અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાતમાં જૂન મહિનાથી શરૂઆતથી અત્યાર સુધી જે વરસાદ પડ્યો હતો તે વાવાઝોડાની અસરને પગલે પડ્યો હતો. પરંતુ હવે આગામી 48 કલાકમાં ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસશે. આ વર્ષે નિયત સમય કરતાં વહેલા ચોમાસાની શરૂઆત થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. 


ગુજરાતની સંસ્કૃતિ પર આંગળી ચીંધવા તમારો પનો ટૂંકો પડે છે ગુહા....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે, હવે ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થશે. આગામી 5 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ આવતો રહેશે. તો 15 અને 16 જુનના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદભવતા આ અસર જોવા મળશે. અમદાવાદમાં પણ ઝડપી પવન સાથે વરસાદ આવી શકે છે. 


જામસાહેબ અને 1000 બાળકો... નિર્મલા સીતારમણે ગુહાને જવાબ આપવા ગુજરાતના આ કિસ્સાની યાદ અપાવી


ગુજરાતમાં છેલ્લાં ચાર-પાંચ દિવસથી અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. જોકે, રાજ્યમાં વરસાદનું જોર ધીમું પડયું છે. સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં માત્ર ગુજરાતના માત્ર 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો મધ્ય ગુજરાતના તાલુકાઓમાં સામાન્ય વરસાદ થયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર