બહાનું કાઢીને કિશોરીને મળવા બોલાવી, કપલ બોક્સમાં આચર્યું દુષ્કર્મ! વીડિયો વાયરલ થતા કિસ્સો બન્યો ટોક ઓફ ધ ટાઉન

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી 15 વર્ષીય દીકરી ધો.10 સુધી અભ્યાસ કર્યો છે અને હાલ ઘર કામ કરે છે. સોશિયલ મીડિયાના વળગાડના કારણે એક કિશોરીએ પોતાની અને પરિવારની આબરૂ માટીમાં ફેરવી હતી. બે વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર એક યુવાનની 15 વર્ષય કિશોરી સાથે મુલાકાત થઈ હતી.

બહાનું કાઢીને કિશોરીને મળવા બોલાવી, કપલ બોક્સમાં આચર્યું દુષ્કર્મ! વીડિયો વાયરલ થતા કિસ્સો બન્યો ટોક ઓફ ધ ટાઉન

તેજસ મોદી/સુરત: રાજ્યમાં હવે મહિલાઓ સુરક્ષિત નથી, હમણાંથી સુરતમાં દુષ્કર્મના કેસ વધી રહ્યા છે ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં 15 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું છે. સોશ્યલ મીડિયા પર મિત્રતા કેળવી 15 વર્ષીય કિશોરીને કપલ બોક્ષમાં લઇ જઈ દુષ્કર્મ આચારીયું છે. નરાધમે દુષ્કર્મનો વિડિઓ પણ બનાવી અન્ય મિત્રને મોકલો હોવાનો ખુલાસો થયો છે. અન્ય મિત્રએ દુષ્કર્મના વિડિઓના આધારે બ્લેકમેલ કરી શરીર સબંધ રાખવાની માંગ કરી હતી. પરંતુ કિશોરીએ ના પાડતા તેણે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. પોલીસે દુષ્કર્મ આચરનાર અને વીડિયો વાયરલ કરનારા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, ગત તા.31મીએ સવારે સગીરાના પિતાને સુરેન્દ્રનગર ખાતે રહેતા મિત્રએ કોલ કરી તેમની 15 વર્ષની દીકરીનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો હોવાની વાત કરી હતી. મિત્રએ તે વીડિયો કિશોરીના પિતાને મોકલી આપ્યો હતો. દીકરીનો બિભત્સ વીડિયો જોઇ માતા-પિતા સ્તબ્ધ થઇ ગયા હતા. આખરે દીકરીને આ વીડિયો અંગે પૂછતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.

DJના ઘોંઘાટમાં દબાઈ ગઈ બાળકીની ચીસો, નવા વર્ષની રાતે નરાધમે આચર્યું દુષ્કર્મ! સુરતમાં સામે આવ્યો દામિની ફિલ્મ જેવો કિસ્સો!

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી 15 વર્ષીય દીકરી ધો.10 સુધી અભ્યાસ કર્યો છે અને હાલ ઘર કામ કરે છે. સોશિયલ મીડિયાના વળગાડના કારણે એક કિશોરીએ પોતાની અને પરિવારની આબરૂ માટીમાં ફેરવી હતી. બે વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર એક યુવાનની 15 વર્ષય કિશોરી સાથે મુલાકાત થઈ હતી. પહેલાં તેને સગીરાને પોતાની બહેન બનાવી હતી. ત્યારબાદ ચેટિંગનો સિલસિલો ચાલું થયો હતો. થોડાં સમય પછી યુવકે સગીરાને સિંગણપોરમાં સિલ્વર સ્ટોન આર્કેડ ખાતે મળવા બોલાવી હતી. સગીરા અહીં આવી પણ હતી. ત્યારબાદ યુવકે સગીરાને તેણીના કોમ્પલેક્સના કાફેમાં જવાની વાત કરી હતી. જોકે, કાફે બંધ જોવા મળ્યો હતો. ત્યારબાદ યુવક તેના મિત્રને બોલાવી તેની સાથે સરથાણા જકાતનાકા ખાતે અવધ વાઇસરોયના પહેલા માળે આવેલા ધ હર્ટ ટુ હર્ટ કોફી કાફેમાં લઇ ગયો હતો. 

ત્યારબાદ યુવક સગીરાને કાફેના કપલ બોક્ષમાં લઇ ગયો હતો. અહીં લગ્ન કરવાની વાત કરીને બળજબરી કરી સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ થયા પછી સગીરાએ ઝઘડો કર્યો તો યુવકે જણાવ્યું હતું કે મે ઘણી છોકરીઓ સાથે સંબંધ બાંધ્યો છે. બાદમાં યુવક સગીરાને તેની સોસાયટીના નાકે મુકી ગયો હતો. 

2-3 દિવસ પછી યુવકના મિત્રએ સગીરાને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી તેનો અશ્લીલ વીડિયો પોતાની પાસે હોવાની વાત કરીને શારીરિક સંબંધ બાંધવા બ્લેકમેલ કરી હતી. તેને વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. સગીરાએ ફ્રેન્ડશીપ કરવાનો ઇન્કાર કરતા તેણે આ વીડિયો વાયરલ કરી તેણીને બદનામ કરવાની કરતૂત કરી હતી.

આખરે સમગ્ર મામલો સરથાણા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે બળાત્કાર, પોક્સો અને આઇટી એક્ટ અન્વયે ગુનો નોંધ્યો હતો. પોલીસે સગીરાના ઇન્સ્ટાગ્રામ પ્રેમી અને દુષ્કર્મી યુવાન અને તેના મિત્રની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news