રાજકોટ : ખાવા પીવાની વસ્તુ બાબતે સરકાર અને તંત્ર નાગરિકો પ્રત્યે કેટલું ચિંતિત છે તે તો સૌકોઇ જાણે જ છે. તે બાબતે કોઇ પણ ટીપ્પણી કરવી જ અયોગ્ય છે. જો કે હવે તો હદ થઇ ચુકી છે તેમ છતા પણ તંત્ર નથી જાગી રહ્યું. મોરબીનો એક વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ગટરના પાણીથી લીલા ચણા ધોવામાં આવી રહ્યા છે. લોકો આ ચણા ખુબ જ મોજથી ખાઇપણ રહ્યા છે. મોરબીના બેઠા પુલની નીચે ઉભેલી એક લારીમાં એક વ્યક્તિ ચણા વેચી રહ્યો હોય તેવું જોઇ શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બહાનું કાઢીને કિશોરીને મળવા બોલાવી, કપલ બોક્સમાં આચર્યું દુષ્કર્મ! વીડિયો વાયરલ થતા કિસ્સો બન્યો ટોક ઓફ ધ ટાઉન


જો કે તે ચણાનું વજન વધે તે માટે ચણા પર સતત પાણીનો છંટકાવ કરી રહ્યો છે. જો કે આ પાણી તે જ્યાંથી લાવે છે તે જોઇને તમે ચોંકી ઉઠશો. વ્યક્તિ તેની લારી ઉભી છે તેની બાજુમાં રહેલા એક ગટરના ખાબોચીયામાંથઈ પાણી ભરી લાવે છે અને તે પાણી સતત ચણા પર છાંટતો છે. જો કે આ વીડિયો કેટલો જુનો છે તે અંગે હજી સુધી કોઇ જ સ્પષ્ટતા થઇ શકી નથી. પરંતુ હાલ ચણાની સિઝન ચાલી રહી છે તેવામાં આ વીડિયો હાલનો જ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સામાન્ય રીતે ચણા શિયાળાની સિઝનમાં જ પાકતા હોય છે. 


ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડના આરોપ બાદ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું મહત્ત્વપૂર્ણ નિવેદન


અત્રે ઉલ્લેખનીય છે કે, મહત્વની બાબત છે કે, પાણીપુરીમાં પણ મોટા પ્રમાણમાં ગોટાળા થતા હોવાનાં વીડિયો છાશવારે સામે આવતા રહે છે. જો કે તંત્રની રહેમરાહ નીચે બધુ જ ચાલતું રહે છે. તેવામાં આ ગટરના પાણી જોઇને નાકના ટેરવા ચડાવતા અનેક લોકો આ ચણા મોજથી આરોગી ગયા પણ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ચણા આરોગ્ય માટે કેટલા હેલ્ધી તે એક મોટો સવાલ છે. જ્યાં સમગ્ર શહેરનો કચરો અને પાણી ઠલવાય છે તેમાંથી પાણી લઇને ચણા પર છાંટતો આ વ્યક્તિ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube