Gujarat Dams On High Alert : ગુજરાતમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. રાજ્યના 100 તાલુકામાં 1થી 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં હજુ 4 દિવસ ભારેથી અતિભાગે વરસાદની આગાહી છે. રાજ્યમાં ખરાબ પરિસ્થિતિ વચ્ચે એસડીઆરએફ, એનડીઆરએફની ટીમો ખડકાઈ છે. પંચમહાલ અને ગોધરા શહેરની હાલત ખરાબ થઈ ગઈ છે. રાજ્યમાં નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રાજ્યના 207 જળાશયોમાં 89.79 ટકા પાણીનો સંગ્રહ થયો છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં પાણીની આવક 6.16 લાખ ક્યુસેક અને જાવક 5.94 લાખ ક્યુસેક છે. ધીરેધીરે પૂરની સ્થિતિ ઓસરી રહી છે. હાલમાં સરદાર સરોવર ડેમના 23 દરવાજા 3 મીટર સુધી ખુલ્લા છે.  સરદાર સરોવર ડેમ સંપૂર્ણ છલકાયો છે. રવિવારે સવારે આઠ વાગ્યાની સ્થિતિએ ગુજરાતના 87 જળાશયો હાઈએલર્ટ મોડ ઉપર મુકાયા છે, જ્યાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. 26 જળાશયો એલર્ટ ઉપર મુકાયા છે, જ્યાં 80થી 90 ટકા વચ્ચે પાણી છે, 22 જળાશયોમાં વોર્નિંગ અપાઈ છે, અહીં 70થી 80 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ છે. 71 જળાશયોમાં કોઈ સિગ્નલ નથી, અહીં સંગ્રહ ક્ષમતાના 70 ટકાથી ઓછું પાણી સંગ્રહાયેલું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉપરવાસના હથનુર ડેમમાંથી શનિવારે છોડાયેલા પાણીન કારણે ઉકાઇ ડેમની સપાટી સવારે સાત વાગ્યે જ ૩૪૦ ફૂટને પાર કરી ગઇ હતી. જેને પગલે સત્તાવાળાઓએ ડેમના દરવાજા ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત ખોલીને ૧૬ હજાર કયુસેક પાણી છોડવાનું શરૃ કર્યું હતુ. ત્યારબાદ સતત પાણીનો હેવી ઇનફલો આવતા દર કલાકે પાણી છોડવાનું વધારતા જ ગયા હતા. અને સવારે સાત વાગ્યાથી લઇને બપોરે બે વાગ્યા સુધીના આઠ કલાકમાં આઠ વખત પાણી છોડવાનુ વધારતા ગયા હતા. બપોરે ૨ વાગ્યે ઉકાઇ ડેમના સાત દરવાજા ૧૦ ફૂટ અને આઠ દરવાજા ૯ ફૂટ મળીને ૧૫ દરવાજા ખોલીને ૨.૪૭ લાખ કયુસેક પાણી છોડવાનું આરંભ્યુ હતુ. તે સતત ચાલુ જ રાખ્યુ છે.


આજે 18 સપ્ટેમ્બરે હવામાન વિભાગની આગાહી : 3 જિલ્લામા રેડ એલર્ટ, આ જિલ્લાઓ પર મોટી ઘાત


નર્મદામાં પૂરથી 15 ટ્રેનો કેન્સલ કરાઈ, ભરૂચ-અંકલેશ્વર વચ્ચેનો રોડ પણ બંધ કરાયો


નર્મદાના પાણીથી ચાણોદમાં ભયાવહ સ્થિતિ, ગામમાં હોડીઓ આવી ચઢી, ઘરોના એક માળ પાણીમાં ડૂબ્યા