ચેતન પટેલ, સુરત: ચોરીના વાહનો પર રસ્તે ચાલતા રાહદારી તેમજ ઓટો રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી મોબાઈલ સ્નેચિંગ સહિત લૂંટ ચલાવતી ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ બાર જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપીઓ પાસેથી સ્નેચિંગ કરેલા અગિયાર જેટલા મોબાઈલ તેમજ ચોરીના બે વાહનો જપ્ત કરી વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ગુજરાતમાં વધુ એક કોરોનાનો શંકાસ્પદ કેસ આવ્યો સામે


સુરતમાં બનતા મોબાઈલ સ્નેચિંગ તેમજ વાહન ચોરીના ગુનાઓને ડામવા સુરત ક્રાઇમ બ્રાન્ચે ભારે કમરકસી છે. ત્યારે શહેરમાં રસ્તે ચાલતા રાહદારીઓ પાસેથી મોબાઈલ સ્નેચિંગ તેમજ લૂંટ ચલાવતી ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે મળેલ માહિતીના આધારે લીંબાયત વિસ્તારમાંથી આરોપી અસપાક શા અને વકીલ અહમદ અંસારીને ઝડપી પાડયા હતા. આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચને સ્નેચિંગ કરેલ મોબાઈલ તેમજ ચોરીના વાહનો સહિત ઘાતક હથિયાર મળી આવ્યું હતું. 


આ પણ વાંચો: મોડાસા માર્કેટ યાર્ડ ઘઉંની મબલખ આવકથી ઉભરાયું


Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...