીનું સર્વે કરી સહાય ચૂકવાય તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે