Gujarat Monsoon 2024: સમગ્ર ગુજરાતમાં ચોમાસું જામ્યું છે, છેલ્લા ઘણા દિવસોથી હાથતાળી આપતો વરસાદ હવે મનમુકીને વરસવાની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે નદી-નાળા છલકાવા લાગ્યા છે. રોડ-રસ્તા અને નીચાણવાળા વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે. તો પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવો નયનરમ્ય નજારો હાલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં વરસેલા વરસાદ બાદ જોવા મળી રહેલા નજારાનો જુઓ આ અહેવાલ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે છોતરાં કાઢી નાંખશે! ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ક્યા પડશે અતિભારે વરસાદ


ગુજરાતમાં મેઘરાજાએ મનમુકીને વરસવાનું શરૂ કરી દીધું છે, વરસાદને કારણે સૌથી વધારે કોઈ આનંદીત હોય તો તે પ્રકૃતિ છે. ચોમાસાના વરસાદમાં ચારે બાજુ લીલોતરી થઈ ગઈ છે, પર્વતો પર વૃક્ષો પર નવા પાન આવવા લાગ્યા છે, તો વાદળો પણ પર્વત સાથે વાત કરવા માટે જાણે નીચે આવી ગયા છે. ગીરના જંગલ અને સાપુતારામાં હરિયાળી ખીલી ઉઠી છે. જંગલમાં પડેલા વરસાદને કારણે પાણી ધોધને માફક બહાર વહેવા લાગ્યું છે. જંગલમાંથી પસાર થતી નદી-નાળા છલકાંતા નયનરમ્ય નજારાના દ્રશ્યો જોઈ શકાય છે.


સરકારી તંત્રનો કાન આમળતાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ…


ઠંડી પછી ગરમી, ગરમી પછી વરસાદ અને વરસાદ બાદ ફરી ઠંડી. કુદરતનું આ ઋતુચક્ર સતત ફરતું રહે છે. પરંતુ ત્રણેય ઋતુમાં ચોમાસું સૌથી મહત્વપૂર્ણ છે. ચોમાસાને પ્રકૃતિ સૌથી વધારે પસંદ કરે છે. ગરમીમાં વૃક્ષો પર પાંદડા ખરવા લાગે છે, પરંતુ ચોમાસામાં નવા પાન આવવાની શરૂઆત થાય છે. ગરમીમાં ઉજ્જડ બની ગયેલા જંગલ અને વન ચોમાસામાં ચારેબાજુથી ખીલી ઉઠે છે. જૂનાગઢ અને સાપુતારામાં વરસાદ પછી ખીલેલી પ્રકૃતિનો નજારો કેટલો અદભૂત હોય છે તે જોઈ શકાય છે. હજારો હેક્ટરમાં ફેલાયેલું ગીરનું જંગલ વરસાદમાં સોળે કળાએ ખીલેલું છે. તો જ્યાં ચારે બાજુ હરિયાળી, ઉંચા ઉંચા પર્વતો છે તે સાપુતારામાં તો વાદળો પણ પ્રવાસીઓ સાથે વાતચીત કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. 


ભાજપના મહિલા કોર્પોરેટરે વિધાનસભાના દંડકની મજાક ઉડાવી! 'તોફાનીને જ મોનિટર બનાવાય'


તો બન્ને સ્થળના અદભૂત નજારાની સાથે રાજ્યમાં લગભગ તમામ જગ્યાએ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જો કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની સરખામણીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ મુશળધાર વરસાદ વરસ્યો નથી. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં હજુ પણ સારા વરસાદનું અનુમાન હવામાન વિભાગ લગાવી રહ્યું છે. તો સૌરાષ્ટ્રના દરિયા કાંઠે તોફાની પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે જેના કારણે દરિયામાં કરંટ જોવા મળી શકે છે. દરિયો તોફાની બને તેવી આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે.


ગુજરાતમાં ગત મોડી રાત્રે મોટી રેલ દુર્ઘટના ટળી! આ રીતે ટ્રેન ઉથલાવી નાખવાનો પ્રયાસ


હવામાન વિભાગ વરસાદની આગાહીઓ રોજ કરે છે, પરંતુ કેટલીક આગાહીઓ ખોટી પણ સાબિત થાય છે. છેલ્લી ઘડીએ સિસ્ટમમાં ફેરફાર થઈ જવાને કારણે આગાહી ખોટી પણ પડતી હોય છે. જો કે મોટા ભાગે વરસાદનું અનુમાન સાચુ પડે છે. હવામાન વિભાગે હાલ રાજ્યમાં હાલ ભારે વરસાદની અનુમાન વ્યક્ત કર્યું છે. 


5 વર્ષ બાદ કર્ક રાશિમાં બનશે સૂર્ય અને શુક્રનો સંયોગ, 3 જાતકોનું ભાગ્ય પલટી મારશે


સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જેના કારણે હવે અન્નદાતામાં પણ આનંદ છવાઈ ગયો છે. કારણ કે ખેડૂતો ચાતક નજરે આખુ વર્ષ વરસાદની રાહ જોતા હોય છે. ચોમાસાના આગમન સાથે જ અનેક ખેડૂતોએ વાવણી કરી દીધી હતી પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતો ટેન્શનમાં મુકાયા હતા. કેટલાક વિસ્તારમાં તો વાવણી પણ ફેલ થઈ ગઈ અને ફરી વાવણી કરવી પડી પરંતુ હવે જ્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ વરસાદ સૌ લોકો માટે લાભદાયી નિવડશે તેવી આશા.