નર્મદામાં પૂરથી 15 ટ્રેનો કેન્સલ કરાઈ, ભરૂચ-અંકલેશ્વર વચ્ચેનો રોડ પણ બંધ કરાયો
Narmada Flood : ભરૂચમાં નર્મદાના જળસ્તરે વટાવી ઐતિહાસિક સપાટી..વહેલી સવારે 41.60 ફૂટ પર પહોંચ્યું જળસ્તર... પાણી ભરાતા રેલવે દ્વારા અનેક ટ્રેન ડાયવર્ટ તો અનેક ટ્રેન કેન્સલ કરવામાં આવી
Trending Photos
Trains Cancel સપના શર્મા/અમદાવાદ : સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. ભરૂચ, અંકલેશ્વરમાં પૂરના પાણી ફરી વળ્યાં છે. ત્યારે આવા સંકટ વચ્ચે ભરૂચ-અંકલેશ્વર બ્રિજ પરથી પસાર થતી ટ્રેનને અસર થઈ છે. આ કારણે રેલવે દ્વારા અનેક ટ્રેન ડાયવર્ટ તો અનેક ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. આજના લેટેસ્ટ અપડેટ અનુસાર, 15 જેટલી ટ્રેનને કેન્સલ કરવામાં આવી જ્યારે 1 ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. જામનગર રેલ્વે સ્ટેશનથી ગઈકાલે સાંજે 8:00 વાગે ઉપડેલી જામનગર મુંબઈ હમસફર ટ્રેનના મુસાફરો સાણંદમાં ગત રાતના 2:00 વાગ્યાથી અટવાયા છે. વરસાદને લીધે અનેક ટ્રેનો પ્રભાવિત થઈ છે.
કઈ ટ્રેન કેન્સલ કરવામાં આવી તેની વાત કરીએ તો...
- 22930 વડોદરા-દહાણુ રોડ
- 22929 દહાણુ રોડ-વડોદરા
- 09156 વડોદરા સુરત
- 09155 સુરત-વડોદરા
- 09318 આણંદ-વડોદરા
- 22953 મુંબઈ-અમદાવાદ
- 20901 મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ
- 20902 ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ
- 12009 મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ
- 12010 અમદાવાદ-મુંબઈ
- 19015 દાદર-પોરબંદર
- 12934 અમદાવાદ-મુંબઈ
- 12932 અમદાવાદ-મુંબઈ
- 82902 અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ
- 22954 અમદાવાદ મુંબઈ
- 12933 મુંબઈ-અમદાવાદ
- 12931 મુંબઈ-અમદાવાદ
- 82901 મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ
- 09172 ભરૂચ-સુરતની ટ્રેન કેન્સલ કરાઈ છે...
જ્યારે 12939 નંબરની પુણે-જયપુર વચ્ચે ચાલતી ટ્રેનને ડાયવર્ટ કરાઈ છે.ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદામાં પાણીના જળસ્તર વધતા વડોદરા ડિવિઝનની અમુક ટ્રેનને રદ કરવામાં આવી છે. 22927 મુંબઈ અમદાવાદ લોકશાક્તિ એક્સપ્રેસ ટ્રેનને નવસારી પર ઉભી રાખવામાં આવી છે. તો મુંબઈ અમદાવાદ વચ્ચે દોડતી 15 થી વધુ ટ્રેનોને રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા રદ થયેલ ટ્રેનોના નામનું લિસ્ટ જાહેર કરાયું. ટ્રેન રદ થતાં અનેક મુસાફરો અટવાયા.
1) 22953 (મુંબઈ - અમદાવાદ) JCO 18-09-23 રદ કરવામાં આવી છે.
2) 20901 (મુંબઈ-ગાંધીનગર વંદે ભારત) JCO 18-09-23 રદ કરવામાં આવી છે
3) 20902 (ગાંધીનગર-મુંબઈ વંદે ભારત) JCO 18-09-23 RAKEની માંગ માટે રદ કરવામાં આવી છે
4) 12009 (મુંબઈ - અમદાવાદ શતાબ્દી એક્સપ I) JCO 18-09-23 રદ કરવામાં આવી છે
5) 12010 (અમદાવાદ-મુંબઈ) JCO 18-09-23 RAKEની માંગ માટે રદ કરવામાં આવી છે
6) 19015 (દાદર - પોરબંદર ) JCO 18-09-23 રદ કરવામાં આવી છે.
7) 12934 (અમદાવાદ-મુંબઈ) JCO 18-09-23 રદ કરવામાં આવી છે
8) 12932 (અમદાવાદ-મુંબઈ) કર્ણાવતી એક્સપ્રેસ 18-09-23 રદ કરવામાં આવ્યું છે
9) 82902 (અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ) JCO 18-09-23 રદ કરવામાં આવ્યું છે
10) 22954 (અમદાવાદ-મુંબઈ) ગુજરાત એક્સપ્રેસ JCO 18-09-23 રદ કરવામાં આવી છે છે
11) 12933 (મુંબઈ - અમદાવાદ) JCO 18-09-23 RAKEની માંગ માટે રદ કરવામાં આવ્યો
12) 12931 (મુંબઈ-અમદાવાદ) ડબલ ડેકર એક્સપ્રેસ JCO 18-09-23 RAKEની માંગ માટે રદ કરવામાં આવ્યું છે
13) 82901 (મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ) JCO 18-09-23 RAKEની માંગ માટે રદ કરવામાં આવ્યું છે
14) 12471 (બાંદ્રા ટર્મિનસ-શ્રી મારા વૈષ્ણોદેવી કટરા સ્વરાજ એક્સ્પ) JCO 18-09-23 RAKEની માંગ માટે રદ કરવામાં આવ્યું છે.
15) 12925 (બાંદ્રા ટી-અમૃતસર) જેસીઓ 18-09-23 રેકની માંગ માટે રદ કરવામાં આવ્યું છે
16) 09172 (ભરૂચ-સુરત) JCO 18-09-23 રદ કરવામાં આવ્યું છે.
17) 04711 (બીકાનેર-બાંદ્રા ટી) જેસીઓ 16-09-23 જે અમદાવાદ ખાતે ટૂંકી સમાપ્ત કરવામાં આવી હતી તે હવે નિર્ધારિત સ્થાન સુધી ચાલશે
નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની છે. અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ પાસે પાણી ભરાયા છે. આ કારણે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે વાહન વ્યવહાર બંધ કરાયો છે. આખો રોડ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. છેક હાઈટન્શન વાયર સુધી પાણી ભરાતા મુશ્કેલી વધી છે. જેથી વાહનચાલકો તેમાં ન ફસાય તે માટે રોડ બંધ કરવાનો તાત્કાલિક નિર્ણય લેવાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે