પ્રશાંત ઢીવરે/સુરત: ભેસ્તાન વિસ્તારમાં આવેલ ઉન ખાતે 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરનાર 22 વર્ષીય આરોપી મોહમ્મદ હુઝેફા આમિર શેખે પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ સગીરાના ન્યૂડ ફોટો માતા-પિતાને બતાવવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આરોપી તેની નાસ્તાની દુકાને સગીરાને લઈ ગયો હતો. આરોપીએ સગીરા સાથે ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે માતા પિતાને જાણ થતાં આરોપી વિરુદ્ધ વિસ્તાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતું. પોલીસે ફરિયાદના આધારે આરોપી મોહમ્મદ હુઝેફા આમિર શેખેની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાઠીના આંબરડી ગામે મોટી દુર્ઘટના! વીજળી પડતાં 5ના દર્દનાક મોત, આકાશી આફતે ભારે કરી!


સગીરા આમીર શેખ સાથે સ્નેપચેટ એપથી સંપર્કમાં હતી. હુઝેફાએ સોગંધ આપી ન્યુડ ફોટા માંગ્યા હતા. સગીરાએ ફોટા મોકલી આપ્યા હતા. દરમિયાન આરોપીએ કોલ કરી જણાવ્યું કે, તું કાલે અમદાવાદ જવાની છે, મારે તને આજે મળવું છે, હું આવું એટલે તું ઘરનો પાછળનો દરવાજો ખોલી દેજે. જેથી પાછલા દરવાજેથી આવી બંને જણા સ્ટોરરૂમમાં ગયા હતા. અહીં આરોપીએ સગીરા સાથે અડપલાં કરવાના શરૂ કર્યા હતા.


હજુ ના ગયો ગુજરાતીઓને વિદેશનો મોહ! આણંદમાં એવો કિસ્સો સામે આવ્યો કે...સાંભળીને નામ


ત્યારબાદ ન્યુડ ફોટા થકી બ્લેકમેલ કરી બે વખત શરીર સંબંધ બાંધ્યો હતો. અમદાવાદથી પરત ફર્યા બાદ પણ આ જ રીતે અરોપીએ સગીરાના ઘરે જઈ 3 વખત દુષ્કર્મ આચર્યુ હતુ. એક વખત રાત્રે કારમાં બેસાડી અલ રીઝવાન સાવરમાની દુકાને લઈ જઈ ત્યાં પણ બે વખત દુષ્કર્મ કર્યુ હતુ. આ રીતે વારંવાર શોષણ કરનારા મોહમંદ હુઝેફા આમીર શેખની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી હતી. 


ભાજપને આવ્યો રાજકીય મોતિયો!! ઓપરેશન માટે આવેલા દર્દીઓને ભાજપે બનાવી દીધા સભ્ય!


એસીપી એન પી ગોહિલે જણાવ્યું હતું કે ભેસ્તાન પોલીસે મથકમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાઈ હતી. 15 વર્ષીય સગીરાની સાથે આરોપીની સગાઈ થઈ ગઈ હતી. આરોપીએ તેનો લાભ લઈ સગીરા સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી તેની બેકરી પર સગીરાને લઈ જઈ સગીરાની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ શરૂઆતમાં સગીરાને જણાવ્યું હતું કે આપણી સગાઈ થઈ ગઈ છે અને આપણા લગ્ન પણ થનાર છે. સગીરા પાસેથી ન્યૂડ ફોટો મંગાવી લીધા હતા.


આ તારીખે ગુજરાતમાં આંધી, વંટોળ સાથે વાવાઝોડું છોતરા કાઢશે! અંબાલાલે કરી ભયાનક આગાહી


આરોપીએ ન્યૂડ ફોટાનો ગેરલાભ લઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર બાબતે સગીરાએ માતાને આ બાબતે જાણ કરી હતો. સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ ભેસ્તાન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. આરોપી મોહમ્મદ હુઝેફા આમિર શેખ ભેસ્તાન ઉન ચાર રસ્તા પાસે રહે છે. ભેસ્તાન પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્ય હાથ ધરી છે.